________________
(૨૯) શ્રી નેમિનાથ પ્રભુ ભાગ-૨
૩૪ ૫.
બૅલ કેટલી મારી કહું? ઈન્દ્રાદિ પદ નહિ તૃપ્તિ દે,
તો અલ્પ આયું, તુચ્છ સુખ આડે ન મોક્ષે ચિત્ત છે. ૨૮ અર્થ - પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં આસક્ત બનીને આ સંસારમાં હું બહુ ભટક્યો. હવે મનુષ્ય ભવ મળ્યો તો પણ તેવા મલીન ભાવોને મૂકી દઈ જીવ વિરામ પામ્યો નહીં. મારી ભૂલ કેટલી થઈ છે તે હવે શું કહ્યું? ઇન્દ્રાદિની પદવી પ્રાપ્ત થઈ તોય હું તૃતિ પામ્યો નહીં, તો અલ્પ આયુષ્યમાં આવા તુચ્છ ઇન્દ્રિયોના સુખ મેળવવા આડે હું હજા મોક્ષ પ્રાપ્તિ માટે ચિત્ત આપતો નથી. એમ શ્રી નેમિનાથ વિચારવા લાગ્યા. ૨૮ાા
પૂર્વે થયો વિદ્યાઘરોનો અધિપતિ, સુર-સુખ મળ્યાં, નરપતિ મહારાજા થયો, અહમિંદ્રના સુખ સૌ ટળ્યાં; સર્વોપરીપદ તીર્થપતિનું તે ય વિનાશી અહો!
તો સ્વપ્ન સમ ઇંદ્રિય-સુખ, શાશ્વત રહે ક્યાંથી, કહો. ૨૯ અર્થ :- પૂર્વભવમાં હું વિદ્યાઘરોનો રાજા થયો, દેવતાઈ સુખ ભોગવ્યા. રાજા મહારાજા થયો, પાંચ અનુત્તર વિમાનમાં અહમિંદ્રના સુખ પણ ભોગવ્યા અને તે પણ ચાલ્યા ગયા. હવે સર્વથી શ્રેષ્ઠ એવા તીર્થકર પદની પ્રાપ્તિ થઈ છે, તે પદ પણ વિનાશી છે; આયુષ્ય પૂરું થયે ચાલ્યું જવાનું છે, તો પછી સ્વપ્ન સમાન આ ઇન્દ્રિયસુખો ક્યાંથી શાશ્વત રહેશે, એમ વિચારવા લાગ્યા. ૨૯
ઔષઘરૃપે સંસાર-સુખ ભવ-માર્ગમાં જિન સેવતા, ગંદી દવા શાને રહું? હું તો નીરોગી છું છતાં. છે આત્મહિત જેમાં સ્વ-પરનું તે વિવાહ જ આદરું,
તર્જી આત્મઘાતી આ વિવાહ હવે મહાવ્રત હું ઘરું.” ૩૦ અર્થ - નિકાચિત કર્મનો ઉદય હોવાથી ઔષધરૂપે જિનેશ્વરો પણ સંસારમાં છે ત્યાં સુધી સંસારસુખ સેવન કરતા જણાય છે. પણ હું તો નિરોગી છું અર્થાત્ એવા કર્મરૂપ રોગનો મને ઉદય નથી તો હું શા માટે આ સંસારસુખરૂપ ગંદી દવાને ગ્રહણ કરું.
જેમાં સ્વ કે પરનું આત્મહિત સમાયેલું છે તે સ્વરૂપ સાથે જ સંબંધ જોડું, તેમાં જ પ્રીતી કરું અને તેમાં જ રમણતા કરું. આત્માના ગુણોની ઘાત કરનાર અથવા રાગદ્વેષ કરાવનાર એવા આ લૌકિક વિવાહ પ્રસંગને ત્યાગી દઈ હવે હું પંચ મહાવ્રતને ઘારણ કરું. ૩૦ના
વૈરાગ્યરંગે ઝીલતા ત્યાં દેવ લૌકાંતિક કળે, પ્રભુ-સમીપ આવી સ્તુતિ કરી, તપ-કાળ કહી પાછા વળે; ઇન્દ્રાદિ દેવો આવિયા નેમિ પ્રભુ પાછા વળ્યા,
યાદવ બઘા સમજાવી થાક્યા, બોથી સૌને નીકળ્યા. ૩૧ અર્થ :- આમ ભગવાનનું મન વૈરાગ્યરંગમાં ઝીલતા, લોકાંતિક દેવો તે કળી ગયા. અને પ્રભુ પાસે આવી સ્તુતિ કરીને કહેવા લાગ્યા કે ભગવંત!તપ કરવાનો સમય આવી ગયો છે. એમ કહી તે પાછા વળી ગયા. ભગવંત પણ તોરણથી રથ ફેરવીને પાછા વળ્યા. તથા દીક્ષા કલ્યાણક મહોત્સવનો સમય જાણી ઇન્દ્રાદિ દેવો પણ ત્યાં આવી ગયા. તે સમયે પ્રભુને લગ્ન કરવા માટે યાદવોએ ઘણા સમજાવ્યા પણ