SearchBrowseAboutContactDonate
Page Preview
Page 486
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૮ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ મૂઈના, “શ્રી ગોકુળચરિત્ર'માં આપે દર્શાવેલી નિર્જનાવસ્થા તેની ખામી, સત્સંગ વિનાનો વાસ, સ્વમાન અને અયથાર્થ દ્રષ્ટિ એ છે.” (વ.પૃ.૧૯૧) જ્યાં સુધી આત્મા કાર્મણ શરીર સાથે સંબંધ ઘરાવે છે ત્યાં સુધી તેને ફરી ફરી ઔદારિક કે વૈક્રિયક શરીર ઘારણ કરવારૂપ પુનર્જન્મ લેવા પડે છે. પૂર્વ આયુના પૂર્ણ થવાને મરણ કહે છે અને પુનઃ એટલે ફરીથી નવીન આયુના ઉદયને જન્મ કહે છે. જ્યાં સુધી જીવની સકર્મ અવસ્થા છે ત્યાં સુધી જીવ જાનું વસ્ત્ર બદલાવી કોઈ નવું વસ્ત્ર પહેરે તેમ આ જીવ જુનું ખોળિયું બદલાવી નવું ખોળિયું ઘારણ કરીને પુનર્જન્મ પામે છે; અને નાટકના પાત્રની જેમ નવા નવા વેષમાં તે દેખાવ દે છે. આ પુનર્જન્મનો સિદ્ધાંત આગમથી, અનુમાનથી કે અનુભવથી જાણી શકાય છે. [૨૪] જડ, ચૈતન્ય બે જુદાં; ચૈતન્ય ઉપયોગી છે, જડ જાણે નહીં કાંઈ; દ્રવ્યો સૌ અવિનાશ છે. ૨૫ અર્થ - પુનર્જન્મની શ્રદ્ધા થવાથી આ આત્મા આ દેહથી ભિન્ન છે એમ અનુમાની શકાય છે; કેમકે તે આ દેહ છોડી બીજા દેહને ઘારણ કરે છે માટે. તેથી આ બેય દ્રવ્યના જાદાપણા વિષે હવે વિશેષ સ્પષ્ટતા કરે છે - જડ અને ચૈતન્ય એ બેય દ્રવ્ય જાદા છે. ચૈતન્ય એવો આત્મા તેનું લક્ષણ ‘ઉપયોગ” છે. જ્ઞાન ઉપયોગ અને દર્શન ઉપયોગ એ આત્માના મુખ્ય ગુણ છે. જ્યારે જડ દ્રવ્ય કંઈ જાણતું નથી. છતાં જગતમાં રહેલા જીવ, અજીવ, થર્મ, અધર્મ, આકાશ અને કાળ એ સર્વ દ્રવ્યો અવિનાશી છે, અર્થાત્ ત્રણેય કાળમાં તેનો વિનાશ નથી. તેના પર્યાયો સમયે સમયે પલટાય છે. પણ મૂળ દ્રવ્ય સદા અવિનાશી સ્વભાવવાળું છે. જડ ચેતનનો ભિન્ન છે, કેવળ પ્રગટ સ્વભાવ; એકપણું પામે નહીં, ત્રણે કાળ દયભાવ.” -શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર “છે દેહાદિથી ભિન્ન આત્મા રે, ઉપયોગી સદા અવિનાશ, એમ જાણો સગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ. મૂળ મારગ સાંભળો જિનનો રે.” -શ્રીમદ્ રાજચંદ્ર “ચૈતન્ય” અને “જડ” એ બે ઓળખવાને માટે તે બન્ને વચ્ચે જે ભિન્ન ઘર્મ છે તે પ્રથમ ઓળખાવો જોઈએ; અને તે ભિન્ન થર્મમાં પણ મુખ્ય ભિન્ન ઘર્મ જે ઓળખવાનો છે તે આ છે કે, “ચૈતન્ય’માં ‘ઉપયોગ” (કોઈ પણ વસ્તુનો જે વડે બોથ થાય તે વસ્તુ) રહ્યો છે અને “જડ'માં તે નથી.” (વ.પૃ.૧૯૦) //રપાઈ અશુદ્ધ ઉપયોગી જે જીવ કર્મ ગ્રહી રહ્યો, અપૂર્ણ પદમાં તે છે, છદ્મસ્થ પણ તે કહ્યો. ૨૬ અર્થ :- આત્માના વિભાવમય અશુદ્ધ ઉપયોગથી જીવ નવીન કર્મને ગ્રહણ કરી રહ્યો છે. અને તેથી જ જીવનો પુનર્જન્મ છે. જ્યાં સુધી જીવ પોતાના સ્વરૂપને યથાર્થ સમજતો નથી ત્યાં સુધી તે અશુદ્ધ અથવા અપૂર્ણ પદમાં સ્થિતિ કરેલ કહેવાય છે અર્થાત્ પોતાનું શુદ્ધ ઉપયોગમય સ્વરૂપ હોવા છતાં વ્યવહારનયે તે અશુદ્ધ, અપૂર્ણ અથવા છદ્મસ્થ કહેવાય છે. જીવનો મુખ્ય ગુણ ના લક્ષણ છે તે “ઉપયોગ” (કોઈ પણ વસ્તુસંબંઘી લાગણી, બોઘ, જ્ઞાન) અશુદ્ધ અને અપૂર્ણ ઉપયોગ જેને રહ્યો છે તે જીવ– “વ્યવહારની અપેક્ષાએ–આત્મા સ્વસ્વરૂપે પરમાત્મા
SR No.009272
Book TitlePragnav Bodh Part 01 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages590
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size286 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy