SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ હાડ, માંસ, મજ્જા આદિ સર્વ અંગોમાં પણ જેને એ જ આત્મધ્વનિનો રણકાર છે. પાકા તેથી નથી કંઈ જોવું ગમતું, નથી કંઈ સુંઘવું ગમતુંજી, નથી બોલવું પણ કંઈ ગમતું, નથી મન મૌને રમતુંજી. વનવું. ૫ અર્થ - જગતના સર્વ પદાર્થમાં પરમ ઉદાસીનતા હોવાથી જેને કંઈ જોવું ગમતું નથી કે કંઈ સુંઘવું ગમતું નથી. જેને કંઈ બોલવું ગમતું નથી કે નથી જેનું મન મૌનમાં રમતું. પા. નથી સાંભળવું પણ કંઈ ગમતું, નથી ચાખવું ગમતુંજી, નથી સ્પર્શવું પણ કંઈ ગમતું, વિષયે મન ના રમતુંજી. વનવું. ૬ અર્થ – જેને કંઈ સાંભળવું ગમતું નથી કે કંઈ ચાખવું ગમતું નથી, કે નથી કંઈ પણ સ્પર્શવું ગમતું. એમ વિષયોમાં જેનું મન બિલકુલ રમતું નથી. કા નથી બેસવું-ઊઠવું ગમતું, સૂવું, જાગવું સરખું જી, નથી ઉપવાસ-અશન પણ ગમતાં, સંગ-અસંગ ન પરખું જી. વનવું. ૭ અર્થ - જેને નથી બેસવું કે ઊઠવું ગમતું, જેને સૂવું કે જાગવું સર્વ સરખું છે. જેને ઉપવાસ કરવો કે અશન એટલે ભોજન કરવું પણ ગમતું નથી. જેને આ સંગ છે કે અસંગ છે એવા વિચાર માટે પણ અવકાશ નથી. જેને માત્ર આત્મસ્વરૂપમાં જ લીનતા પ્રિય છે. //શા - લક્ષ્મી-અલક્ષ્મી કોઈ ન ગમતી, ઊગે ન આશ-નિરાશાજી; દુઃખના કારણ નથી તે કોઈ, વિષમાત્માથી નિસાસાજી. વનવું. ૮ અર્થ :- જેને લક્ષ્મી એટલે ઘન ગમતું નથી કે અલક્ષ્મી એટલે નિર્થનાવસ્થા વિષેનો કાંઈ વિચાર નથી. ઉપરોક્ત પદાર્થો પ્રત્યે જેને કોઈ આશા કે નિરાશા પણ ઉગતી જણાતી નથી. દુ:ખના કારણ ઉપરના કોઈ પદાર્થ નથી. દુઃખનું કારણ તો માત્ર એક રાગદ્વેષયુક્ત વિષમ આત્મા જ છે. વિષમ આત્મા પોતાની ઇચ્છાનુસાર ન બને ત્યારે હું બહુ દુઃખી છું એમ નિસાસા નાખે છે. દા. આત્મા સમ, તો સર્વ સુખ જ છે, તે જ સમાધિ સાચીજી,” દશા આપની આવી જાણી, વૃત્તિ મુજ ત્યાં રાચીજી. વનવું૯ અર્થ - પોતાનો આત્મા જો સમદશામાં છે તો સર્વ સુખ જ છે. તે જ સર્વ અવસ્થામાં સાચી આત્મસમાધિ અર્થાત્ સ્વસ્થતા છે. આપની આવી અભુત દશા જાણીને મારી વૃત્તિ પણ આપનામાં જ રાચી છે. આપની શુદ્ધ આત્મદશાને પામવા મારું મન પણ આપ પ્રત્યે આકર્ષિત થયું છે. “આભેચ્છા એવી જ વર્તે છે કે સંસારમાં પ્રારબ્બાનુસાર ગમે તેવાં શુભાશુભ ઉદય આવો, પરંતુ તેમાં પ્રીતિ અપ્રીતિ કરવાનો આપણે સંકલ્પ પણ ન કરવો. રાત્રિ અને દિવસ એક પરમાર્થ વિષયનું જ મનન રહે છે, આહાર પણ એ જ છે, નિદ્રા પણ એ જ છે, શયન પણ એ જ છે, સ્વપ્ર પણ એ જ છે, ભય પણ એ જ છે, ભોગ પણ એ જ છે, પરિગ્રહ પણ એ જ છે, ચલન પણ એ જ છે, આસન પણ એ જ છે. અધિક શું કહેવું? હાડ, માંસ અને તેની મજ્જાને એક જ એ જ રંગનું રંગન છે. એક રોમ પણ એનો જ જાણે વિચાર કરે છે, અને તેને લીધે નથી કંઈ જોવું ગમતું, નથી કંઈ સુંઘવુ ગમતું, નથી કંઈ સાંભળવું ગમતું નથી કંઈ ચાખવું ગમતું કે નથી કંઈ સ્પર્શવું ગમતું, નથી બોલવું ગમતું કે નથી મૌન રહેવું ગમતું, નથી બેસવું ગમતું કે નથી ઊઠવું ગમતું, નથી સૂવું ગમતું કે
SR No.009272
Book TitlePragnav Bodh Part 01 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages590
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size286 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy