SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ હોવી જોઈએ, તો જ તે જ્ઞાન સફળ છે. પરમપ્રેમરૂપ ભક્તિ વિનાનું જ્ઞાન શૂન્યવત્ છે. આ સર્વ સંતપુરુષોની શિખામણ છે. તેને હૃદયમાં કોતરી રાખવી. તથા પોતપોતાની ભૂમિકા અનુસાર વિચાર કરીને હમેશાં સદાચરણને જ સેવવા. તેમજ માત્ર એક આત્માર્થના જ લક્ષપૂર્વક નિષ્કામભાવે પ્રભુ ભક્તિમાં તન્મય રહેવું. એ આત્મકલ્યાણનો સુગમ ઉપાય છે. જગતના સર્વ જીવોનું હિત પણ આમાં જ સમાયેલું છે. “મહાત્મા કબીરજી તથા નરસિંહ મહેતાની ભક્તિ અનન્ય, અલૌકિક, અદ્ભુત અને સર્વોત્કૃષ્ટ હતી, તેમ છતાં તે નિઃસ્પૃહા હતી.” (વ.પૃ.૨૭૯) “પ્રભુભક્તિમાં જેમ બને તેમ તત્પર રહેવું. મોક્ષનો એ દુરંદર માર્ગ મને લાગ્યો છે.” (વ.પૃ.૩૩૫) ભક્તિપ્રથાન દશાએ વર્તવાથી જીવના સ્વચ્છંદાદિ દોષ સુગમપણે વિલય થાય છે; એવો પ્રઘાન આશય જ્ઞાની પુરુષોનો છે.” (વ.પૃ.૩૪૦) જે સત્પરુષોએ સદ્ગુરુની ભક્તિ નિરૂપણ કરી છે, તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે. જે વ્યક્તિને પ્રાપ્ત થવાથી સગુરુના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દૃષ્ટિગોચર થઈ અન્ય સ્વચ્છેદ મટે, અને સહેજે આત્મબોઘ થાય એમ જાણીને જે ભક્તિનું નિરૂપણ કર્યું છે, તે ભક્તિને અને તે સપુરુષોને ફરી ફરી ત્રિકાળ નમસ્કાર હો!” (વ.પૃ.૩૯૫) જે ભવ્યાત્મા પોતાના આત્માનું શ્રેય અર્થાત્ કલ્યાણ શામાં છે, એ જે જાણે છે તે જરૂર પોતાના આત્માને વિષયકષાયના ભાવોથી નિવારવા માટેનો પ્રયત્ન કરે છે. તેના ફળસ્વરૂપ પોતામાંજ રહેલા અનંત સદગુણોને ક્રમે કરી તે પામે છે. તે સદગુણો કેવી રીતે પ્રાપ્ત કરવા અને તેથી વિપરીત જે દુર્ગુણો છે તેને કેમ નિવારવા વગેરેનો બોઘ આ “સદ્ગુણ' નામના પાઠમાં આપવામાં આવે છે. તે નીચે પ્રમાણે છે : | (૩૬) સદ્ગુણ (વિમલ નિણંદશું જ્ઞાનવિનોદી મુખ છબી શશી અવહેલેજી—એ રાગ) વિનય સહિત વંદું સદગુરુ શ્રી રાજચંદ્ર સગુણીજી, દુર્લભ આત્મગુણો પ્રગટાવ્યા, શક્તિ કોઈ ન ઊણીજી. વિનય અર્થ – વિનયપૂર્વક શ્રીમદ્ રાજચંદ્ર સદ્દગુરુ ભગવંતને હું પ્રણામ કરું છું, કે જે સગુણોથી યુક્ત છે. જેણે શુદ્ધ સમકિત પ્રાપ્ત કરી દુર્લભ એવા આત્મગુણોને પ્રગટ કર્યા છે. તેથી કોઈ પ્રકારે આત્મશક્તિની જેમાં ઊણપ નથી. “મુજ અવગુણ ગુરુરાજ ગુણ માનું અનંત અમાપ; બાળક કર પહોળા કરી દે દરિયાનું માપ.” |૧|| આત્માના પ્રત્યેક પ્રદેશે સગુણ સર્વ વિરાજેજી, કર્મ-કલંક ટળે તો સર્વે આપોઆપ પ્રકાશજી. વિનય અર્થ :- આત્માના પ્રત્યેક પ્રદેશમાં સર્વ સદગુણો બિરાજમાન છે. તે કર્મોથી ઢંકાયેલા છે. તે
SR No.009272
Book TitlePragnav Bodh Part 01 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages590
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size286 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy