________________
૨૮૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
અર્થ - સર્વ આરંભ પરિગ્રહના સંગનો ત્યાગ કરી સત્સંગમાં રહી જે તૃષ્ણારૂપી તરણાને બાળશે તે ભવ્યાત્મા નિષ્ફટક એટલે કાંટા વગરના તારૂપી વનમાં વસીને પોતાના નિર્મળ એવા આત્માના દર્શનને પામશે. રજા.
માનવ-ભવપામી, સદ્ગથી નિજ સ્વરૃપ જો જાપુંજી,
મમતા તર્જી, સમતા તપ સેવે, ઘન્ય પુરુંષ પ્રમાણુંજી. વનવું૨૫ અર્થ – ઘણા પુણ્યના ઉદયે આ મનુષ્યભવ પામીને, જો સદ્ગુરુ દ્વારા પોતાનું વાસ્તવિક સ્વરૂપ શું છે? તે જો જાણી લીધું, અને તેના ફળસ્વરૂપ પરપદાર્થોમાં મમતાભાવ મૂકી દઈ જે સમતારૂપી તપને સેવશે તે જ ખરેખર ઘન્ય પુરુષ ગણવા યોગ્ય છે એમ હું માનું છું. //પા.
સગુરુ-યોગે સમ્યક્ તપ ઘર તજે, વાસના પોષેજી,
તેને ફરી તપ-યોગ સુલભ નહિ, નિરંકુશતા-દોષેજી. વનવું. ૨૬ અર્થ :- સદ્ગુરુના યોગે ઇચ્છાઓને રોકવારૂપ સાચું તપ અંગીકાર કરી, જે તેને પાછું તજી દે છે અને ફરીથી વાસનાને જ પોષતો થઈ જાય છે, તેને ફરી આગામી ભવોમાં તપનો યોગ થવો સુલભ નથી. કેમકે તેણે ભગવાનની આજ્ઞાને પાળી નહીં. નિરંકુશ બનીને દોષો સેવી આજ્ઞાનો ભંગ કર્યો માટે ફરીથી સત્પરુષની આજ્ઞા મળવી અને તપનો યોગ થવો તેને માટે દુર્લભ છે. તથા ભગવંતની આજ્ઞા ભંગના ફળ સ્વરૂપ ચારગતિમાં તેને ભટકવું પડશે. રકા
આત્માદિકનું સ્વપૅપ ઓળખી મન વશ કરી વૈરાગ્યેજી,
વિષય-વાસના-સંગ ત્યજીને આતમ-ધ્યાને લાગેજી. વીનવું૨૭ અર્થ - ખરા તપસ્વી તે જ છે કે જે આત્માદિ છ પદના સ્વરૂપને સમજી વૈરાગ્યવડે મન વશ રાખી વર્તે છે. તથા પાંચ ઇન્દ્રિયના વિષયોની વાસનાનો સંગ તજી આત્મધ્યાનમાં લાગે છે. રશા
ચળે નહીં કદ કામ-વિકારે, તે જ તપસ્વી ભારેજી,
મચ્છર, મઘમાખો, વીંછી કે સર્પ ડંખ જ્યાં મારેજી. વનવું ૨૮ અર્થ - અનુકુળ ઉપસર્ગ આવતાં છતાં પણ જે કામ વિકારથી ચલિત થતા નથી, તે જ ભારે તપના ઘારક એવા સાચા તપસ્વી છે. તેમને મચ્છર, મઘમાખો, વીંછી કે સર્પ ડંખ મારે તે સહન કરે છે પણ અકળાતા નથી. ૨૮ાા.
વિષ વ્યાપે પણ ભય ના વ્યાપે, પૂર્વ કર્મ તપ બાળજી,
દુષ્ટ વૈરી નર-સુર-ઉપસર્ગો સહતાં નહિ કંટાળજી. વનવું. ૨૮ અર્થ :- જેના શરીરમાં ઝેરી ડંખવડે ઝેર વ્યાપે પણ ભય વ્યાપતો નથી, એવા તપસ્વીઓ પૂર્વે ઉપાર્જન કરેલા કર્મોને બાળી ભસ્મ કરે છે. દુષ્ટ કે વૈરી એવા મનુષ્ય કે દેવતાના કરેલા ઉપસર્ગોને સમભાવે સહન કરતાં પણ જે કંટાળતા નથી. /૨૯ી.
વેર વિરોઘ વિના સમભાવે, રહે તપોઘન ધ્યાનેજી,
રાગ-દ્વેષ ત્રણે જગને જીતે તે ટળતા તપ-જ્ઞાનેજી. વનવું. ૩૦ અર્થ :- કોઈ પ્રત્યે વેર વિરોધ કર્યા વિના સમભાવમાં રહી, પરૂપ છે ઘન જેનું એવા તપોધન