________________
४४४
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
જીવન જીવ્યા. તે વિષે એક પત્રમાં પોતાની દશા જણાવે છે :
“ચરમશરીરીપણું જાણીએ કે આ કાળમાં નથી, તથાપિ અશરીરીભાવપણે આત્મસ્થિતિ છે તો તે ભાવન ચરમશરીરીપણું નહીં, પણ સિદ્ધપણું છે; અને તે અશરીરીભાવ આ કાળને વિષે નથી એમ અત્રે કહીએ, તો આ કાળમાં અમે પોતે નથી, એમ કહેવા તુલ્ય છે. વિશેષ શું કહીએ?” (વ.પૃ.૩૫૪)
પરમકૃપાળુદેવને આ દેહ ઘારણ કરેલ હોવા છતાં તેનું પણ ભાન નથી. પોતા વિષે લખે છે કે – “અમે દેહઘારી છીએ કે કેમ તે સંભારીએ ત્યારે માંડ જાણીએ છીએ.” (વ.પૃ.૨૯૦)
તથા હમેશાં અવિષમ ઉપયોગે આત્મસ્વભાવમાં રહેનારા એવા આ ગુરુ છે. જેના આત્માનો ઉપયોગ સદા સમ રહે છે પણ વિષમ થતો નથી. એ વિષે એક પત્રમાં સ્વયં જણાવે છે કે – “અવિષમભાવ વિના અમને પણ અબંઘપણા માટે બીજો કોઈ અધિકાર નથી. મૌનપણું ભજવા યોગ્ય માર્ગ છે.” (વ.પૃ.૬૧૭)
એ વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે ગુરુ કરવા હોય તો આવા સમભાવમાં રમનારા મહાત્માને જ ગુરુ કરવા જોઈએ; કે જેથી આપણો આત્મા પણ સમભાવને પામી સર્વકર્મથી મુક્ત થાય. લા.
શરીર શું? તે શી શી ચીજનું સ્થાન, જો, મૂળ તપાસીને નિર્ણય કરવો ઘટે રે લો; કાયા-માયામાં ઑવ તો ગુલતાન જો, કાયાની ચિંતા શાને હજું ના મટે રે લો? ૨
અર્થ – આ શરીર શું છે? તે કયા પ્રકારની વસ્તુઓનું બનેલું છે? તેની મૂળથી તપાસ કરીને નિર્ણય કરવો યોગ્ય છે.
“ખાણ મૂત્રને મળની, રોગ જરાને નિવાસનું ઘામ;
કાયા એવી ગણીને, માન તજીને કર સાર્થક આમ.” -શ્રીમદ્ રાજચંદ્ર ‘ભાવનાબોથ’ કાયાની મોહમાયામાં જ જીવ હમેશાં ગુલતાન એટલે મસ્તાન થઈને ફરે છે. આ કાયાને કંઈ પણ દુઃખ ન ઊપજે તેની ચિંતામાં રહ્યા કરે છે; પણ તે દુ:ખ કેમ મટતું નથી. મરણ ભય, અકસ્માત ભય, વેદના ભય, અરક્ષા ભય, અગુતિ ભય કે આલોક, પરલોકનો ભય સદા રહે છે તેનું શું કારણ હશે? તે જાણવું જોઈએ. રાા
જનન-રુધિર સહ વીર્ય પિતાનું બીજ જો, ગર્ભ વિષે આહાર પ્રથમ આ જીવનો રે લો; ગંદા સ્થાને શરીર રચે એ ચીજ જો, પ્રવાહી પરપોટો પહેલો ત્યાં બન્યો રે લો. ૩
હવે આ કાયાને સુખી રાખવાની ચિંતા કે ભય કેમ મટે તેનો ઉપાય બતાવવા પહેલા આ કાયા કેવી રીતે બને છે તેના સ્વરૂપનું વર્ણન કરે છે :
અર્થ - આ કાયાની રચના ગર્ભમાં પ્રથમ માતાના રૂદિર સાથે પિતાનું વીર્યરૂપ બીજ મળવાથી થાય છે. માતાના ગર્ભમાં જીવનો પ્રથમ આહાર પણ એ જ છે. ગર્ભ જેવા ગંદા સ્થાનમાં આ જીવ પ્રથમ વીર્ય અને રૂધિર જેવી ચીજોથી શરીરની રચના કરે છે. ત્યાં પ્રથમ પ્રવાહીરૂપે પરપોટાનો આકાર બને છે.
“હે આત્મા! આ દેહના સ્વરૂપનું ચિંતવન કર. મહા મલિન માતાના લોહીથી અને પિતાના વીર્યથી આ તારું શરીર ઊપસ્યું છે. મહા મલિન ગર્ભમાં, લોહી અને માંસથી ભરેલી ઓરના પરપોટામાં નવ માસ પૂરા કરીને મહા દુર્ગઘવાળી મલિન યોનિમાં થઈને નીકળતાં તેં ઘોર સંકટ સહન કર્યા છે. લોહી, માંસ, હાડકાં, ચામડી, વીર્ય, ચરબી અને નસો એ સાત ઘાતુની જાલરૂપ દેહ તેં ઘર્યો છે તે મળ-મૂત્ર, કીડા-કરમિયાથી ભરેલો મહા અશુચિ છે. શરીરના નવે દ્વારમાંથી નિરંતર દુર્ગઘ, મળ ઝરે છે. મળનો