________________
(૨૯) શ્રી નેમિનાથ પ્રભુ ભાગ-૨
૩૪૭
સમકિત પામી ના વમે તે સ્ત્રી-દશા પામે નહીં,
મિથ્યાત્વનું ફળ નારી-ભવ, સમકિત શિવ-હેતું અહીં.” ૩૫ અર્થ - પતિ હોય પણ મરી જાય તો તેના વિયોગે દુઃખી થાય. તેમજ વિઘવાપણું તે તો દુઃખથી જ ભર્યું છે. એમ જીવતા સુઘી અજ્ઞાનના કારણે આધિ વ્યાધિ અને ઉપાથિના દુઃખે તે બળ્યા કરે છે. તેથી નારી જગતમાં કિંચિત્ માત્ર પણ સુખી નથી.
સમકિતને પામીને જો વમે નહીં તો ફરી વાર તે સ્ત્રીપણું પામે નહીં. મિથ્યાત્વ હોય તો સ્ત્રીનો ભવ મળી શકે, પણ સમકિત તો મોક્ષપ્રાપ્તિનું જ કારણ છે. //૩પા
રથનેમિ નેમિભ્રાત ઊંડી પ્રીતિ રાજુલ પર ઘરે, રાજીમતી સમજાવતી પણ પ્રીતિ તેની ના ફરે; કુંડી કનકની આપવા રથનેમિને કહે સુંદરી,
લઈ ઓકી કાઢે જઈ પીઘેલું ને કહે: “પીવો જરી.” ૩૬ અર્થ - શ્રી નેમિનાથના ભાઈ રથનેમિ તે રાજાલ એટલે રાજીમતી ઉપર ઘણો પ્રેમ રાખે છે. રાજીમતી તેને સમજાવે છે છતાં તેનો પ્રેમ તેના ઉપરથી ખસતો નથી. એકવાર સુંદરી રાજીમતીએ રથનેમિને કનક એટલે સોનાની કુંડી આપવા કહ્યું. તેમાં પોતે પીઘેલું જળ ઓકી કાઢી રથનેમિને તેમાંથી થોડું પીવા કહ્યું. ૩૬ાા
“રે! શ્વાન વામને રાચતાં, તેમાં નહીં મારી પ્રીતિ.” “તો નેમિનાથે જે વમી સ્ત્રી તે ચહો એ કયી નીતિ? સ્વર્ણ-કુંડી સમ ગણો આ દેહ દુર્ગધી ભર્યો.”
રાજીમતીની યુક્તિથી રથનેમિ ઝટ પાછો ફર્યો. ૩૭ અર્થ - ત્યારે રથનેમિ કહે અરે ! ઊલટી કરેલાને ચાટવા માટે તો શ્વાન એટલે કૂતરાઓ મંડી પડે છે, મારી તેમાં પ્રીતિ કેમ હોય? ત્યારે રાજાલ કહે કે તો પછી નેમિનાથે મને વમી નાખી તે સ્ત્રીને તમે ઇચ્છો એ નીતિનો કયો પ્રકાર છે; તે પણ શ્વાનનો જ પ્રકાર થયો.
સોનાની કુંડી સમાન આ દેહને મળમૂત્રાદિ દુર્ગધ પદાર્થોથી જ ભરેલો જાણો. રાજીમતીની આવી યુક્તિથી રથનેમિ વિકારી ભાવોથી શીધ્ર પાછો વળી ગયો. ૩ળા
બે દિવસના ઉપવાસ ઘારી, નેમિમુનિ સમતા ઘરે; પ્રગટાવી ચોથું જ્ઞાન તે વરદત્ત-ઘર પાવન કરે. છપ્પન દિવસ રહીં ઘર્મધ્યાને ક્ષપક શ્રેણી આદરે,
આસો સુદિ પડવે સવારે નેમિમુનિ કેવળ વરે. ૩૮ અર્થ :- દીક્ષા લઈને નેમિનાથ પ્રભુએ બે દિવસના ઉપવાસ ઘારણ કર્યા. સમતાભાવમાં સ્થિત રહીને ચોથું મન:પર્યવજ્ઞાન પ્રગટાવ્યું. પ્રથમ પારણું વરદત્તને ત્યાં કરી તેનું ઘર પવિત્ર કર્યું. પછી છપ્પન દિવસ સુધી ઘર્મધ્યાનમાં રહીને ક્ષપકશ્રેણી માંડી આસો સુદ એકમની સવારે શ્રી નેમિનાથ પ્રભુ કેવળજ્ઞાનને પામ્યા. [૩૮