SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૬) સમ્યગ્દર્શન ૧૮ ૫ માંગતા શરમ કેમ નથી આવતી? હું એક કુંથુઆની પણ હિંસા કરવાનો નથી. ત્યારે યક્ષ કહે હું મારું બળ બતાવીશ. એમ કહી અદ્રશ્ય થઈ ગયો. એક દિવસ વનમાં આવેલ મંદિરમાં પ્રભુની પૂજા કરીને કુમાર ઘરે આવતો હતો. તે વખતે માર્ગમાં કુમારના બે પગ પકડીને તેને પૃથ્વી પર પછાડીને યક્ષ બોલ્યો કે અરે ! હજા સુધી તું તારો આગ્રહ મૂકતો નથી? ત્યારે કુમાર કહે કે હે યક્ષ! તું જીવ હિંસા છોડી દે. કહ્યું છે કે પરોપકાર કરવો તે પુણ્યને માટે છે. અને પરને પીડા આપવી તે પાપને માટે છે.' કુમારનું આવું વચન સાંભળી યક્ષ બોલ્યો કે તું જીવ હિંસા ન કરે તો માત્ર મને પ્રણામ કર. કુમાર કહે – પ્રણામ ઘણા પ્રકારના છે. હાસ્યપ્રણામ, વિનયપ્રણામ વગેરે ઘણા તેના પ્રકાર છે. ત્યારે યક્ષ કહે ભાવપ્રણામ કર. કુમાર કહે - તું જ સંસારસાગરમાં ડુબેલો છે તો તને ભાવપ્રણામ કરવાથી મને શો લાભ થાય. આ પ્રમાણે યુક્તિથી રાજકુમારે યક્ષને પ્રતિબોઘ પમાડ્યો. એટલે સંતુષ્ટ થઈ તેણે કુમાર ઉપર પુષ્પવૃષ્ટિ કરી અને કહ્યું કે સંકટ સમયે યાદ કરજે. એમ કહી પોતાના સ્વસ્થાનકે ચાલ્યો ગયો. વિક્રમરાજાની જેમ સમકિતનું છ ભાવનાથી યુક્ત માહાસ્ય જાણી તેને વળગી રહેવાથી આ ભવ પરભવ બન્નેમાં શુભનો ઉદય થાય છે. In૩ળા છ સ્થાનક સ્થાનક સમ્યગ્દર્શનનાં ષ સુજ્ઞ વિચાર કરી સમજી લે, હંસ સમાન વિવેક-સુચંચુ અનુભવ-અમૃતનો રસ પી લેઃછે જીવ ચેતન-લક્ષણવંત, અજીવ શરીર સદા શબ જેવું; જીવ વિના ન જણાય કશુંય, નહીં નિજ ભાન, ગણાય જ કેવું? છે જીંવ નિત્ય, વિચાર કરો, શિશુને સ્તનપાન ન કોઈ શિખાવે, પૂર્વ ભવે પુરુષાર્થ કરેલ અનુભવમાં વળી કોઈક લાવે. અર્થ :- હવે સમ્યગ્દર્શનના છ સ્થાનક છે તેને જણાવે છે : આ છ સ્થાનકને હે સુજ્ઞ! તું વિચાર કરીને સમજી લે. તથા હંસ પક્ષીની જેમ વિવેકરૂપી સમ્યક ચાંચવડે જડ ચેતનનો ભેદ કરી આત્મઅનુભવરૂપ અમૃતરસનું પાન કરી લે. તેના માટે નીચે પ્રમાણે છે સ્થાનકનું સ્વરૂપ વિચારવું. પહેલું સ્થાનક તે “પ્રથમ પદ આત્મા છે.” તે જીવ ચેતન લક્ષણવંત છે. જ્યારે અજીવ એટલે અચેતન એવું શરીર તે તો સદા શબ એટલે મડદા જેવું છે. જગતમાં જીવ નામનો પદાર્થ ન હોય તો કશુંય જણાય નહીં. આપણા આત્માને પોતાનું ભાન નથી તો તે કેવું જ્ઞાન કહેવું. “ઘટ પટ આદિ જાણ તું, તેથી તેને માન; જાણનાર તે માન નહીં, કહીએ કેવું જ્ઞાન.”-આત્મસિદ્ધિ બીજા સ્થાનક તે “આત્મા નિત્ય છે.” જો તે જીવ નિત્ય ન હોય તો જન્મતા બાળકને સ્તનપાન કરવાનું કોણ શીખવે છે? કોઈ નહીં. તે તો એના પૂર્વભવના સંસ્કાર છે, પૂર્વભવમાં શીખેલું જ છે માટે તેને આવડે છે. પૂર્વભવમાં જે જે પુરુષાર્થ કર્યા હોય તે વળી કોઈક ને કોઈક ભવમાં અનુભવમાં આવી જાય છે. અર્થાત જાતિસ્મરણજ્ઞાનડે પૂર્વભવમાં તેણે શું શું કરેલ તે જાણી જાય છે. એથી એ જ આત્મા પૂર્વભવમાં હતો, તે તેના નિત્યપણાની સિદ્ધિ કરે છે. તે ઉપર દ્રષ્ટાંત –
SR No.009272
Book TitlePragnav Bodh Part 01 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages590
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size286 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy