________________
૩ ૩૪
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
તે ચિત્રગતિ ઍવ અવતરે હરિનર્દી નૃપકુળમાં મણિ, ને નામ “અપરાજિત ઘરે, વિદેહસિંહપુરી-ઘણી; ત્યાં તે જ દિવસે મંત્રી-સુત જન્મ, સહોદર સમ બને,
ઘર નામ વિમલબોઘ શુભ તે ઊછરતો કુંવર કને. ૪૦ અર્થ :- હવે ચિત્રગતિનો જીવ ચોથા દેવલોકથી ચ્યવી પૂર્વવિદેહમાં સિંહપુર નામના નગરમાં હરિનંદી રાજાને ઘેર કુળમાં મણિ સમાન અવતર્યો. પિતાએ તેનું નામ અપરાજિત રાખ્યું. ત્યાં તે જ દિવસે મંત્રીને ઘેર પણ જાણે સહોદર હોય તેમ પુત્રનો જન્મ થયો. તેનું શુભ નામ વિમલબોઘ રાખવામાં આવ્યું. તે પણ રાજકુંવરની પાસે ઊછરવા લાગ્યો. ||૪૦ગા.
મોટા થતાં ઘોડે ચઢી ફરવા જતાં હય ભડકિયા, ને ઘોર વનમાં મિત્ર બન્નેને લઈ જઈ અટકિયા, આંબા તળે ઊતરી, વિસામો લે, વિચારે બે જણા
કે “સિંહ, હાથી, સપુરુષ નહિ દેડકા કૂવા તણા-૪૧ અર્થ - મોટા થયે ઘોડા પર ચઢી ફરવા જતાં હય એટલે ઘોડાઓ ભડકીને તીવ્ર ગતિએ ભાગી ઘોર વનમાં બન્ને મિત્રોને લઈ જઈ થાકીને ઊભા રહી ગયા. ત્યાં આંબાની નીચે ઊતરી, વિસામો લઈ બન્ને જણ વિચારવા લાગ્યા કે સિંહ, હાથી કે સત્પરુષ કૂવાના દેડકા જેવા હોતા નથી કે જે કૂવા જેટલી જ માત્ર સૃષ્ટિને માને. સૃષ્ટિ તો ઘણી વિશાળ છે. માટે ભ્રમણ કરીને હવે આપણે તેને નિહાળીશું. ૪૧
પણ કાગ, કાયર, હરણ હમેશાં રહે સ્વ-સ્થાનમાં,
જ્યાં જાય ત્યાં શૂરવીર તો ઘર માનતો વેરાનમાં; જે થાય તે માની ભલું, કૌતુકભર્યું જગ દેખવું,
દુઃખો ભલે આવી પડે, નિજ નગર નથી હમણાં જવું. ૪૨ અર્થ :- કાગ એટલે કાગડા જેવા કે બાયેલા અથવા બળહીન જેવા કાયર હોય કે હરણ જેવા ભયભીત હોય તે પોતાના સ્વસ્થાનમાં રહે છે. પણ જે શૂરવીર હોય, તે તો જ્યાં જાય ત્યાં વેરાન એટલે જંગલમાં પણ પોતાનું ઘર માને છે. તથા જે થાય તેને યોગ્ય માને છે. માટે અનેક કૌતુકથી ભરેલા એવા જગતને જોવા માટે આપણે પ્રયાણ કરીશું. ભલે દુઃખો આવી પડે તો પણ હમણાં આપણે આપણા નગરમાં જવું નથી. II૪રા
દેશો ફરી કરતા પરાક્રમ કીર્તિ-ગાન જગાવિયાં, બહુ રાજકુંવરીઓ વરી, સુખ પૂર્વ-પુણ્ય દેખિયાં;
જ્યાં કુંડપુરી ઉદ્યાનમાં દે દેશના મુનિ કેવલી,
દર્શન કરી આનંદિયા, સ્તુતિ ઉચ્ચરે કુંવર ભલી : ૪૩ અર્થ – અનેક દેશોમાં ભ્રમણ કરીને પોતાના પરાક્રમે કીર્તિ વઘારીને ખૂબ નામના મેળવી તથા અનેક રાજકુંવરીઓને પરણીને પૂર્વ પૂણ્યના ઉદયે ભૌતિક સુખને પામ્યા.