SearchBrowseAboutContactDonate
Page Preview
Page 474
Loading...
Download File
Download File
Page Text
________________ ४४६ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ કે શરીરમાં કંઈ પીડા થતી હોય તો પણ તે બોલીને જણાવી શકે નહીં. માત્ર રડે કે જોયા કરે અથવા ધૂળમાં રમ્યા કરે એ જ તેનો લક્ષ છે. કેમકે વિવેકબુદ્ધિ હજા ઉદય પામી નથી, તેથી તે બાળવયમાં શુભભાવ કેવી રીતે ટકી શકે? “ત્યારપછી બાલાવસ્થા પમાય છે. મળ, મૂત્ર, શૂળ અને નગ્નાવસ્થામાં અણસમજણથી રઝળી, રડીને તે બાલાવસ્થા પૂર્ણ થાય છે.” (વ.પૃ.૭૦) //શા રોગ જવા, ન થવાની દવા દરરોજ જો, પાય પરાણે બાળકને કકળાવીને રે લો; મોત તણી અણી જાણી ઘણી કરી ખોજ જો, દેતા ડામ; ઊંઘાડે અફીણ ગળાવીને રે લો. ૮ અર્થ - બાળકને થયેલ રોગ જવા માટે કે નવા રોગ ન થવા માટે બાલઘૂટી કે હરડે જેવી દવા દરરોજ પરાણે કકળાવીને માતાને પાવી પડે છે. વળી વિશેષ બિમારી આવી જાય તો બાળકને મોતની નજીક આવેલો જાણી અનેક ઉપાયો કરીને પણ ન ફાવતાં અંતે કોઈના કહેવાથી સળીયો તપાવીને ડામ પણ આપે છે કે જેથી તેને સારું થાય. તથા બાળકને દુઃખમાં શાંતિ પમાડવા અફીણ જેવી નશાની ગોળીઓ આપીને પણ ઊંઘાડે છે. દા. શિક્ષક, વડીલ, સગાં, સરખાંનો તાપ જો, સહન કરી યુવાવસ્થાએ પહોંચતો રે લો; ઘન-ઉપાર્જન, વિષય, વ્યસનનાં પાપ જો, નિંદ્ય દૃષ્ટિ, ઉન્માદ, ફિકરમાં ખૂંચતો રે લો. ૯ અર્થ :- બાળવયમાં ભણતા સમયે શિક્ષક, વડીલ, સગાં કે પોતાની સરખી ઉંમરના બળવાન સાથીદારોનો તાપ એટલે દાબ સહન કરીને તે યુવાવસ્થાએ પહોંચે છે. તે સમયમાં ઘન ઉપાર્જન કરવામાં, વિષયની વૃત્તિઓમાં કે વ્યસનના પાપોમાં ભરાઈ જવાથી તેની દ્રષ્ટિ નિંદવા લાયક મલીન થઈ જાય છે. તથા ઉન્માદ એટલે મોહના ગાંડપણને લઈને તે ઇન્દ્રિયોમાં સુખ શોધવા જતાં ત્રિવિઘ તાપની બળતરામાં પડી જઈ અનેક પ્રકારની ઘંઘાની, વ્યવહારની કે કુટુંબની ફિકરમાં ખેંચી જઈ દુઃખી થયા કરે છે. એમ સુખ લેવા જતાં દુઃખ આવી પડે છે. પછી “યુવાવસ્થા આવે છે. ઘન ઉપાર્જન કરવા માટે નાના પ્રકારના પાપમાં પડવું પડે છે. જ્યાંથી ઉત્પન્ન થયો છે ત્યાં એટલે વિષયવિકારમાં વૃત્તિ જાય છે. ઉન્માદ, આળસ, અભિમાન, નિંદ્યદૃષ્ટિ, સંયોગ, વિયોગ એમ ઘટમાળમાં યુવાવય ચાલી જાય છે.” (વ.પૃ.૭૦) આલા સફળ, અફળ ગડમથલ તણી ઘટમાળ જો, ફેરવતાં જુવાન અચાનક વહી ગઈ રે લો; જરા મરણની દૂતી સરખી ભાળ જો, શ્વેત કેશ ફૅપ મરણ-ધ્વજા, રોપી રહી રે લો. ૧૦ અર્થ - કર્મને આધીન વ્યાપારમાં કે વ્યવહારમાં સફળતા મળતા રાજી થાય છે. અસફળતા મળતાં દુઃખી થયા કરે છે. એ રૂપ ગડમથલની આ ઘટમાળામાં આ યુવાન અવસ્થા અચાનક પૂરી થઈ જાય છે. અને પછી મરણની દૂતી સમાન વૃદ્ધાવસ્થા આવે છે. ત્યારે વાળ સફેદ થઈ જાય છે. તે સફેદવાળ જાણે મરણરૂપી યમરાજાને આવવાની જાણ માટે ઘજાઓ રોપી રહ્યા હોય એમ જણાય છે. ૧૦ કર્ણ સહે નહિ થાતું તુજ અપમાન જો, દુષ્ટ દશા તુજ નયન નહીં દેખી ખમે રે લો; કિંપે કાયા મરણ-ભય અનુમાની જો, લથડિયાં ખાતો દુઃખમાં દિન નિગમે રે લો. ૧૧ અર્થ :- વૃદ્ધાવસ્થામાં કહેવામાં આવતા અપમાનના શબ્દોને નહીં સહન કરવાથી જાણે કાન પણ બહેરા થઈ જાય છે. તે સમયની દુષ્ટ દશાને આંખ પણ જોઈને ખમી નહીં શકવાથી તેની દ્રષ્ટિ મંદ પડી જાય છે.
SR No.009272
Book TitlePragnav Bodh Part 01 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages590
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size286 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy