________________
૧૭૪
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
બહુ આનંદ પામ્યા અને બોલ્યા કે આ સૂરિએ બ્રાહ્મણને હરાવ્યો. આ પ્રમાણે પોતાની નિંદા સાંભળી સિદ્ધસેને કહ્યું કે “હે પૂજ્ય! મને દીક્ષા આપો. ત્યારે વૃદ્ધસૂરિએ કહ્યું કે રાજસભામાં વાદ કરીશું. પછી
ત્યાં વાદ વિવાદ શરૂ થયો અને વૃદ્ધસૂરિ જીત્યા. તેથી સિદ્ધસેને વૃદ્ધસૂરિ પાસે દીક્ષા લીધી. જૈન શાસ્ત્રમાં પ્રવીણ થયા. પછી સિદ્ધસેન દિવાકર એવું તેમને બિરૂદ આપી ગુરુએ પોતાનું સૂરિપદ આપ્યું. એમ વાદવિવાદ કરીને સૂરિએ જૈનધર્મની પ્રભાવના કરી.
જે મુનિ અષ્ટાંગ નિમિત્ત જ્ઞાનવડે ભવિષ્ય ભાખી સાચા આત્મિક ઘર્મમાં મનુષ્યના મનને રોપે અર્થાત્ સ્થિર કરે તે જોષી પ્રભાવક કહેવાય છે. તે ઉપર દૃષ્ટાંત – - શ્રી ભદ્રબાહ સ્વામીનું દ્રષ્ટાંત - જ્યોતિષ પ્રભાવક. દક્ષિણ દેશમાં પ્રતિષ્ઠાનપુરને વિષે ભદ્રબાહુ અને વરાહમિહિર નામના બે પંડિત ભાઈઓએ યશોભદ્રસૂરિ પાસે દીક્ષા ગ્રહણ કરી. મોટા ભાઈ ભદ્રબાહએ અનુક્રમે ચૌદપૂર્વનો અભ્યાસ કર્યો. તેથી યોગ્ય જાણીને ગુરુએ તેમને સૂરિપદ આપ્યું. એક દિવસ વરાહમિહિરે જ્ઞાનના ગર્વથી મોટાભાઈ પાસે સૂરિપદની માગણી કરી. ત્યારે મોટાભાઈએ કહ્યું કે
હે ભાઈ! તું વિદ્વાન છો પણ અભિમાની હોવાથી તેને સૂરિપદ અપાય નહીં. એ સાંભળીને વરાહમિહિરે દીક્ષા છોડી દઈ બ્રાહ્મણનો વેષ અંગીકાર કર્યો.
લોકોમાં પોતાની પ્રસિદ્ધિ કરવા માટે તે કહેવા લાગ્યો કે સૂર્યદેવે મારા પર પ્રસન્ન થઈ તેમના વિમાનમાં બેસાડીને બધું જ્યોતિશ્ચક્ર બતાવ્યું. તે જાણીને હું કૃતાર્થ થયો છું. તે સાંભળી રાજાએ વરાહને રાજ્યપુરોહિત બનાવ્યો. વરાહ ગર્વને લીધે જૈનમુનિઓ ઉપર દ્વેષ રાખી તેમની નિંદા કરતો હતો. જેથી શ્રાવકોએ ભદ્રબાહ સ્વામીને મોટા ઉત્સવપૂર્વક નગરમાં પ્રવેશ કરાવ્યો. તે જોઈ વરાહ ખેદ પામ્યો.
થોડા દિવસ પછી રાજાને ઘેર પુત્રજન્મ થયો. તેની જન્મપત્રિકા વરાહે કરીને કહ્યું કે તે સો વર્ષના આયુષ્યવાળો થશે. પછી રાજાને ઘેર પુત્રપ્રસવનો હર્ષ દેખાડવા માટે ગામના લોકો આવ્યા. ત્યારે વરાહે રાજાને કહ્યું કે ઇર્ષાળુ ભદ્રબાહુસૂરિ તમને મળવા આવ્યા નથી. ત્યારે રાજાએ મંત્રીને ભદ્રબાહુસ્વામી પાસે મોકલ્યા. આપ કેમ રાજપુત્રના જન્મના હર્ષ માટે આવ્યા નહીં. ત્યારે સૂરિએ કહ્યું કે બે વખત આવવાનું કષ્ટ શા માટે કરવું? કેમકે સાત દિવસમાં તેનું બિલાડીથી મૃત્યુ થવાનું છે. મંત્રીએ તે વાત રાજાને જણાવી. તેથી શહેરમાની બધી બિલાડીઓને બાહર કાઢી મૂકી. પછી સાતમે દિવસે બિલાડીના આકારનો આગળો તેના ઉપર પડ્યો અને તે મરી ગયો. રાજાએ વરાહનો તિરસ્કાર કર્યો. ભદ્રબાહુસ્વામીએ નિમિત્ત જ્ઞાનવડે જાણ્યું. તેથી રાજા જૈનધર્મી થયો. એમ નિમિત્તજ્ઞાનવડે પ્રભાવના કરનાર શ્રી ભદ્રબાહુસ્વામી પ્રસિદ્ધ થયા. /૩૧ાાં
અંતર્ બાહ્ય, તપે મુનિ ઘર્મ-અતિશય લોક વિષે પ્રસરાવે દેવ સહાયથી, મંત્રબળે વળી કોઈ પ્રભાવક સંઘ બચાવે; અંજનયોગથી કોઈ પ્રભાવક ઘાર્મિક કાર્યથી ઘર્મ ગજાવે,
કાવ્ય વડે પ્રતિબોઘ કરે નૃપ આદિ મહાજનને મુનિ-ભાવે. અર્થ - અંતરંગ અને બાહ્ય અનેક પ્રકારની તપશ્ચર્યા કરીને જે મુનિ લોકમાં જૈન ઘર્મની અતિશય પ્રભાવના કરે તે પાંચમા તપસ્વી પ્રભાવક કહેવાય છે. તે ઉપર દ્રષ્ટાંત –
શ્રી કાષ્ઠમુનિનું દ્રષ્ટાંત - તપસ્વી પ્રભાવક. રાજગૃહ નગરમાં કાષ્ઠ નામે શ્રેષ્ઠી રહેતો હતો.