SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૫) જ્ઞાન ૨૮૩ મૂનિઓ સદા આત્મધ્યાનમાં લીન રહે છે. જે રાગદ્વેષે ત્રણે જગતને જીતી લીધા, તેને પણ જ્ઞાનસહિત તપ વડે ટાળી શકાય છે. આ૩૦ના તન-મન-વચન તણી ગુણિમાં આત્માને અનુભવતાજી, પાંચ સમિતિ પાળી, ટાળી વિકાર, તપ ઊજવતાજી. વીનવુ ૩૧ અર્થ - મન વચન કાયાની ગુપ્તિમાં રહી ધ્યાનમાં મહાત્માઓ આત્માના સુખને અનુભવે છે. તથા શરીરાદિની પ્રવૃત્તિ કરવી પડે તો ઈર્યાસમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ, આદાનભંડમત નિખેવણ સમિતિ અને પારિષ્ઠાપનિકા સમિતિવડે ઉપયોગને જાગૃત રાખી, વિકારને ટાળી તપની ઉજ્જવળતા કરે છે. ૩૧ મૂર્તિમાન તપ મુનિવર સાચા કર્મધૂળ ખંખેરેજી, નિર્મળ શુદ્ધ સ્વરૅપના બોઘે મોક્ષમાર્ગમાં પ્રેરેજી. વનવું. ૩૨ અર્થ - મૂર્તિમાન તપ તે સાચા મુનિવર છે કે જે ઇચ્છાઓને રોકી કર્મરૂપી ધૂળને ખંખેરે છે. તથા નિર્મળ શુદ્ધ આત્મસ્વરૂપનો બોઘ આપી જીવોને સદા મોક્ષમાર્ગમાં પ્રેરે છે. એવા સ્વરૂપમાં રમનારા સાચા તપસ્વી મહાત્માઓને અમારા અગણિતવાર વન્દન હો. ૩રા તપ હોય પણ જ્ઞાન એટલે સાચી સમજ ન હોય તો તે તપ પણ બાળ તપ કહેવાય છે. સમ્યજ્ઞાનસહિતનું તપ તે મોક્ષને આપનાર છે. જેમ છે તેમ પદાર્થના સ્વરૂપને જાણવું તેનું નામ સમ્યજ્ઞાન છે. એ વિષે વિસ્તારથી આ પાઠમાં સમજાવવામાં આવે છે. (૨૫) જ્ઞાન (હરિગીત) જ્ઞાની ગુરુ શ્રી રાજપ્રભુજી શરપૂર્ણશશી સમા, લઘુરાજ રૂડી વાદળી રૃપ બોઘ-જળ-ભારે નમ્યા; સંસાર-સાગરમાં મુમુક્ષુ છીપ સમ મુખ ખોલતા, ને મંત્ર-જળબિંદુ ગ્રહી રચતા જીંવન-મુક્તા-લતા. ૧ અર્થ :- જ્ઞાન એ આત્માનો ગુણ છે. ગુણ હમેશાં ગુણીમાં રહે છે. તેથી જ્ઞાન ગુણ તે ગુણી એવા જ્ઞાનીમાં સદા સમ્યક રીતે પ્રગટ રહે છે. “જ્ઞાન જ્ઞાનીમાં કળો; જિનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો.” -શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનગુણના ઘારક જ્ઞાની એવા ગુરુદેવ શ્રી રાજપ્રભુજી તો શરદ પૂર્ણિમાના ચંદ્રમાં સમાન છે. તથા પ્રભુશ્રી લઘુરાજસ્વામી તે રૂડી વાદળી સમાન છે, કે જેણે પરમકૃપાળુદેવે આપેલ ખૂબ બોઘરૂપ જળને ભરી, ભવ્યોના હિત માટે વરસાવ્યું.
SR No.009272
Book TitlePragnav Bodh Part 01 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages590
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size286 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy