________________
(૧૬) સમ્યગ્દર્શન
૧૮૭
અગ્નિભૂતિનું દ્રષ્ટાંત - આત્મા કર્મનો કર્તા ભોક્તા છે. હવે અગ્નિભૂતિ પણ પોતાના પાંચસો શિષ્યોને સાથે લઈ પ્રભુ પાસે દોડી આવ્યો. શ્રી મહાવીર પ્રભુએ તેને પણ તેના ગોત્ર અને નામના સંબોધનથી બોલાવી તેના મનનો સંદેહ કહી આપ્યો કે હે ગૌતમ ગૌત્રીય અગ્નિભૂતિ! તને કર્મ છે કે નહીં? એ વિષે નિરંતર મનમાં ગૂંચવાડો રહ્યા કરે છે ! તને આ શંકા પરસ્પર વિરુદ્ધ ભાસતાં વેદપદોથી થઈ છે.
વળી તું એમ માને છે કે “અરૂપી આત્માને રૂપી એવા કર્મનું ગ્રહણ અને નાશ કેમ સંભવે?” તે તારું માનવું અયુક્ત છે. કારણ કે આત્માનો મુખ્ય ગુણ જ્ઞાન છે અને તે અરૂપી છે. છતાં બ્રાહ્મી જેવા ઔષધો વડે અથવા ઘી, દૂઘ વગેરે સાત્ત્વિક પદાર્થોવડે તેને લાભ થતો જોઈએ છીએ, તેમજ મદિરા કે ઝેર જેવા પદાર્થોવડે જ્ઞાનગુણ હણાતો જોવામાં આવે છે. એટલે અમૂર્ત એવા આત્માને પણ મૂર્ત એવા પદાર્થોવડે લાભ કે હાનિ થવી જરૂર સંભવે છે.
જો કર્મ ન હોય તો એક સુખી અને બીજો દુઃખી, એક શેઠ અને બીજો નોકર, એવા ભેદો તથા આ સૃષ્ટિની બઘી વિચિત્રતાઓનું બીજાં કયું કારણ સંભવે? રાજા અને રંકની ઉચ્ચતા-નીચતામાં કંઈક કારણ તો અવશ્ય હોવું જોઈએ, અને તે કારણ તેમના શુભાશુભ કર્મ છે. કોઈપણ ક્રિયા નિષ્ફળ જતી નથી. દાન વિગેરે શુભ ક્રિયાઓ અને હિંસા વિગેરે અશુભ ક્રિયાઓના ફળ અવશ્ય હોય છે. તેથી ત્રીજું પદ આત્મા કર્મનો કર્તા છે તો ચોથું પદ આત્મા કર્મફળનો અવશ્ય ભોક્તા બને છે.
એ પ્રમાણે પ્રભુના મુખથી પ્રકાશ પામતી યુક્તિઓ સાંભળી અગ્નિભૂતિનો કર્મ વિષયક સંશય ઊડી ગયો. તેને શ્રદ્ધા થઈ કે “કર્મ છે અને તેના ફળ પણ છે. તેથી તેજ વખતે તેણે પણ પોતાના પાંચસો શિષ્યો સાથે પ્રભુ પાસે દીક્ષા ગ્રહણ કરી. -કલ્પસૂત્ર /૩૯ો
મોક્ષ મહા સુખદાયી નિરંતર, કર્મ ઘટાડી, મટાડી વરે જે, તે જીંવ ઘન્ય, ઘરે નહિ જન્મ ફરી ભવમાં, જગને શિખરે તે; મોક્ષ-ઉપાય સુઘર્મ ઘરો તપ, જ્ઞાન, સુદર્શન, ભક્તિ, વિરાગે,
કર્મ ઘુંટે સમભાવ, ક્ષમાદિથ; મુક્તિ વરે સહુ કર્મ જ ત્યાગે. અર્થ - હવે પાંચમું સ્થાનક તે “મોક્ષપદ છે. “મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા.” -શ્રીમદ્ રાજચંદ્ર
આત્માની કર્મમળ રહિત સંપૂર્ણ શુદ્ધ અવસ્થા તે જ મોક્ષપદ છે. તે મોક્ષ સ્થાનક નિરંતર મહાસુખદાયી છે. તે મોક્ષનું અંશે સુખ, કર્મમળ ઘટવાથી સમ્યગ્દર્શનવડે મળે છે. અને તે કમનો સર્વથા નાશ થયે કેવળજ્ઞાન પ્રગટવાથી જીવ શાશ્વત સુખશાંતિને પામે છે. તે જીવ ઘન્ય છે કે જે ફરી સંસારમાં કદી જન્મ લેવાનો નથી અને જગતના શિખર ઉપર એટલે લોકના અંતે મોક્ષ સ્થાનમાં જઈને બિરાજમાન થાય છે.
એ મોક્ષનું સુખ કેવું છે? તો કે ત્રણ લોકના ઇન્દ્રો, દેવો કે ચક્રવર્તીઓને જે સુખ છે, તે સર્વને એકત્ર કરીએ તો પણ તે મોક્ષસુખના અનંતમા ભાગમાં પણ આવી શકે નહીં. એમ જિનેશ્વરોએ પોતાના અનુભવથી મોક્ષપદને અનંતસુખથી ભરપૂર તથા અવિનાશી જણાવ્યું છે.
હવે છઠ્ઠું સ્થાનક તે “મોક્ષનો ઉપાય છે તે મોક્ષનો ઉપાય સાચો આત્મધર્મ છે. તે બાર પ્રકારના તપ વડે, સમ્યકજ્ઞાન વડે, સમ્યક્દર્શનવડે, દેવગુરુની ભક્તિવડે તથા સમ્યક્રચારિત્રરૂપ વીતરાગભાવ વડે સાધી શકાય છે. ઉદયમાં આવેલ સુખદુઃખના પ્રસંગોમાં સમભાવ રાખવાથી તથા ક્રોધાદિ કષાયોના ઉદયમાં ક્ષમાદિ ભાવોને ઘારણ કરવાથી બાંધેલા કમને છોડી શકાય છે. અને સર્વકર્મનો ત્યાગ થયે