SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૧ સત્પુરુષના વાક્ય વાક્યે અનંત આગમ વ્યાપે, માત્ર મંત્રરૂપ શબ્દ પણાનાં ભવદુઃખ સર્વે કાપે. અહોહો ૨૯ અર્થ -- 'સત્પુરુષના એકેક વાક્યમાં, એક એક શબ્દમાં, અનંત આગમ રહ્યાં છે.’ (વ.પૂ.૨૪૬) સત્પુરુષના વાક્યે વાક્યે અનંત આગમ વ્યાપેલ છે. સત્પુરુષે આપેલ માત્ર મંત્રરૂપ શબ્દ 'સહજાત્મસ્વરૂપ પરમગુરુ' ઘણાના ભવદુઃખને કાપવા સમર્થ થયેલ છે. માટે સત્પુરુષના સત્કૃતનો મર્તિમા તો અપરંપાર છે. ।।૨૯।। વિષય-કષાયે જે દિન વીત્યા તે તો સર્વે ભૂંડા, સત્શાસ્ત્રોના અભ્યાસે જે વીતે તે દિન રૂડા. અહોઠો ૩૦ અર્થ : વિષયકષાયના ભાવોમાં આજ સુધી જે દિવસો વ્યતીત થયા તે સર્વે ભૂંડા છે પણ સત્શાસ્ત્રોના અભ્યાર્સ જે દિવસો વ્યતીત થશે, તે જ રૂડા છે. ‘નથી થયું. દેહ વિષય વધારવા; નથી ઘર્યાં દેશ પરિગ્રહ ઘારવા.' - શ્રીમદ્ રાજચંદ્ર (૩૦૫) સત્શાસ્ત્રોના સ્વાધ્યાયે શુભ ધ્યાન વિષે મન રાખો, પ્રમાદ, પાતક તો ઝટ છૂટે, ઉપશમ-અીરસ ચાખો. અહોહો ૩૧ અર્થ :– સાસ્ત્રોના સ્વાઘ્યાય વડે શુભ ધ્યાનમાં મન રાખો તો પ્રમાદ અને પાતક એટલે પાપોથી શીઘ્ર છૂટકારો થશે અને સ્વાઘ્યાયવડે કષાયોનું શમન થવાથી ઉપશમરૂપ અમૃતરસનો આસ્વાદ મળશે. ।।૩૧।। સત્શાસ્ત્રોના સેવન વિણ તો ભવ, તન, ભોગાદિમાં, વૃત્તિ ફરતી કદી ન અટકે, ક્યાંથી વિરાગ વધે ત્યાં?-અહોહો॰૩૨ અર્થ :— સત્શાસ્ત્રોના સેવન વિના તો ભવ એટલે સંસાર, તન એટલે શરીર અને ભોગ એટલે પાંચ ઇન્દ્રિયો આદિના વિષયોમાં ફરતી વૃત્તિ કદી અટકે નહીં. તો પછી તે પ્રત્યે વૈરાગ્ય ક્યાંથી આવશે? “શાસ્ત્રને જાળ સમજનારા ભૂલ કરે છે. શાસ્ત્ર એટલે શાસ્તાપુરુષનાં વચનો. એ વચન સમજાવા દૃષ્ટિ સમ્યક્ જોઈએ.’” શ્રીમદ્ રાજચંદ્ર વિ.પૃ.૬૬૩) II૩રા આગમના અભ્યાસે ઉજ્વલ સૌ વ્યવહાર સઘાતો, પોષાયે પરમાર્થ-વિચારો, ઉજ્વલ યશ ફેલાતો. અહોહો૩૩ અર્થ - - મહાપુરુષો દ્વારા રચિત આગમનો અભ્યાસ કરવાથી અથવા આત્મજ્ઞાની મહાપુરુષોના વચનામૃતના અભ્યાસથી સૌ વ્યવહાર પણ ઉજ્વલ રીતે અથવા પરમાર્થને પોષે એમ સધાય છે. તેથી પરમાર્થના એટલે જીવને આત્માર્થ સાધવાના વિચાર પણ ઉદ્ભવે છે. જેના પરિણામે સહજ ઉજ્જ્વલ ચા પણ જગતમાં ફેલાય છે, તે આગમોની રચના મહાપુરુષોએ શા માટે કરી છે તેનું કારણ પરમકૃપાળુદેવ જણાવે છે :– “તે પુરુષનાં વચનો આગમસ્વરૂપ છે, તોપણ વારંવાર પોતાથી વચનયોગની પ્રવૃત્તિ ન થાય તેથી, તથા નિરંતર સમાગમનો યોગ ન બને તેથી, તથા તે વચનનું શ્રવણ તાદૃશ સ્મરણમાં ન રહે તેથી, તેમજ કેટલાક ભાવોનું સ્વરૂપ જાણવામાં પરાવર્તનની જરૂર હોય છે તેથી, અને અનુપ્રેક્ષાનું બળ વૃદ્ધિ પામવાને અર્થે વીતરાગશ્રુત, વીતરાગ શાસ્ત્ર એક બળવાન ઉપકારી સાધન છે; જો કે તેવા મહાત્માપુરુષ દ્વારા જ
SR No.009272
Book TitlePragnav Bodh Part 01 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages590
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size286 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy