SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૬) સગુણ ૪૨૭ અર્થ :- આહાર અને જળનો પ્રયોગ માત્ર કાયાના ભૂખ અને તરસના દુઃખો ખોવા માટે છે તેમ અર્થ અને કામનો પ્રયોગ પણ માત્ર સંસાર તંત્ર ચલાવવા કે મનની તાત્કાલિક વાસનાઓના શમન અર્થે છે. પૂર્વે જેવાં ક ઉપાર્જન કર્યા હોય તે પ્રમાણે તેની પ્રાપ્તિ થાય છે. ૩૩ાા. “મોક્ષ-પુરુષાર્થ જ ગણ સાચો, જન્મ કૃતાર્થ ગણાશેજી, સમ્યક્ દ્રષ્ટિ સહ સૌ સૃષ્ટિ મોક્ષાર્થે જ જણાશેજી. વિનય અર્થ – આ ચારે પુરુષાર્થોમાં મોક્ષ પુરુષાર્થને જ સાચો જાણો. તે આદરવાથી આ મનુષ્ય જન્મ કૃતાર્થ અર્થાત્ સફળ થયો ગણાશે. “આ પુરુષાર્થમાં પ્રથમના ત્રણ પુરુષાર્થ નાશસહિત અને સંસારરોગથી દૂષિત છે એમ જાણીને તત્ત્વોના જાણનાર જ્ઞાનીપુરુષ અંતનો પરમપુરુષાર્થ અર્થાત્ મોક્ષનાં સાઘન કરવામાં જ યત્ન કરે છે. કારણ કે મોક્ષ નાશરહિત અવિનાશી છે.” (વ.પૃ.૨૦૯) આત્માની દ્રષ્ટિ જો સમ્યક્ થાય તો તેને સર્વ સૃષ્ટિ મોક્ષ મેળવવામાં મદદરૂપ થશે. કેમકે જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ છે. જેની દ્રષ્ટિ નિર્મળ છે તેને સર્વ પદાર્થમાંથી ઉત્તમ બોઘ મળી રહેશે. IT૩૪ના સસ વ્યસન પણ એ દ્રષ્ટિથી બોથ અપૂર્વ જણાવેજી, શુંભ-અશુભ કર્મોદય યુત સમ જીત-હાર સમજાવેજી. વિનય હવે સાતે ભાવ વ્યસન સમજાવે છે – અર્થ - સાતે ભાવ વ્યસન પણ ઉપરોક્ત સમ્યકુદ્રષ્ટિ થયે અપૂર્વબોઘના આપનાર થાય છે. જેમ શુભ અશુભ કર્મના ઉદયો એ જ વૃત એટલે જાગાર સમાન છે કે જે જીવને જીત હાર સમજાવે છે. શુભ કર્મના ઉદયમાં રાજા આદિની પદવી મળવાથી હર્ષ પામવો તે જીત સમાન છે અને અશુભ કર્મના ઉદયમાં નિર્ધનતાની પ્રાપ્તિ થયે ખેદ માનવો તે હાર સમાન છે. રૂપા જુગાર સમ જે હર્ષ-શોકનો ઘંઘો ઍવ લઈ બેઠાજી, તે ત્યાગ્યા વિણ અનંતકાળે કોઈ ન શિવપુર પેઠાજી. વિનય અર્થ:- જાગાર સમાન શુભના ઉદયમાં હર્ષ માનવો કે અશુભના ઉદયમાં શોક કરવો એ જ હર્ષ શોકનો ઘંઘો જીવ અનાદિથી લઈ બેઠો છે. તે શુભાશુભભાવને ત્યાખ્યા વિના તો અનંતકાળમાં કોઈ પણ જીવ શિવપુર એટલે મોક્ષનગરમાં પ્રવેશ પામ્યા નથી. //૩૬ “તેહ શુભાશુભ છેદતાં, ઊપજે મોક્ષ સ્વભાવ.” -શ્રીમદ્ રાજચંદ્ર સ્વ-પર દેહમાં મગ્ન બને મન માંસ-રુચિ જ પ્રમાણોજી, ચામડી સુંદર દેખે મોહે, ચામડિયા તે જાણોજી. વિનય અર્થ - સ્વ કે પરના દેહમાં જે મન મોહ કરી મગ્ન બને તે માંસની રૂચિ રૂપ બીજું ભાવ વ્યસન છે, એમ પ્રમાણભૂત માનો. તથા સુંદર ચામડીને દેખી જે મોહ પામે તેને ચામડીયા એટલે ચમાર જાણો. કેમ કે ચમારની દ્રષ્ટિ ચામડા ઉપર હોય છે. - અષ્ટાવક્રનું દ્રષ્ટાંત - અષ્ટાવક્ર કે જેના આઠેય અંગ વાંકા છે તેણે જનકરાજાની સભામાં પ્રવેશ કરતાં જ સભામાં બેઠેલા પંડિતો વગેરે તેમને જોઈ હસી પડ્યા. ત્યારે જ્ઞાની એવા અષ્ટાવક્ર બોલી ઊઠ્યા કે હું આ ચમારોની સભામાં ક્યાં આવી ચઢ્યો. આ તો બઘા શરીરનું ચામડું જોનાર છે, આત્માના ગુણો નહીં. જે આત્માના ગુણો ન જોતાં ચામડું જ જાએ તેને ચમાર જાણવા.
SR No.009272
Book TitlePragnav Bodh Part 01 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages590
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size286 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy