SearchBrowseAboutContactDonate
Page Preview
Page 531
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૪) નિર્દોષ નર - શ્રી રામ ભાગ-૩ ૫ ૦૩ મંદોદરી લંકા નગર ભણી ચાલી. ત્યારબાદ હનુમાને પોતાના વિદ્યાબળથી વનના રક્ષકોને અત્યંત નિદ્રા આપી. પછી હનુમાને પણ પ્લવગ નામની વિદ્યાર્થી પોતાનું બંદર જેવું રૂપ બનાવી તે સીતા સામે આવી વિનયપૂર્વક કહેવા લાગ્યો : હું શ્રી રામચંદ્રજીનો સેવક છું. આ તેમનો પત્ર છે તે લ્યો. તે લઈને સીતાએ તે ખોલી જોયો. ૧૩ સર્વ શોક વિસરી ગઈ સીતા પત્ર વાંચી હર્ષિત થતી સ્નેહનજર કરી કહે દૂતને: પિતા તુલ્ય ઉપકારમતિ, ઑવિતદાન દીધું સંકટમાં, નથી બદલો કંઈ દઈ શકતી.” કપિ કર્થે કર ઘરી દઈ વદતો : “રામચંદ્ર મુજ અધિપતિ- ૧૪ અર્થ - તે પત્ર વાંચીને સીતા સર્વે શોકને વિસરી ગઈ; અને હર્ષિત થતી સ્નેહભરી નજરે તે દૂતને કહેવા લાગી કે તમે તો મારા પિતા તુલ્ય ઉપકારબુદ્ધિવાળા છો. તમે મને આવા સંકટમાં જીવિતદાન આપ્યું છે. તેનો હું કંઈ બદલો આપી શકતી નથી. એવું સાંભળવાનું બંધ કરવા માટે પવનપુત્ર હનુમાન કાનો ઉપર હાથ ઘરીને કહેવા લાગ્યા કે શ્રી રામચંદ્રજી તો મારા અધિપતિ છે, અર્થાત્ મારા રાજા છે, સર્વોપરિ છે. II૧૪ના તેથી મુજ માતા સમ માનું, અન્ય કલ્પના અણઘટતી, આજે માતાજી, લઈ ચાલું એવી છે મુજમાં શક્તિ; પણ આજ્ઞા નથી રામચંદ્રની, પોતે લડવા નીકળશે, રાવણ હણી લંકાની લક્ષ્મી લઈ માતાજીને મળશે. ૧૫ અર્થ :- તેથી સીતાજી તમને હું મારા માતા સમાન માનું છું, બીજી કલ્પનાઓ આ વિષે કરવી તે અઘટિત છે. આજે માતાજી, હું તમને અહીંથી લઈને જઈ શકું છું એવી શક્તિ મારામાં છે. પણ શ્રીરામચંદ્રજીની મને એવી આજ્ઞા નથી. પોતે સ્વયં લડવા માટે આવશે. અને દુષ્ટ એવા રાવણને હણી, લંકાની લક્ષ્મી મેળવી, પછી માતાજી તમને મળશે. ૧૫ કરી પરાક્રમ વરી કીર્તિને ત્રણ ખંડના પતિ બનશે, માટે શોક તજી માતાજી, ભોજન લ્યો, સૌ શુંભ થશે.” ઉદાસીનતા તજીં ભોજન કરી સીતા દૂત વિદાય કરે, હનુમાન ઉતાવળથી ઊડી રામચરણમાં શિર ઘરે. ૧૬ અર્થ :- શ્રીરામ પરાક્રમ કરીને ત્રણે લોકમાં કીર્તિને વરી ત્રણે ખંડના અધિપતિ બનશે. માટે માતાજી શોક તજીને તમે આ ભોજન લ્યો. પ્રભુ કૃપાએ બધુ સારું થશે. હવે ઉદાસીનતાને તજી ભોજન કરીને સીતાજીએ દૂતને વિદાય કર્યો. હનુમાને પણ ઉતાવળથી ઊડી આવી શ્રીરામના ચરણમાં પોતાનું વિનયપૂર્વક મસ્તક મૂકીને પ્રણામ કર્યા. ૧૬ાા. પ્રસન્ન વદન નરખી હનુમાનનું રામ પ્રમોદ સહિત પૂછે - “સતી સીતા મુજ પ્રાણપ્રિયા તેં દીઠી? ક્ષેમકુશળ તે છે?” ઉત્તર દંત દે અતિ વિસ્તાર, રઘુપતિ-મન રંજન કરતો : “સ્વભાવથી અભિમાની રાવણ ચક્રરત્નનો મદ ઘરતો. ૧૭
SR No.009272
Book TitlePragnav Bodh Part 01 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages590
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size286 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy