SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૫) જ્ઞાન ૨૮૯ જાગૃતિ આવી. તથા પૂર્વ અજ્ઞાનને કારણે મતિ કલ્પનામાં જે જે વિપરીત વિચાર્યો ગ્રહ્યા હતા તે હવે સમ્યગ્નાનરૂપ સૂર્ય ઊગતા, તારલા એટલે તારાઓ જેમ અદૃશ્ય થઈ જાય તેમ થવા લાગ્યા. ।।૧૬।। જે શાસ્ત્રવનમાં ભટકતી મતિ સી સમી નહિ જાણવી, ચૈતન્ય-કુળ-ઘર જે તજે કુલટા નઠારી માનવી. મતિરૂપ ની દૂર દૂર દોઢે શાસ્ત્ર-સાગર શોથતી, પરમાત્મવેદનથી હૃદય ભેદાય તો સ્થિરતા થતી. ૧૭ - અર્થ :– કેવળ શાસ્ત્રરૂપીવનમાં ભટકતી બુદ્ધિને સત્તી સમાન જાણવી નહીં. જો તે આત્માર્થના લક્ષરૂપ પોતાના કુલીન ઘરને મૂકી દઈ પરઘરરૂપ શાસ્ત્રમાં જ ફર્યા કરે તો તેને નઠારી એવી કુલટા સમાન માનવી. કારણ આત્માર્થના લક્ષ વગરનું અધ્યયન મોક્ષાર્થે થતું નથી; પણ માત્ર અભિમાન પોષી સંસાર વધારનાર થાય છે. બુદ્ધિરૂપી નદી માત્ર દૂર દૂર દોડ કરીને શાસ્ત્રરૂપી સમુદ્રને શોધ્યા કરે તેથી કંઈ વળે નહીં. શાસ્ત્રરૂપી દૂધપાકમાં બુદ્ધિરૂપી કડછી ફર્યા કરે તેથી કંઈ તે આત્માના આસ્વાદને પામે નહીં; પણ વિષયષાથથી વિરક્ત બનીને પરમાત્મસ્વરૂપ એવા આત્માના અનુભવથી હૃદય ભેદાય તો જ આત્મામાં સ્થિરતા આવે છે. ।।૧૭|| જે મોહથી પરદ્રવ્યમાં અણુ જેટલી રતિ આદર, તે મૂઢ અજ્ઞાની બનીને સ્વરૂપ-વિપરીતતા ઘરે; તર્જી વિષય-આસક્તિ, અરે! તો ઓળખી આત્મા ખરો, કરી ભાવના આત્મા તણી, તપŞણથી મુક્તિ વરો. ૧૮ અર્થ :— જે મોહવશ બનીને આત્માથી પર એવા પૌદ્ગલિક પદાર્થમાં અણુ એટલે અંશમાત્ર પણ = કરશે. તેથી હવે તો અરે ! રતિ અર્થાત્ રાગ કરશે તે મૂઢ અજ્ઞાની એવો પ્રાણી સ્વરૂપ વિપરીતતાને પામશે, અર્થાત્ દેહભાવને તૃઢ આ વિષયાસક્તિને તજી દઈ આ વાસ્તવિક આત્માની ઓળખાણ કરી લ્યો. “રે આત્મ તારો આત્મ તારો, શીઘ્ર એને ઓળખો; સર્વ આત્મમાં સમવૃષ્ટિ થો, આ વચનને હૃદયે લખો.'' શ્રીમદ્ રાજચંદ્ર તથા આત્મભાવનાને ભાવી, ઇચ્છાઓને રોકવારૂપ તપગુણને આદરી, હવે શીઘ્ર મુક્તિને પ્રાપ્ત કરો. પરમકૃપાળુદેવે આ વિષે મંત્ર યોજી વૃઢ કરાવ્યું કે – આતમ ભાવના ભાવતાં જીવ લઇ કેવળજ્ઞાન હૈ.' શ્રીમદ્ રાજચંદ્ર ||૧૮|| સંક્લેશ મિથ્યાભાવ તજી, જિનવચનમાં રાચી રહ્યા, આજ્ઞા ગુરુની પાળતા ભાવે, નિકટભી તે કા; જિન-વચન ઔષધિ અર્મી સમી, વિષયે વિરક્તિ આપતી, વ્યાધિ, જરા, મરણાદિ દુઃખો ક્ષય કરી ભવ કાપતી. ૧૯ અર્થ :— આત્મામાં રાગદ્વેષ મોહથી ઉત્પન્ન થતા સંકલેશ પરિણામરૂપ જે મિથ્યાભાવો છે, તેને તજી દઈ જે વીતરાગ વચનમાં રાચી રહ્યા છે, તથા જે ભાવપૂર્વક શ્રી ગુરુની આજ્ઞાને પાળે છે, તેને નિકટભવી ગણવામાં આવ્યા છે. વીતરાગના વચનામૃત ભવરોગને મટાડવા માટે અમૃત ઔષઘ સમાન
SR No.009272
Book TitlePragnav Bodh Part 01 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages590
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size286 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy