________________
(૨) જિનદેવ-સ્તવન
જય દેવ જિનેન્દ્ર મહાન, અહોહો! દેવ જિનેન્દ્ર મહાન. ૧૧ અર્થ :- જે ધ્યાન વડે આપનું સનાતન એટલે શાશ્વત શુદ્ધ સ્વરૂપે પ્રગટ થયું તે સહજાત્મસ્વરૂપનું ધ્યાન મારા હૃદયમાં સદા રહો. તે જ મારું શુદ્ધસ્વરૂપ પ્રગટવાનું નિદાન એટલે સાચું કારણ છે. શુદ્ધસ્વરૂપમાં સ્થિત એવા જિનેન્દ્ર દેવનો સદા જય હો જય હો. ||૧૧||
અતિશયવંતી વાણી અદભુત દે તલ્લીનતા-તાન, દેહાદિ સંસાર ભુલાવી કરે શાંત સૌ પ્રાણ.
જય દેવ જિનેન્દ્ર મહાન, અહોહો! દેવ જિનેન્દ્ર મહાન. ૧૨ અર્થ - આપની પાંત્રીસ ગુણયુક્ત અતિશયવાણી અમને અભુત તલ્લીનતા આપે છે. જે દેહ, ઘર, કુટુંબાદિ સર્વ સંસારને ભુલાવી અમારા દશેય પ્રાણોને શાંત કરે છે. પાંચ ઇન્દ્રિયો, મનબળ, વચનબળ, કાર્યબળ, શ્વાસોચ્છવાસ અને આયુષ્ય એ દશ પ્રાણ કહેવાય છે. તે બઘાને ઉપશાંત બનાવે એવા હે મહાન જિનેન્દ્ર પ્રભુ! આપનો સદા જય હો! જય હો. ||૧૨ાા.
નરદેહ સફળ તવ દર્શન પામે, આપ પરમ હિતઘામ, નહીં ગમે દેવ અન્ય કો કાળે, આપ જ મન વિશ્રામ.
જય દેવ જિનેન્દ્ર મહાન, અહોહો! દેવ જિનેન્દ્ર મહાન. ૧૩ અર્થ –આ ભવમાં આપ મહાન પ્રભુના દર્શન પામવાથી આ નરભવ સફળ થયો. આપ અમારા પરમ હિતના ગ્રામ સ્વરૂપ છો; અર્થાત્ આપના જેવું અમારું ઉત્કૃષ્ટ હિત કરનાર આ જગતમાં બીજાં કોઈ નથી. માટે હરિહરાદિક અન્ય દેવો અમને કોઈ કાળે ગમવાના નથી. આપ જ અમારા મનને પરમ વિશ્રાંતિના કારણ છો. માટે અહો આશ્ચર્યકારી પરમાત્મા આપનો સદા જય હો જય હો. ||૧૩ાા
પ્રશમરસ -ભરપૂર નયન તુજ, મુખ પણ કમળ સમાન, સ્ત્રીના સંગરહિત તુજ શોભા, શસ્ત્ર વિના બળવાન.
જય દેવ જિનેન્દ્ર મહાન, અહોહો! દેવ જિનેન્દ્ર મહાન. ૧૪ અર્થ - હે પ્રભુ વિકારભાવરહિત ઉપશાંતરસથી ભરપૂર એવા આપના નયન છે. આપનું મુખ પણ કમળપત્રની સમાન સુંદર છે. આપની શોભા સ્ત્રીના સંગથી રહિત છે. તથા આપના હાથમાં કોઈ શસ્ત્ર નહીં હોવા છતાં આપ પરમ બળવાન છો. એવા અહોહો આશ્ચર્યની મૂર્તિ સમા મહાન ભગવાન જિનેન્દ્રનો ત્રણે કાળમાં જયજયકાર હો, જયજયકાર હો.
દ્રષ્ટાંત :- મેરૂ પર્વત ઉપર મહાવીર ભગવાનના અભિષેક સમયે ઇન્દ્રને શંકા થઈ કે એક હજાર આઠ કલશનું જળ બાળક એવા પ્રભુ કેવી રીતે ખમી શકશે. ઇન્દ્રની એવી શંકા અવધિજ્ઞાન વડે જાણી પ્રભુએ પગની ટચૂડી આંગળી દબાવી આખા મેરૂ પર્વતને કંપાયમાન કરી દીઘો. પ્રભુનું આવું પરમબળ જાણી ઇન્દ્રની શંકા સમાઈ ગઈ. ૧૪
"प्रशमरसनिमग्नं दृष्टियुग्मं प्रसन्नं, वदनकमलमंकः कामिनीसंगशून्यः;
करयुगमपि यत्ते शस्त्रसंबंधवंध्यं, तदसि जगति देवो वीतरागस्त्वमेव ।" “તારા બે ચક્ષુ પ્રશાંત રસમાં ડૂબેલા છે, પરમ શાંતરસને ઝીલી રહ્યાં છે. તારું મુખે કમળ પ્રસન્ન