SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૪) વ્યાવહારિક જીવોના ભેદ ૧ ૩૭ પૃથ્વી, પાણી અને અગ્નિ, વાયુ, વનસ્પતિવર્ષ ઘારે એકેન્દ્રિયો પાંચ; છઠ્ઠા ત્રસ તઘરું. ૧૩ અર્થ :- હવે જીવોના છ પ્રકાર બતાવે છે :- પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ એ વધુ એટલે કાયા છે જેની એવા એકેન્દ્રિય જીવોના પાંચ પ્રકાર તથા છઠ્ઠો પ્રકાર ત્રણ-ત્તનું એટલે ત્રસકાયને ઘારણ કરનાર એવા ત્રસકાયના જીવો મળીને કુલ જીવોના છ પ્રકાર થયા. આ છ પ્રકારને છ કાયના જીવો કહે છે. એમાં પણ જગતના સર્વ જીવો સમાઈ ગયા. II૧૩ાા. છકાય જીવની રક્ષા ભગવંતે ભણી ઘણી; સર્વ જીવો સુખી થાય, વાણી એવી પ્રભુતણી. ૧૪ અર્થ :- આ છે કાયજીવની રક્ષા કરવા માટે ભગવંતે ઘણો બોધ આપ્યો છે. સર્વ જીવો સુખને પામે એવી પ્રભુની વાણીનો આશય છે. ૧૪ એકેન્દ્રી પાંચ જીવો ને પંચેન્દ્રી, વિકલન્દ્રિય, સાત ભેદે બઘા જીવો, જાણે જ્ઞાન અતીન્દ્રિય.” ૧૫ અર્થ - પૃથ્વી આદિ એકેન્દ્રિયના પાંચ સ્થાવર જીવો તથા પંચેન્દ્રિય, વિકસેન્દ્રિય મળીને કુલ સાત ભેદે જોઈએ તો પણ જગતના બધા જીવો તેમાં સમાઈ જાય છે. એમ અતીન્દ્રિય એટલે ઇન્દ્રિયોથી રહિત એવા કેવળજ્ઞાન વડે ભગવાને જાણ્યું છે. ૧૫ના એકેન્દ્રિય", વિક્લેન્દ્રિય, સંજ્ઞી, અસંજ્ઞા આઠ એ બે પંચેન્દ્રી તણા ભેદે, સંસારી જીંવ પાઠ તેઃ ૧૬ અર્થ - પૃથ્વી આદિ સ્થાવર જીવોના પાંચ, વિકસેન્દ્રિયનો એક ભેદ તથા સંજ્ઞી એટલે મનવાળા અને અસંજ્ઞી એટલે મન વગરના પંચેન્દ્રિય જીવો મળીને સંસારી સર્વ જીવોના કુલ આઠ ભેદ થયા. આમ શાસ્ત્રોમાં જીવોના આઠ પ્રકાર ગણવાનો પાઠ છે. (૧૬) પાંચ એકેન્દ્રી ને ચારે ત્રસના ભેદ એ નવ, જિનાગમે કહેલા તે; રોકવા પાપ-આસ્રવ. ૧૭ અર્થ :- પાંચ એકેન્દ્રિય જીવો તે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિકાયના તથા ચાર ત્રણ જીવો તે બેઇન્દ્રિય, ત્રિઇન્દ્રિય, ચૌરેન્દ્રિય અને પંચેન્દ્રિય મળીને કુલ નવ ભેદ પણ જિનાગમમાં જીવોના કહેલા છે. તે સર્વ ભેદો જીવોને બચાવી પાપ આશ્રય રોકવા માટે કહેલા છે. ||૧૭થા વનસ્પતિતણા ભેદો સાઘારણ, પ્રત્યેક બે; દશ થાયે ગયે જુદા. ભેદો એવા અનેક છે. ૧૮ અર્થ - વનસ્પતિકાયના વળી બે ભેદો છે. સાઘારણ વનસ્પતિકાય અને પ્રત્યેક વનસ્પતિકાય. એમ ઉપરની સત્તરમી ગાથામાં કહેલ ભેદોમાં એક વનસ્પતિકાયના જાદા જુદા આ બે ભેદ ગણીએ તો જીવોના નવ ભેદને બદલે દસ ભેદ થાય છે. આ પ્રમાણે એવા અનેક ભેદો જીવોના થઈ શકે છે. I/૧૮ બાદર, સૂક્ષ્મ ભેદે સૌ સ્થાવરના દશ ભેદ જો, એકાદશ ત્રસ સાથે ભેદો જાણે જ સુજ્ઞ તા. ૧૯
SR No.009272
Book TitlePragnav Bodh Part 01 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages590
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size286 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy