SearchBrowseAboutContactDonate
Page Preview
Page 527
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૪) નિર્દોષ નર - શ્રી રામ ભાગ-૩ ૪૯૯ અભિપ્રાય નિજ જણાવવાને મોકલી મંજરિકા દૂતી, દૂત વિનય સહ કહે સતા પ્રતિઃ “હે દેવી, તું બુદ્ધિમતી. પટરાણી પદ અર્પી તુજને અતિ સુખ દેશે લંકપતિ. તો યૌવન શાને કરમાવે? તર્જી દે જૂની રામ-સ્મૃતિ. ૫૫ અર્થ - રાવણે પોતાનો અભિપ્રાય જણાવવા મંજરિકા નામની દૂતીને સીતા પાસે મોકલી. તેણે આવીને વિનયપૂર્વક સીતા પ્રતિ કહ્યું કે હે દેવી! તું બુદ્ધિમાન છે. તને લંકાપતિ રાવણ પટરાણીનું પદ આપીને અતિ સુખ દેશે તો તારી આ યૌવન અવસ્થાને શા માટે કરમાવે છે? રામની સ્મૃતિ હવે જુની થઈ એમ માનીને તેને તજી દે. પપા રામચંદ્ર રાવણને જીતી, લઈ જાશે મુજને એવી, આશા રાખે નિષ્ફળ શાને, મઘુર શેરડી-ફળ જેવી? ભૂખ્યા મૃગપતિના મુખથી મૃગ કોઈ મુકાવી નહિ શકશે, જન્માંતર જાણી પટરાણી રાવણની બન ભાગ્યવશે.” ૫૬ અર્થ - રામચંદ્ર રાવણને જીતી મને લઈ જશે એવી શેરડીના ફળ જેવી મીઠી આશા રાખવી તે હવે નિષ્ફળ છે. જેમ ભૂખ્યા મૃગપતિ એટલે સિંહના મુખમાં પ્રવેશેલ હરણને કોઈ મુકાવી શકે નહીં તેમ રાવણના હાથમાં આવેલ હરણી જેવી તને કોણ છોડાવવા સમર્થ છે? માટે તારો નવો જન્મ થયો એમ જાણીને તું રાવણની પટરાણી બની જા; અને તારા ભાગ્યનો ઉદય થયો એમ જાણ. //પકા (૪૪) નિર્દોષ નર - શ્રી રામ ભાગ-૩ * અચળ હૃદય સીતાનું સમજી રાવણ કામાથીન કહે : “કુળ-રક્ષા કરવાનું થારે તે સૌ વ્યર્થ વિચાર લહે; લજ્જા રાખ નહીં કંઈ મનમાં હીન સંબંઘ ન મુજ સાથે, નર્થી ચિરપરિચિત પ્રેમ તજાતો, રામ રહ્યા મારે માથે - ૧ અર્થ - અનેક પ્રયત્નો કરવા છતાં સીતા સતીનું મન અચળ જાણીને કામાથીન રાવણ સીતાને કહેવા લાગ્યો કે ઉચ્ચકુળમાં ઉત્પન્ન થઈને આવું કામ મારાથી કેમ થાય. મારે શીલ પાળીને કુળની રક્ષા કરવી જોઈએ એ બઘા વ્યર્થ વિચાર છે. મારી સાથેનો તારો સંબંધ એ કોઈ નીચ કુળનો નથી. તેથી મનમાં લજ્જા રાખવી એ પણ યોગ્ય નથી. રામ મારે માથે ઘણી છે, એનો ચિરપરિચિત પ્રેમ તજાતો નથી એ બધું ભૂલવા જેવું છે. [૧]
SR No.009272
Book TitlePragnav Bodh Part 01 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages590
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size286 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy