________________
૩૪૦
પ્રજ્ઞાવબોધ-વિવેચન ભાગ-૧
મણિશિખર શંખકુમારના શરણે આવ્યો અને ક્ષમા યાચીને મિત્ર બની ગયો. પછી પોતાની સાથે વૈતાગિરિ ઉપર આવેલ સિદ્ધાયતનમાં લઈ જઈ શાશ્વત જિનબિંબોની પૂજા કરાવીને જસમતીના પિતા જિતઅરિ રાજાની નગરી ચંપાપુરીએ લઈ ગયો. ।।૮।।
જસમતી સહિત ઘણી ખેચરી વી શંખકુંવર ત્યાં રહ્યો; પિતા શ્રીષેણે પત્રથી બોલાવતાં નિજપુર ગયો. તે ભુક્તભોગી રાય શંખકુમારને નિજ ગાી દે, ગુણધર મુનિ ગુરુની કને શ્રીષેણ દીક્ષા-ભાર લે. ૯
અર્થ :– ત્યાં શંખકુમાર પ્રથમ જસમતી સાથે લગ્ન કરી પછી ઘણી ખેચરી એટલે વિદ્યાધરોની કન્યાઓને પણ પરણી ત્યાં રહ્યો. પછી પિતા શ્રીષેણનો પત્ર આવતાં તે પોતાના નગર હસ્તિનાપુરમાં ગયો. પિતા શ્રીષેણ ભુક્તભોગી થઈ હવે પોતાના પુત્ર શંખકુમારને પોતાની રાજગાદી આપી પોતે ગુણઘર નામના ગુરુ ભગવંત પાસે જઈને દીક્ષા ગ્રહણ કરી. ।।૯।।
પ્રગટાવી કેવળજ્ઞાન તો શ્રીષેણ જગજન બોથતા, જ્યાં હસ્તિનાપુર આવિયાં નરનારી-ચિત્ત પ્રમોદતા. સુણી દેશના કે શંખનૃપ, જસમતી મતિપ્રભ આદિ લે— દીક્ષા, પછી ભી શાસ્ત્ર, તપ સર્વે કરે પૂરા બળે. ૧૦
અર્થ :પુરુષાર્થવડે કેવળજ્ઞાન પ્રગટાવી જગતના જીવોને બોધ આપતા શ્રીષેણ મુનિ પોતાની નગરી હસ્તિનાપુરમાં પધાર્યા. જેથી નરનારીઓના મનને ઘણો જ આનંદ થયો.
કેવળી ભગવંતની દેશના સાંભળીને રાજા શંખકુમાર, જસમતી, મંત્રી મતિપ્રભ તથા પૂર્વભવના ભાઈ સૂર અને સોમ જે અહીં પણ યશોધર અને ગુણઘર નામે ભાઈરૂપે હતા તેમણે પણ સાથે દીક્ષા લીઘી. પછી અનુક્રમે શાસ્ત્ર ભણી શંખમુનિ ગીતાર્થ થયા તથા સર્વે મુનિઓ મહાકઠીન તપને પૂરા બળપૂર્વક તપવા લાગ્યા. ।।૧૦।।
તે શંખમુનિ વળી તીર્થપતિપદ-કારણો આરાથતા, શુભ પ્રકૃતિ તીર્થંકર મનોહર શુભભાવે બાંઘતા; આયુષ્ય થોડું જાણીને તે અંત અનશન આદરે, પાદોપગમના વિધિએ તરુ જેવી તે સ્થિરતા ઘરે. ૧૧
અર્થ :— શંખમુનિ વળી અર્હમ્ભક્તિ વગેરે તીર્થંકરપદ પ્રાપ્તિના શુભ સ્થાનકોની આરાઘના કરતા મનોહર એવું તીર્થંકર નામકર્મ બાંધ્યું. હવે આયુષ્ય થોડું બાકી રહ્યું જાણીને અંતમાં પાદોપગમન નામના અનશનને વિધિપૂર્વક આદરી વૃક્ષ જેવી અડોલ સ્થિરતાને ઘારણ કરી ઘ્યાનમાં ઊભા રહ્યાં. ।।૧૧।।
અંતે સમાધિમરણ કરી ઊપજે જયંત વિમાનમાં, તેત્રીસ સાગર સુધી ૨હે અહમિન્દ્ર-સુખના તાનમાં; બી દેવ જસમતી આદિ જીવો તે જ વિમાને વસે, વ્રત-તપ-તરું-ફળ રૂપ વૈભવ-સુખમાં સૌ વિલસે. ૧૨
અર્થ :— અંતમાં સમાઘિમરણને સાઘી પાંચ અનુત્તર વિમાનમાંના જયંત વિમાનમાં ઉત્પન્ન થયા.