SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૬ પ્રજ્ઞાવબોધ-વિવેચન ભાગ-૧ આહાર અર્થે ઘરે નોતરું આપે. આપણી કૃપણતા હશે તો તે સાંભળીને મુનિ પણ ઘરે આવશે નહીં. શીલ એટલે સદાચાર, તેમાં મુખ્યત્વે બ્રહ્મચર્ય એ આત્મજ્ઞાન પ્રાપ્તિની યોગ્યતા આપશે. સદાચાર એ ધર્મનું પહેલું પગથીયું છે. ‘યોગ્યતા માટે બ્રહ્મચર્ય એ મોટું સાધન છે અને અસત્સંગ એ મોટું વિઘ્ન છે.’ શ્રીમદ્ રાજચંદ્ર ઇચ્છાઓને રોકવારૂપ અંતરંગ તપ છે. જો ભાવ સ્વરૂપ પ્રાપ્તિ કરવાના હશે તો તે જરૂર ઇચ્છાઓને રોકી બાહ્ય તપાદિને આદરી નિષ્કામ બનશે. ।।૨૮।। એમ ઘર્મ-પુરુષાર્થ જગાડી, અર્થ-પ્રયોજન દેખેજી, સ્વાર્થ અને પરમાર્થ સાંકળી નરભવ આણે લેખેજી. વિનય અર્થ ઃ– એમ ધર્મ-પુરુષાર્થને જગાડી આજીવિકા અર્થે કેટલા ઘનનું પ્રયોજન છે તેટલું ઘન કમાવાનો પુરુષાર્થ કરે છે. એમ સ્વાર્થ સાથે પરમાર્થને જોડી નરભવ લેખે લગાડે છે, અર્થાત્ શરીર કુટુંબાદિ પૂરતો ઘનાદિનો સ્વાર્થ સાધી આત્માર્થ કરવાનું જે ચૂકતા નથી; તે જ સાચા સદ્ગુણી છે. ।।૨૯।। પ્રમાણિકતા, વચન-અચલતા, પરોપકાર ને મૈત્રીજી, વિનય, દયાને સહનશીલતા, સાર્વજનિક સુખ-તંત્રીજી. વિનય૦ અર્થ અર્થ પુરુષાર્થને સાધતા નીચેના ગુણોને ધ્યાનમાં રાખે છે ઃ— જે પ્રામાણિકપણાને છોડતા નથી, આપેલ વચનથી ફરી જતા નથી, પરોપકાર કરવાનું જે ભૂલતા નથી. તથા સહુથી મૈત્રીભાવ રાખવાનું કે વિનય, દયા અને સહનશીલતાને ઘારણ કરવાનું ચૂકતા નથી. આ બધા ગુણો સાર્વજનિક એટલે સર્વ જીવોના સુખનું તંત્ર ચલાવવામાં તંત્રી સમાન છે. તંત્રી એટલે સારી રીતે સુખની વ્યવસ્થા કરનાર છે. ।।૩૦ના ક્ષમા, સંપ ને કર-કસર ગુણ, દીર્ઘદૃષ્ટિ ગુણગ્રાહીજી, નિયમિતપણું, ઉદ્યોગ, સરળતા પ્રજ્ઞા સહ, ઉત્સાહીજી. વિનય અર્થ :– નીચેના સદ્ગુણો પણ અર્થ પુરુષાર્થ સાધવામાં જીવને મદદરૂપ છે. ક્ષમા રાખવી, સંપ જાળવવો, કરકસર કરવી, અર્થાત્ કારણ વિના પૈસાનો દુર્વ્યય ન કરવો. દીર્ઘદૃષ્ટિથી વિચારીને કામ કરવું, બીજાના ગુણો જોઈને ગ્રહણ કરવાનો ભાવ રાખવો. સમયસર કામ કરી નિયમિતપણું જાળવવું, ઉદ્યોગ એટલે પુરુષાર્થી થવું-પ્રમાદી ન થવું, પ્રજ્ઞા સહિત સરળતા રાખવી તથા પ્રત્યેક કામમાં ઉત્સાહવાળા થવું; એ ગુણો મેળવવાથી આત્માર્થના લક્ષ સાથે અર્થ પુરુષાર્થની પણ સિદ્ધિ થાય છે. ।।૩૧।। કામપ્રયોજન પૂરતા ગુણ સૌ સંસારી જન શીખેજી કળા-કુશળતા, પ્રેમ-પ્રતિજ્ઞા-પાલનથી તે દીપેજી. વિનય અર્થ :— કામ પુરુષાર્થને સંસારમાં રહેનારા આત્માર્થી જીવો માત્ર પ્રયોજન પૂરતા જ ન છૂટકે સાથે છે. તેમાં કળા કુશળતા વાપરીને મનને અલિપ્ત રાખવાનો પુરુષાર્થ કરે છે. જેની સાથે લૌકિક પ્રેમની પ્રતિજ્ઞા કરી છે, તેની સાથે સ્વદારા સંતોષવ્રતના પાલનથી તેનું જીવન જગતમાં દીપે છે અર્થાત્ શોભા પામે છે. ।૩૨।। આહાર, જળ કાયાને કાજે ભૂખ-તૃષા-દુઃખ ખોવાજી, અર્થ, કામ, પુરુષાર્થો તેવા પૂર્વકૃત સમ જોવાજી. વિનય૦
SR No.009272
Book TitlePragnav Bodh Part 01 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages590
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size286 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy