________________
૧૬૪
પ્રાવધ-વિવેચન ભાગ-૧
પછી લગ્ન કર્યા. હવે ફાગણ મહિનાની નંદિઘરની અઠ્ઠાઈ આવી તેથી રાણી ઉર્વિલાએ ખૂબ ધામધૂમથી રથયાત્રાની તૈયારી કરી. તે જોઈ બૌદ્ધમતી રાણીએ કહ્યું કે મારો રથ પહેલા નગરમાં ફરશે. રાજા કહે ભલે પહેલાં ફરે. ઉર્વિલાએ કહ્યું પહેલા મારો રઘુ ફરશે તો જ આહાર કરીશ.
ઉર્વિલા આચાર્યના દર્શન કરવા ગઈ ત્યાં સર્વ હકીકત જણાવી. ત્યારે વજ્રમુનિએ દેવની સહાયથી એનો રથ પહેલા ફેરવ્યો. તે જોઈ રાજા તથા પટ્ટાણી પ્રતિબંધ પામી જૈન ધર્મનો સ્વીકાર કર્યો.
માટે હે જીવ! નિશ્ચયથી સમ્યગ્દર્શનના આઠ અંગને તું નિત્ય ધારણ કર જેથી તને મોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય અને સર્વ કર્મથી છૂટી કેવળજ્ઞાન પામી નું કૃતકૃત્ય બની જાય. ।।૨૪।
સમ્યવંત મહંત સદા સમ ભાવ ઘરે દુઃખ-સંકટ આવ્યું, બંઘ નવીન પડે નહિ, પૂરવ બંઘ ઢૂંઢે નિજ આતમ ભાવ્યું; પૂરણ અંગ સુદર્શનરૂપ, થરો શ્રુતજ્ઞાન અનુભવ વાઘે, એમ સર્ધ શિવમાર્ગ નિરંતર, મોક્ષ વિષે સુખ શાશ્વત લાવે.
=
જ
અર્થ :— સમ્યગ્દષ્ટિવંત તે મહંત એટલે મહાપુરુષ છે. તે સદા દુઃખ-સંકટ આવ્યે સમભાવને ધારણ કરે છે. જેથી તેમને નવિન કર્મનો બંઘ પડતો નથી. તેમજ પોતાના આત્માની ભાવના ભાવવાથી પૂર્વકર્મની પણ બળવાન નિર્જરા થાય છે. આઠેય અંગને પૂર્ણ ઘારણ કરવા એ જ સમ્યગ્દર્શન છે. એ સમ્યગ્દર્શન સહિત શ્રુતજ્ઞાનનો અભ્યાસ કરો તો અનુભવમાં વિશેષ વૃદ્ધિ થશે. એમ નિરંતર પુરુષાર્થ કરવાથી મોક્ષનો માર્ગ સધાય છે. અને મોક્ષ પ્રાપ્તિ થયે ત્યાં આત્માનું શાશ્વત અનંત સુખ અનુભવાય છે, તેનો કદી પણ નાશ ધતો નથી. ।।૨૫।।
જીવ-અજીવ વિચાર કરી, પ્રભુ, આસ્રવ-બંધ-નિરોથ ઉપાસું, સંવર-નિર્જર ભાવ વિષે રહ્ન, મુક્તિ વિના નહિ અન્ય વિમાસું દેહપ્રમુખથી ભિન્ન ગણી નિજ શુદ્ધ સ્વરૂપ-અનુભવ ચાખું, શુદ્ધ કરી મન, ધર્મ-વિચાર, સમાઘિ વિષે ઉપયોગ જ રાખું.
અર્થ :– હે પ્રભુ! હવે હું પણ જીવ અને અજીવ તત્ત્વનો વિચાર કરી આશ્રવ અને બંધ તત્ત્વના નિરોધનો ઉપાય કરું. તથા સંવર અને નિર્જરા એ મોક્ષ પ્રાપ્તિના ઉપાય છે. માટે ક્રર્મોનો સંવર કેમ થાય અર્થાત્ કર્મોને આવતા કેમ રોકવા અને બંધાઈ ગયેલા કર્મોની કેમ નિર્જરા કરવી અર્થાત્ તેને કેમ દૂર કરવા તેની ભાવનામાં જ ચિત્તને રોકું. હવે તો માત્ર મોક્ષ અભિલાષ વિના અન્ય પદાર્થના વિમાસણમાં પડું નહીં. કેમકે એ બધાં જીવને કર્મ બંધનના જ કારણ છે. મુખ્ય એવા દેહથી આત્માને ભિન્ન ગણી પોતાના શુદ્ધ સ્વરૂપના અનુભવનો આસ્વાદ ચાખું. તેમજ હમેશાં મનને શુદ્ધ કરી, ધર્મ વિચારમાં રોકી આત્માની સ્વસ્થતા કેમ જળવાઈ રહે તેમાં જ મારા ઉપયોગને જોડી રાખું; કેમકે ઉપયોગ એ જ સાધના છે અને ઉપયોગ એ જ ધર્મ છે એમ ભગવંતનો ઉપદેશ છે. ।।૨૬ા
સમકિતના ૬૭ બોલ : ૪ સહણા
જીવ અજીવ પદાર્થ-વિચાર ગુરુગમથી સમજ્યું સંતુ 'શ્રદ્ધા, બીજી મુનિ સમક્રિ તણી કરવી ગુણરત્ન વિચારી શુશ્રુષા;