________________
૪૯૮
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
રામ કહે : “મુજ મુદ્રા તું લઈ, તુર્ત સતાની પાસ જઈ,
આવ કુશળતા કહી લંકા જઈ, આશ્વાસન સીતાને દઈ.” ૫૧ અર્થ - આ મારો મિત્ર અમિતગતિ અણુસમાન અનેકરૂપ ઘારણ કરી શકે છે. ભલા દૂત જેવો છે. એને સર્વ અણુમાન (હનુમાન) કહે છે. આ ગમે ત્યાં જઈ શકે છે અને મહાનવીર જાણો.
આ સાંભળી શ્રીરામ કહે : મારી મુદ્રા એટલે વીંટી લઈને તું તુર્ત સીતાની પાસે લંકામાં જા. અને સીતાને અમારી કુશળતા જણાવી આશ્વાસન આપીને પાછો આવ. //૫૧||
નમન કરીને દંત થઈ ચાલ્યો ચિહ્ન સતાના સર્વ સુણી, અણુમાન નભમાં ઊડી આવ્યો, લંકા નીરખે આત્મ-ગુણી; ભ્રમર બનીને શોધે સીતા, રાજસભા નીરખી લીઘી,
અંતઃપુરમાં ભમી વળ્યો પણ ભાળ ન ક્યાંય મળી સીથી. ૫૨ અર્થ - શ્રીરામને નમન કરી હનુમાન દૂત થઈને લંકા માટે રવાના થયા. શ્રીરામે સીતાના સર્વ ચિહ્નો બતાવી દીધા કે તે કેવી છે. હનુમાન આકાશમાં ઊડીને લંકામાં આવ્યા. જેનો આત્મા ગુણવાન છે એવા હનુમાન હવે લંકાને સીતાની ભાળ માટે નીરખી નીરખીને જુએ છે.
તે ભમરાનું રૂપ લઈને સીતા સતીને શોધે છે. રાજસભા નીરખીને જોઈ લીધી. રાજાના અંતઃપુરમાં પણ ભમી વળ્યો પણ ક્યાંય સીતાની ભાળ મળી નહીં. પરા
ભ્રમર-કોકિલા કૂજિત ઉપવન નંદન નામે જ્યાં નીરખે, અશોકતરુ નીચે સીતા સતી શોક સહિત દેખી હરખે; કલ્પલતા સમ સીતાને ચિંતા-દાવાનલમાં દેખી,
રાવણ પ્રતિ અતિ ક્રોઘ ઘરે દૂત પણ અવસર લે છે પરખી. ૫૩ અર્થ :- ભમરા અને કોકિલના સ્વરથી ગુંજાયમાન એવા નંદન નામના બગીચાને જ્યાં જોયો કે અશોકવૃક્ષ નીચે સીતા સતીને શોકસહિત બેઠેલા જોઈને હનુમાનનું મન હર્ષિત થઈ ગયું.
કલ્પવેલી સમાન સીતાને ચિંતારૂપી દાવાનલમાં બળતી દેખીને રાવણ પ્રત્યે હનુમાન દૂતને અત્યંત ક્રોઘ આવ્યો પણ અવસરનો જાણ હોવાથી, હવે લડાઈનો સમય નથી પણ સોંપેલ કામની સિદ્ધિ કેમ થાય, તેનો જ ઉપાય હવે તો લેવો જોઈએ. પલા
સાત દિવસમાં સીતાની શી દશા થઈ તે નીરખવા, જાતે રાવણ મંદોદરી સહ આવ્યો સીતા રીઝવવા. સુણીશ ક્યારે રામકુશળતા?’ એમ શોચતી સતી દેખી,
રાવણ ચકિત થઈ ચિંતવતો, “પતિવ્રતા તો આ પેખી.” ૫૪ અર્થ :- સાત દિવસમાં સીતાની શી દશા થઈ છે તેને જોવા અને રીઝવવા માટે જાતે રાવણ મંદોદરી સાથે ત્યાં આવ્યો. પણ સતી સીતા તો રામની કુશળતાના સમાચાર મને ક્યારે મળશે? એમ વિચારતી તેને જોઈને રાવણ તો ચકિત થઈ ગયો અને વિચારવા લાગ્યો કે પતિવ્રતા સ્ત્રી તો જગતમાં આજ જોઈ છે, કે જે સાત દિવસથી મૌન પાળીને જમતી પણ નથી. I૫૪
*