________________
૨૯ ૦
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
છે. જે પાંચ ઇન્દ્રિયના વિષયોથી જીવને વિરક્તિ આપે છે તથા ભવદુઃખરૂપ વ્યાધિને મટાડે છે. તેમજ જન્મજરામરણાદિના દુઃખોને ક્ષય કરી ચારગતિરૂપ સંસારને કાપી નાખે છે. ૧૯મા
સ્વાધ્યાયથી પંચેન્દ્રિયો, ત્રણ યોગ પણ વશ થાય છે, એકાગ્ર ચિત્તે ધ્યાન સાથી વિનય ગુણ પમાય છે; જો હોય સોય પરોવી સૂત્રે, ભૂલથી ખોવાય ના,
જો, તેમ સૂત્રે મગ્ન મન તો ભ્રમ પ્રમાદે થાય ના. ૨૦ અર્થ :- શાસ્ત્રોના સ્વાધ્યાયથી પાંચ ઇન્દ્રિયો અને મન, વચન, કાયારૂપ ત્રણેય યોગ પણ વશ થાય છે. સ્વાધ્યાયમાં ચિત્તને એકાગ્ર કરવાથી ધ્યાનની સાઘના થાય છે, અને સ્વાધ્યાયથી સમજણ વઘતાં વિનયગુણની પ્રાપ્તિ થાય છે. વિનયગુણ વડે નમ્ર બની કર્મોને હાંકી કાઢી તત્ત્વની સિદ્ધિ કરે છે.
જો સોય, સૂત્ર એટલે દોરામાં પરોવેલી હોય તો ભૂલથી પણ ખોવાય નહીં, તેમ જ્ઞાની પુરુષોના વચનરૂપી સૂત્રમાં મન મગ્ન હોય તો પ્રમાદથી ઉત્પન્ન થતી આત્મભ્રાંતિ અથવા સંસારમાં સુખ છે એવો ભ્રમ જીવને થાય નહીં. ૨૦ાા
શીખેલ શાસ્ત્રો વિનય સહ તે જો પ્રમાદે ભેલ જતાં. થોડા શ્રમે તોયે ફરી પરભવ વિષે તાજાં થતાં, ભણતાં અને ગણતાં વિનય સુજ્ઞાનનો સાચો થશે,
જ્ઞાને સુમાર્ગે ચાલતાં સબોઘથી ભવદુખ જશે. ૨૧ અર્થ :- આત્મ અનુભવી પુરુષોના વચનો તે જ ખરા શાસ્ત્રો છે. તેને વિનયપૂર્વક શીખ્યા હોય અને પ્રમાદવશ ભૂલી જવાય તો પણ પરભવમાં થોડા પરિશ્રમે તે ફરીથી તાજાં થાય છે.
સપુરુષના વચનામૃતોને રૂચિપૂર્વક ભણતાં એટલે વાંચતા તથા ગણતાં એટલે વિચારપૂર્વક તેનો ભાવ સમજતાં, તે સમ્યજ્ઞાન પ્રત્યે હૃદયમાં સાચો વિનયભાવ પ્રગટશે તથા તે ઉત્તમ આત્મબોઘથી સંસારના જન્મ, જરા મરણાદિ દુઃખોનો નાશ થઈ જશે. ર૧ના.
વસ્તુ-સ્વરૂપ યથાર્થ બોઘે વચન શ્રી વિતરાગનાં, સંદેહહર, વૈરાગ્યકર, જગહિતકર તારક તણાં; આર્યો તણા વેદો ગણો અનુયોગ ચાર પ્રકારના,
શીખી યથાશક્તિ રહસ્ય કદીય જીવ વિસાર ના; ૨૨ અર્થ :- શ્રી વીતરાગપુરુષોના વચનામૃતો વસ્તુના સ્વરૂપનો યથાર્થ બોઘ આપે છે અર્થાત્ જીવને સત્યાસત્યનું ભાન કરાવે છે. તે શંકાને નિવારનાર છે, મોહનું હરણ કરી વૈરાગ્યને આપનાર છે, જગતના જીવોનું હિત કરનાર છે તથા સંસારરૂપી સમુદ્રથી તારનાર છે. શ્રી વીતરાગ દ્વારા ઉપદિષ્ટ સર્વ બોઘ, તે ઘર્મકથાનુયોગ, ચરણાનુયોગ, કરણાનુયોગ અને દ્રવ્યાનુયોગરૂપ ચાર અનુયોગમાં સમાય છે. તે આર્ય એટલે સાત્ત્વિક સજ્જનો માટે ચાર વેદ સમાન છે. તેનું યથાશક્તિ સગુરુ બોઘે રહસ્ય જાણવાથી આત્મા નામનો શ્રેષ્ઠ પદાર્થ જે પોતે જ છે તેનું કદી વિસ્મરણ થશે નહીં. ારા
“આદિ પુરાણ” સમી કથા પ્રથમાનુયોગે વર્ણવી, બોધિ-સમાધિ ગોળ-વીંટી ગોળ સમ એ જાણવી;