________________
(૨૪) તપ
૨૭૯
નથી જાગવું ગમતું, નથી ખાવું ગમતું કે નથી ભૂખ્યું રહેવું ગમતું, નથી અસંગ ગમતો કે નથી સંગ ગમતો, નથી લક્ષ્મી ગમતી કે નથી અલક્ષ્મી ગમતી એમ છે; તથાપિ તે પ્રત્યે આશા નિરાશા કંઈ જ ઊગતું જણાતું નથી. તે હો તો પણ ભલે અને ન હો તો પણ ભલે એ કંઈ દુઃખનાં કારણ નથી. દુઃખનું કારણ માત્ર વિષમાત્મા છે, અને તે જો સમ છે તો સર્વ સુખ જ છે. એ વૃત્તિને લીધે સમાધિ રહે છે.” (વ.પૃ.૨૨૪) III
તે જ તપસ્યા કર્મ ખપાવે, ગુસપણે આરાથીજી;
વિરલા કોઈક સમજી સાથે, ટાળે ભવની વ્યાધિજી. વનવું. ૧૦ અર્થ - સમભાવ એ અંતરંગ તપ છે. સમભાવયુક્ત તપશ્ચર્યા જ કર્મ ખપાવે છે. એ ગુપ્ત તપ છે. પરમકૃપાળુદેવે જેને ગુપ્તપણે આરાધી છે. કોઈક વિરલા પુરુષ જ આ સમભાવરૂપ અંતરંગ તપશ્ચર્યાના સ્વરૂપને સમજી, સાધી શકે, અને તે જ આ ભવના જન્મજરામરણરૂપ રોગને નિવારી શકે છે. જેમકે એક કડવું વચન પણ સમભાવથી સહન કરી ક્ષમા રાખે તો છ મહીના ઉપવાસ જેટલો લાભ થાય. આ અંતરંગ તપ છે. અને સહન ન કરી ક્રોધ કરે તો હજારો વર્ષનું તપ પણ નિષ્ફળ થઈ જાય. ./૧૦/t.
સમ્યગ્દર્શન વિના તપસ્યા ભાવકર્મ નહિ કાપેજી,
જેમ અહિંસા જ્ઞાન વિનાની મોક્ષ કદી નહિ આપેજી. વનવું ૧૧ અર્થ - સમ્યગ્દર્શન વિનાની તપશ્ચર્યા તે રાગદ્વેષરૂપ ભાવકર્મને જડમૂળથી કાપી શકે નહીં. તેનું મંદપણું થઈ શકે પણ મૂળસહિત છેદ તો આત્મજ્ઞાન વડે જ થાય છે. તેમ આત્મજ્ઞાન વિનાની અહિંસા પણ કદી મોક્ષ આપી શકશે નહીં. માટે જ કહ્યું છે કે :
“પ્રથમ જ્ઞાન ને પછી અહિંસા, શ્રી સિદ્ધાંતે ભાખ્યું;
જ્ઞાનને વંદો જ્ઞાન મ નિંદો, જ્ઞાનીએ શિવસુખ ચાખ્યું રે.” -નવપદજીની પૂજા સમજણ વિનાની ક્રિયા નિરર્થક છે. જેમકે એક પાડીને કૂવાના કાંઠે ઊભી જોઈ માજીને દયા આવી કે બિચારી તરસી છે. તેથી તેને ઘક્કો મારી કુવામાં પાડી દીધી કે બિચારી પાણી પીશે, પણ આમ ક્રિયા કરવાથી તે મરી જશે તેનું એને જ્ઞાન નથી. એવી જ્ઞાન વિનાની ક્રિયા દુઃખનું કારણ થઈ પડે છે. માટે પ્રથમ સમજીને ક્રિયા કરવી તે જ મોક્ષનો હેતુ છે. ||૧૧||
જે સંસાર તજે પણ ભીતર-ભવ-ભાવો નહિ છોડેજી,
કર તપ ઘોર ચહે સુર-સુખ તે આંખ મીંચીને દોડેજી. વનવું) ૧૨ અર્થ - જે જીવ સંસાર ત્યાગી દીક્ષા ગ્રહણ કરે પણ અંતરમાં રહેલી સંસારી વાસનાઓને છોડે નહીં તો તે મુક્તિને પામી શકશે નહીં.
“ઉપર તજે ને અંતર ભજે, એમ નવિ સરે અર્થજી; વણસ્યો રે વર્ણાશ્રમ થકી, અંતે કરશે અનર્થજી; ત્યાગના ટકે રે વૈરાગ્ય વિના.”
ઘોર તપ આદરીને પણ જો દેવલોકના સુખને ઇચ્છે તો તે પણ આંખ મીંચીને જ દોડે છે એમ માનવું. તે આગળ જતાં ખાડામાં પડી જશે પણ પોતાના સ્થાને પહોંચી શકશે નહીં. તેમ આત્માર્થના લક્ષ વગરની બધી ક્રિયા આંધળી દોડ સમાન છે. તે જીવને મોક્ષે લઈ જવા સમર્થ નથી. II૧૨ા.
તજે કાંચળી સર્ષ મનોહર, પણ નહિ વિષ જો ત્યાગેજી, મહા ભયંકર જેમ જણાયે સંગ-યોગ્ય નહિ લાગેજી. વનવું) ૧૩