________________
૧ ૨૪
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
અર્થ :- પરિગ્રહ એ પાપ છે, પાપનો પિતા છે એવી પરિગ્રહરૂપી પાપઉપાધિનો ત્યાગ કરું, પંચ મહાવ્રત ધારણ કરવારૂપ મુનિભાવમાં દ્રઢતા રાખું, તથા મરણાંત સમયે પાપની આલોચના કરીને મરણ સુઘારું અર્થાત્ સમાધિમરણ કરું. આ મારા ત્રણ મનોરથ આ ભવમાં સદાય ઘારણ કરીને રાખું, પણ કદી તેને વિસારું નહીં. મારા આત્માનો સભ્ય જ્ઞાન, દર્શન, ચારિત્રમય જે સ્વભાવ છે તે સદા સુરક્ષિત રહો, તેની કાળજી રાખું પણ દેહની દરકાર કરું નહીં, અર્થાત્ નાશવંત એવા દેહની સંભાળમાં મનુષ્યભવનો અમૂલ્ય સમય વ્યતીત કરું નહીં, તથા મહાવ્રત જેવા મૌનવ્રતને હૃદયમાં ધારણ કરીને જરૂર પડ્યે સદા શુભ સત્ય વચનનો જ ઉચ્ચાર કરું. લા.
ઓળખ હે! જીવ, શુદ્ધ ગુરુંપદ, તે વિણ દેહ ઘરી ભટકે તું, દેહતણી નહિ ઓળખ સાચી, ન દેક્સગાઈ જરી હિત-હેતુ. ભાન વિના ભટકે ભેંત-પ્રેત સમાન, કહે મૂળ મૂઠ જ બીજું,
ખાય, પીએ, દિન સર્વ, ફરે, નહિ બંઘન-ત્રાસ પશુસમ કીધું. ૧૦ અર્થ - હવે ત્રણ મનોરથ પૂર્ણ કરવા હોય તો સદ્ગુરુ મેળવી આત્માને ઓળખવા માટે સત્સંગ, ભક્તિ, વૈરાગ્ય લાવ. હે જીવ! હવે તારા શુદ્ધ ગુરુપદનું ઓળખાણ કર, અર્થાત્ શુદ્ધ આત્મસ્વરૂપમય એવા ગુરુ એટલે મહાન આત્મપદને ઓળખ. અથવા શુદ્ધ આત્મપદને પ્રાપ્ત એવા શ્રી ગુરુની ઓળખાણ કર. તે વિના તું નવા નવા દેહ ઘારણ કરીને આ ચતુર્ગતિરૂપ સંસારમાં ભટક ભટક કરે છે. દેહને તું તારું સ્વરૂપ માને છે પણ તે તારી ઓળખાણ સાચી નથી. આ દેહ સાથેની સગાઈ એટલે દેહ પ્રત્યે જે તારો પ્રેમ છે તે તારા આત્માને જરાપણ હિતનું કારણ નથી. હે જીવ! તું તારું ભાન ભૂલી, ભૂત-પ્રેત સમાન આ સંસારમાં ભટકે છે. તું તારું મૂળ સ્વરૂપ જે અનંત સુખરૂપ છે, તેને મૂકી બીજાં જ કરે છે.
તું કર્માનુસાર ખાય છે, પીએ છે, આખો દિવસ ફરફર કરે છે, પણ કર્મબંધનનો ત્રાસ હજુ તને લાગતો નથી. માટે તારું જીવન પશુ સમાન છે એમ મહાપુરુષો કહે છે. ૧૦ના
ભાવ ફરે સત્સંગ થયે; પણ ત્યાંય ન બોઘની સોટીં ય લાગે, તે જીંવ કેમ હવે સુથરે? નહિ હિત અહિતનવિચારથી જાગે. કર્મ મહા બળવાન છતાં પુરુષાર્થ સદાય વસે છંવ પાસે;
એ જ ઉપાય ઉપાસ રહો, શુભ સાઘનનું ફળ શુભ જ થાશે. ૧૧ અર્થ :- સત્સંગ થવાથી જીવના ભાવ ફરે છે, પણ જેને સત્સંગમાં પણ સત્પરુષના બોઘની સોટી લાગતી નથી, તે જીવ હવે કેમ સુઘરે? કેમકે સત્સંગમાં આત્માનું હિત શામાં છે, અહિત શામાં છે, એવી વિચારણા થવા છતાં પણ જીવ જાગતો નથી. તેનું કારણ કર્મ મહા બળવાન છે. તો પણ જીવની પાસે સદાય પુરુષાર્થ વસે છે. એ પુરુષાર્થ કર્મને હણવાનો સાચો ઉપાય છે. માટે પુરુષાર્થની જ હંમેશાં ઉપાસના કર્યા રહો તો શુભ સાઘન કરવાનું ફળ કાલાન્તરે શુભ જ આવશે.
શ્રીમદ્ લઘુરાજ સ્વામી કહે છે કે પડ્યો રહે સત્સંગમાં, સાંભળ સાંભળ કર તો કોઈ દિવસ કામ થઈ જશે. ૧૧ાા.
માત્ર મનોરથ તારી શકે નહિ, બિન-મનોરથ સાઘન ક્યાંથી? સાઘન સત્ય, યથારથ શોઘી, સુભક્તિ કરે શરૂઆત જ ત્યાંથી.