________________
૪૯૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
મારી મંત્રી સહ રાવણ પણ વિમાન લઈ નભમાં ચાલે,
ચિત્રકૂટ વનમાં જઈ પહોંચે જ્યાં સીતા સુખમાં હાલે. ૨૭ અર્થ :- વળી સુર્પણખા કહે જો હું તમારા શૂરવીરતાદિક ગુણનું વર્ણન કરી તેને પ્રસન્ન કરું પણ રામ સમાન કોઈ શૂરવીર જણાતો નથી. બીજી કોઈ કળા બતાવીને રંજીત કરું પણ સ્વયં સીતા જ કલાની મૂર્તિ છે; ત્યાં બીજા સર્વ કલાધરને હું હીન ગણું છું. આવા સુર્પણખાના વચન સાંભળી રાવણ પણ મારિચ મંત્રીની સાથે વિમાનમાં બેસી આકાશમાં ચાલવા લાગ્યો. અને જ્યાં સીતા સતી સુખમાં હાલી રહી છે એવા ચિત્રકૂટ નામના વનમાં તે આવી પહોંચ્યો. //ર૭ળી
રાવણની આજ્ઞાથી મારીચ મણિમય મૃગ-બચ્ચું બનતો, તે દેખી સીતા કહે: “સ્વામી, બહુરંગી મૃગ મન-ગમતો!” સીતાના મનોરંજન અર્થે હરણ પકડવા રામ જતા,
ઘડી નિકટ, ઘડી વિકટ પથે દૂર દેખી રામ ચકિત થતા. ૨૮ અર્થ - રાવણની આજ્ઞાથી મારિચ મંત્રી મણિરત્નોથી યુક્ત હરણનું બચ્ચું બન્યો. તે દેખીને સીતા શ્રી રામને કહે સ્વામી! આ બહુરંગી હરણ મારા મનને રંજિત કરે છે.
સીતાના મનરંજન માટે તે હરણને પકડવા શ્રીરામ ચાલતા થયા. તે હરણ ઘડીકમાં નિકટ લાગે અને ઘડીકમાં વિકટમાર્ગમાં જતું જોઈને શ્રીરામ ચકિત થતા હતા. ૨૮ાા.
વિપરીત વિધિથી માયામય મૃગ દૂર દૂર લઈ જાય, અરે! શબ્દ કરે ને ઘાસ ચરે, નિર્ભય થઈ હાથ લગોય ફરે; વળી ઊછળી ય છલંગ લગાવી દોડે, હાંફે દૂર રહ્યો,
ગર્દન વાળી પાછળ ભાળ; આખર ગગન અલોપ થયો. ૨૯ અર્થ - વિપરીત ભાગ્યનો ઉદય થવાથી અરે! એ માયામય મૃગ શ્રી રામને દૂર દૂર લઈ જાય છે. ક્યારેક શબ્દ કરે, ક્યારેક નિર્ભય થઈને ઘાસ ચરવા લાગી જાય, ક્યારેક હાથ માત્ર જ દૂર જણાય કે જાણે પકડી લઈએ. વળી ક્યારેક છલંગ મારી ઊછળીને દોડે, વળી દૂર રહ્યો રહ્યો હાંફે અને ક્યારેક ગરદન વાળીને પાછળ જુવે, એમ કરતાં કરતાં આખરે તે મૃગ આકાશમાં અલોપ થઈ ગયું. રા.
જેમ ઘડામાં સાપ પુરાયો રહે નિશ્ચષ્ટ અશક્તિ લહી, તેમ જ રામ ચકિત મને નભમાં નીરખે નિશ્ચષ્ટ રહી, સ્ત્રીવશ-ચિત્ત થયેલા નર નિજ કાર્ય-વિચાર-વિહીન બને,
તેમ મનોહર હરણ-સ્મરણમાં રામ ઊભા અતિ દૂર વને. ૩૦ અર્થ :- જેમ ઘડામાં પુરાયેલો સાપ અશક્તિના કારણે ચેષ્ટા વગરનો જણાય, તેમ શ્રીરામ પણ ચેષ્ટા વગરના થઈને આશ્ચર્યચકિત બની જઈ આકાશમાં જ જોતા રહી ગયા. કહ્યું છે કે સ્ત્રીને વશ બનેલ નરનું ચિત્ત, તે પોતાને કરવા યોગ્ય કાર્યના વિચારથી વિહિન બની જાય છે. તેમ સીતાના મનોરંજન માટે મનોહર હરણના સ્મરણમાં શ્રીરામ અતિ દૂર વનમાં જ નિશ્ચષ્ટ ઊભા રહી ગયા. ૩૦ાા
તેવામાં તો રામવેષ ઘરી રાવણ જાનકી પાસે ગયો, કહે: “હરણને નગર મોકલ્યું; નગર જવાનો વખત થયો.