________________
(૪૦) પુનર્જન્મ
૪૫ ૭
“ “જાતિસ્મરણજ્ઞાન” વિષે જે શંકા રહે છે તેનું સમાઘાન આ ઉપરથી થશે -જેમ બાલ્યાવસ્થાને વિષે જે કાંઈ જોયું હોય અથવા અનુભવ્યું હોય તેનું સ્મરણ વૃદ્ધાવસ્થામાં કેટલાકને થાય ને કેટલાકને ન થાય, તેમ પૂર્વભવનું ભાન કેટલાકને રહે, ને કેટલાકને ન રહે. ન રહેવાનું કારણ એ છે કે પૂર્વદેહ છોડતાં બાહ્ય પદાર્થોને વિષે જીવ વળગી રહી મરણ કરે છે અને નવો દેહ પામી તેમાં જ આસક્ત રહે છે, તેને પૂર્વપર્યાયનું ભાન રહે નહીં; આથી ઊલટી રીતે પ્રવર્તનારને એટલે અવકાશ રાખ્યો હોય તેને પૂર્વનો ભવ અનુભવવામાં આવે છે.” (વ.પૃ.૭૬૭) ૨૧૧
ગર્ભાવાસ વળી તેવો દુઃખદાયક જાણવો,
મૂઢતા વય નાનીમાં, સ્નેહ દેહ વિષે નવો. ૨૨ અર્થ - વળી ગર્ભાવાસની સ્થિતિ પણ તેવી જ દુઃખદાયક જાણવી કે જ્યાં પૂર્વમૃતિને અવકાશ નથી. તથા જન્મ્યા પછી નાની બાળવય પણ મૂઢતાથી જ યુક્ત છે. તથા નવો દેહ ધારણ કર્યો તેમાં પણ જીવને ઘણો સ્નેહ રહે છે. ગારરાા
પૂર્વ પર્યાયની સ્મૃતિ કરવા અવકાશ ક્યાં?
તેથી પૂર્વ ભવો ભૂલ્યો, રહ્યો રાચી વિનાશ જ્યાં. ૨૩ અર્થ - એમ પૂર્વ પર્યાય એટલે પૂર્વજન્મોમાં થયેલ દુઃખદ અવસ્થાઓ યાદ રહેવાનો તેને અવકાશ ક્યાં રહ્યો? જેથી પૂર્વભવની સ્મૃતિને સાવ ભૂલી જઈ નાશવંત એવા નવીન દેહમાં રાચી માચીને આ જીવ અજ્ઞાનવશ માનવદેહના અમૂલ્ય સમયને નકામા કર્મ બંધનના કારણોમાં જ વ્યતીત કરે છે.
એક માણસ વીશ વર્ષનો અને બીજો માણસ સો વર્ષનો થઈ મરી જાય તે બેઉ જણે પાંચ વર્ષની ઉંમરે જે જોયું અથવા અનુભવ્યું હોય તે જો અમુક વર્ષ સુઘી સ્મૃતિમાં રહે, એવી સ્થિતિ હોય તો વીશ વર્ષે મરી જાય તેને એકવીસમે વર્ષે ફરીથી જમ્યા પછી સ્મૃતિ થાય, પણ તેમ થતું નથી. કારણ કે પૂર્વપર્યાયમાં તેને પૂરતા સ્મૃતિનાં સાઘનો નહીં હોવાથી પૂર્વપર્યાય છોડતાં મૃત્યુ આદિ વેદનાના કારણને લઈને, નવો દેહ ઘારણ કરતાં ગર્ભાવાસને લઈને, બાલપણામાં મૂઢપણાને લઈને, અને વર્તમાન દેહમાં અતિ લીનતાને લઈને પૂર્વપર્યાયની સ્મૃતિ કરવાનો અવકાશ જ મળતો નથી; તથાપિ જેમ ગર્ભાવાસ તથા બાલપણું સ્મૃતિમાં રહે નહીં તેથી કરી તે નહોતાં એમ નથી, તેમ ઉપરનાં કારણોને લઈને પૂર્વપર્યાય સ્મૃતિમાં રહે નહીં તેથી કરી તે નહોતા એમ કહેવાય નહીં.” (વ.પૃ.૭૬૭) /૨૩ણા.
યોગથી, શાસ્ત્રથી કોઈ, કોઈ સે'જ સ્વભાવથી,
છે પુનર્જન્મ” એ સિદ્ધિ પામે આત્મપ્રભાવથી. ૨૪ અર્થ – પુનર્જન્મ' ની સિદ્ધિ કોઈકને યોગસાધનાથી થાય છે. કોઈકને વળી શાસ્ત્રના વચનો સાંભળવાથી પૂર્વજન્મની સ્મૃતિ થઈ આવે છે. જેમકે અવંતિસુકુમારને નલીનીગુલ્મ વિમાનનું વર્ણન શાસ્ત્ર દ્વારા સાંભળતા પૂર્વભવમાં પોતે તે વિમાનમાં હતો તે સાંભરી આવ્યું અને જાતિસ્મરણ જ્ઞાન થઈ ગયું. અથવા કોઈકને પૂર્વભવમાં કરેલ આરાઘનથી સહજ સ્વભાવે જ પૂર્વભવની સ્મૃતિ થઈ આવે છે. જેમકે વજકુમારને જન્મતા જ જાતિસ્મરણ જ્ઞાન ઊપસ્યું. એમ પૂર્વે આત્મામાં આવા સંસ્કાર પડેલા હોય તો તેના પ્રભાવથી આમ બને છે એમ જાણી પુનર્જન્મની સિદ્ધિ થાય છે.
“પુનર્જન્મ છે' તે યોગથી, શાસ્ત્રથી અને સહજરૂપે અનેક પુરુષોને સિદ્ધ થયેલ છે. આ કાળમાં એ વિષે અનેક પુરુષોને નિઃશંકતા નથી થતી તેનાં કારણો માત્ર સાત્ત્વિકતાની ન્યૂનતા, ત્રિવિઘતાપની