SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ કુંવર થયો. એક દિન આકાશમાં શરદઋતુના વાદળાને નષ્ટ થતા જોઈ રાજાને અત્યંત વૈરાગ્ય થયો. તેથી તુરંત પોતાના ભાઈને રાજ્ય સોંપી પોતે દીક્ષા લીધી. યુવરાજ પદ ઉપર વિશ્વનંદીએ રહી પોતાના બળથી રાજ્યની વૃદ્ધિ કરી. ૧૮. વિશાખભૂતિ નામ નૃપનું, પુત્ર સ્વચ્છેદી અતિ, યુવરાજબાગ- વિલાસ દેખી કરી પિતાને વિનતિ; કે મોહવશ નૃપ મોકલે યુવરાજને અરિ જીતવા, પાછળ સમાચારો મળ્યા એ બાગ-વંચક અવનવા. ૧૯ અર્થ - વિશ્વનંદીના કાકા વિશાખભૂતિ હાલમાં જે રાજા છે, તેનો પુત્ર વિશાખનંદી, તે અત્યંત સ્વચ્છંદી હતો. યુવરાજ વિશ્વનંદીને મનોહર નામના બાગમાં વિલાસ કરતો જોઈ પોતાના પિતા જે હાલમાં રાજા છે તેમને વિનંતી કરી કે એ બાગ મને આપો; નહીં તો હું દેશ છોડી ચાલ્યો જઈશ. તે સાંભળી રાજાએ મોહવશ યુવરાજ વિશ્વનંદીને બહાનું કરી શત્રુઓને જીતવા મોકલ્યો. પાછળ વિશ્વનંદીને સમાચારો મળ્યા કે તમારો બગીચો લેવા માટે અવનવા ઠગવાના ઉપાયો કરી તેમને બહાર મોકલ્યા છે. ૧૯ાા યુવરાજ કોશભર્યો ફર્યો પાછો, ગયો નિજ બાગમાં, નૃપસુંત સંતાતો ફરે તેને લીઘો ત્યાં લાગમાં; જ્યાં સ્તંભ પથ્થરનો હતો, તેની પૂંઠે સંતાયેલો જાણી, મેંઠીથી સ્તંભ તોડ્યો, દેખી અરિ ગભરાયેલો. ૨૦ અર્થ - યુવરાજ ક્રોધથી પાછો ફર્યો અને પોતાના ઉદ્યાનમાં ગયો. ત્યાં તેને આવેલો જાણી રાજાનો પુત્ર વિશાખનંદી દોડીને સંતાતો ફરે છે. તેને લાગમાં લીધો. ત્યારે એક પથ્થરના થાંભલા પાછળ તે સંતાઈ ગયો. તે જાણીને વિશ્વનંદીએ પોતાની મુઠી મારી તે થાંભલાને પણ તોડી નાખ્યો. તે જોઈ વિશાખનંદી ખૂબ ગભરાઈ ગયો કે કદાચ મને પણ મારી નાખશે. ૨૦ગા. ધિક્કાર વિષયો પર છૂટ્યો યુવરાજને વૈરાગ્યથી, તેથી તજીને રાજસુખ, દીક્ષા ગ્રહે એ ભગવતી; વિશાખભૂતિ પણ હવે પસ્તાય પાપી કામથી, ઝટ જૈન દીક્ષા તે ગ્રહે સંસારતાપ વિરામતી. ૨૧ અર્થ - હવે વિશાખનંદીને ગભરાયેલો જોઈ વિશ્વનંદીને વિષયો ઉપર ખૂબ ધિક્કાર છૂટ્યો કે અહો વિષયો કેવા છે કે જેના માટે જીવો મરણમાં પણ સપડાઈ જાય છે; એમ વિચારી રાજ્યસુખ તજી દઈ વિશ્વનંદીએ ભગવતી દીક્ષાને ગ્રહણ કરી. તે જોઈ કાકા વિશાખાભૂતિને પણ પુત્રને મોહવશ કરેલ પાપી કામથી પસ્તાવો થયો. અને તેના પ્રાયશ્ચિત્તમાં પોતે પણ સંસારતાપથી વિરામ પમાડનારી એવી જૈન દીક્ષાને શીધ્ર ગ્રહણ કરી. If૨૧ાા નૃપપુત્ર વ્યસની નીકળ્યો, રે! જાય વેશ્યામંદિરે, નિજ રાજ્ય સર્વ ગુમાવીને નીચ નોકરી નૃપની કરે; તે એક દિન બેઠો હતો મથુરા વિષે વેશ્યાવરે, ત્યાં ઓળખ્યા મુનિ વિશ્વનંદી, ઘોર તપ જે આદરે. ૨૨
SR No.009272
Book TitlePragnav Bodh Part 01 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages590
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size286 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy