________________
(ર૪) તપ
૨૮૧
“કામ ભોગ પ્યારા લગે, ફળ કૅિપાક સમાન;
મીઠી ખાજ મુજાવતાં, પિછે દુઃખકી ખાનઃ”૧૮. સ્મશાન ભૂતાવળીવાળાં કે નિર્જન વન ભયકારીજી,
સિંહ, વાઘ સમીપે વસતા મુનિ નિર્ભયતા ગુણ ઘારીજી. વનવું. ૧૯ સાચા તપસ્વીઓ કેમ જીવન ગાળે છે તે હવે જણાવે છે –
અર્થ - સ્મશાન કે જ્યાં ભૂતપ્રેતનો વાસ હોય અથવા ભયંકર નિર્જન વન હોય ત્યાં સિંહ વાઘની સમીપ વસવા છતાં પણ મુનિ સદા નિર્ભયતા ગુણના ઘારક હોવાથી ઉપયોગને સ્થિર રાખી શકે છે. ૧૯મા
રહી નિરાકુળ સ્વાધ્યાયે કે ધ્યાને રાત્રી ગાળજી,
અનુકૂળ પ્રતિક્રૂળ આહારે સમતા-વ્રત-તપ પાળજી. વનવું ૨૦ અર્થ - તેવા ભયંકર વનમાં પણ સ્વાધ્યાય કે ધ્યાનમાં નિરાકુળ રહીને મુનિ ત્યાં રાત્રી ગાળે છે. ત્યાં શરીરને અનુકૂળ કે પ્રતિકૂળ ઉપસર્ગ થાય તો પણ સહન કરે છે તથા શુદ્ધ આહાર મળે તો લે છે; નહીં તો તપની વૃદ્ધિ થઈ એમ માની સમતારૂપી વ્રતને અંગીકાર કરી ઇચ્છાઓને રોકે છે. ૨૦ણા
ઘર્મ-ક્રિયા ઉત્સાહે કરતાં ખેદ નહીં મન લાગેજી;
આળ મૅકે, અપમાન કરે કો, સહે સહું સમભાવેજી. વનવું ૨૧ અર્થ - ગમે તેવા પ્રસંગોમાં પણ તે મહાત્માઓ ઘર્મ ક્રિયાને ઉત્સાહપૂર્વક કરે છે. પણ મનમાં ખેદ લાવતા નથી. કોઈ તેમના ઉપર આળ મૂકે, તેમનું અપમાન કરે તો પણ સર્વ સમભાવે સહન કરે છે. કારણ કે સમભાવ પણ તપ છે. ૨૧ાા
સ્તુતિ નિંદા કરનારા સરખા ગણતા તે તપ સાચુંજી,
ગ્રહી મુનિપદને ના લજવે, જો મન મોક્ષે રાચ્યુંજી. વીનવું ૨૨ અર્થ - જે સ્તુતિ કે નિંદા કરનારને સરખા ગણે છે. કોઈ પ્રત્યે રાગ કે દ્વેષનો ભાવ લાવતા નથી, તો તેમનું તપ સાચું છે.
માન અપમાન ચિત્ત સમગણે, સમ ગણે કનક પાષાણ રે; વંદક નિંદક સમ ગણે, ઇસ્યો હોયે તું જાણ રે. શાંતિ જિન એક મુજ વિનંતી.” -શ્રી આનંદઘનજી
જે મુનિપદને ગ્રહણ કરી દોષો સેવી લજવતા નથી અને જેનું મન માત્ર મોક્ષનો જ અભિલાષ રાખે છે તે જ ખરા મહાત્મા છે. “મુક્ત થવા સિવાય બીજી કોઈપણ પ્રકારની ઇચ્છા નહીં, અભિલાષા નહીં તે “સંવેગ'.” (વ.પૃ.૨૨૬) //રરા.
તપફૅપ વનમાં વસવું દુર્લભ પાપભીરુ જન ટકશેજી,
સદ્ગુરુ-શરણે કોઈક વિરલા વીતરાગ પદ વરશેજી. વનવું ૨૩ અર્થ - ઇચ્છાઓને રોકી તારૂપી વનમાં વસવું તે દુર્લભ છે. જે પાપથી ડરતા હશે તે જ તેમાં ટકી શકશે. ઉપર કહ્યા પ્રમાણે સત્ય તપના સ્વરૂપને સમજી તે પ્રમાણે વર્તીને કોઈક વિરલા જીવ જ સદગુરુ શરણે વીતરાગ પદને પામશે. ૨૩મા
સર્વ સંગ તર્જી સત્સંગે જે તૃષ્ણા-તરણાં બાળજી, તે નિષ્ફટક તપોવને વસ આત્મા નિર્મળ ભાળજી. વનવું ૨૪