SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૬ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ આ વાક્યો મમHજીવે પોતાના આત્માને વિષે નિરંતર પરિણામી કરવા યોગ્ય છે; જે પોતાના આત્મગુણને વિશેષ વિચારવા શબ્દરૂપે અમે લખ્યા છે.” (વ.પૃ.૪૭૦) I/૧૯ો. સમ્યગ્દષ્ટિ મહાપુરુષની અંતર્ચર્યા ગહન કહી, બોલે તો પણ મૌન સદા તે, ખાય છતાં ઉપવાસ સહી. મહારાજ્ય-વૈભવના ભોગી, યોગી અનુપમ તો ય કહ્યા, ઘોર રણે માનવ-વઘ કરતા, અહો! અહિંસક તો ય રહ્યા. અર્થ - સમ્યવ્રુષ્ટિ મહાપુરુષની અંતર્ધાત્મચર્યા ઘણી ગહન હોય છે. તે બોલે છે છતાં સદા મૌન છે કેમકે તેમને બોલવાનો ભાવ નથી. ખાતા છતાં પણ ઉપવાસી છે કેમકે એ માત્ર શરીર ટકાવવાં આસક્તિ રહિતપણે ભોજન લે છે. મહાન છ ખંડ રાજ્યવૈભવના ભોગી હોય તો પણ તેમને અનુપમ યોગી કહ્યાં છે. કેમકે તેમને રાજ્ય પ્રત્યે અંતરથી મમત્વભાવ નથી. તેમજ ઘોર રણભૂમિમાં માનવનો વઘ કરવા છતાં પણ અહો! આશ્ચર્ય છે કે તેમને અહિંસક ગણવામાં આવ્યા છે. કેમકે તેમનું પ્રવર્તન રાજ્યની ન્યાયનીતિ પ્રમાણે દુષ્ટને શિક્ષા અને સર્જનની રક્ષા કરવા અર્થે કેવળ ઇચ્છારહિતપણે હોય છે. એકવાર ભરત ચક્રવર્તીને યુદ્ધ ભૂમિમાં માનવવઘ કરતા જાણી પુંડરિક ગણઘરે ભગવાન ઋષભદેવને પૂછ્યું કે ભગવંત! હમણાં ભરતના પરિણામ કેવા વર્તતા હશે? ત્યારે પ્રભુ કહે—તારા જેવા. અહો! ક્યાં ચાર જ્ઞાનના ઘર્તા શ્રી પુંડરિક ગણથર અને ક્યાં યુદ્ધ કરતા ભરત મહારાજા. પરિણામની લીલા આશ્ચર્યકારક છે. ૨૦ દધિ મથતાં માખણ જે જાયું પિંડàપે રહે છાશ વિષે, તોપણ તેમાં કદી ભળે નહિ; જ્ઞાનદશા ય અપૂર્વ દીસે. આત્મ-અનુભવનો મહિમા કવિ કોઈ પૂરો નહિ ગાઈ શકે; અંતર્યાગ સુદ્રષ્ટિ ઉરે વસતો, વચને ન સમાઈ શકે. અર્થ :- દથિ એટલે દહિંને મથતાં નિકળેલ માખણ જે છાસ ઉપર પિંડરૂપે જામી રહે છે, તે ફરી કદી પણ છાસમાં ભળતું નથી. તેમ જ્ઞાની પુરુષોની જ્ઞાનદશા પણ તેવી જ અપૂર્વ છે કે જે એકવાર પ્રગટ્યા પછી ફરી તે જ્ઞાની પુરુષો સંસારમાં પ્રથમની જેમ ભળી શકતા નથી. કેમકે તેમના અંતરમાં ભેદ પડી જાય છે. એકવાર અનાદિ મિથ્યાત્વના મિથ્યાત્વમોહનીય, મિશ્રમોહનીય કે સમકિત મોહનીયરૂપે ત્રણ ટુકડા થયા પછી તે ફરી કદી એકરૂપે થવાના નથી. ભલે તે સમકિતને વમી નાખે તોપણ તે ટુકડાઓ એક થવાના નથી. આમ આત્મઅનુભવનો મહિમા કોઈ કવિ ગમે તેટલા કાવ્ય રચે તો પણ ગાઈ શકે નહીં. જે સમ્યવ્રુષ્ટિ મહાત્માના હૃદયમાં સાચો અંતર્યાગ વસે છે, તેનું વર્ણન વચન દ્વારા કોઈ રીતે પણ થઈ શકે એમ નથી. કેમકે તે અંતરંગ આત્મચર્યા છે. ગરવા મસ્યવઘ કરનાર જનોને જણાય જળમાં જોઈ રહ્યો, પણ શર સાથી નભમાં ફરતું મત્સ્ય વધવા લક્ષ કહ્યો; તેમ મહાત્મા સમ્યવ્રુષ્ટિ જણાય જન સામાન્ય સમા, ક્રિયા અનેક કરે નહિ ચૂકે આત્મ-મહાભ્ય, ન અન્ય તમા. અર્થ :- હવે એ મહાત્માઓની કેવી અસંગ અંતરંગ આત્મચર્યા હોય છે તે નીચે સમજાવે છે :
SR No.009272
Book TitlePragnav Bodh Part 01 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages590
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size286 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy