________________
પ્રજ્ઞાવબોધ-વિવેચન ભાગ-૧
“શુદ્ધ ચૈતન્ય જ્ઞાનમૂર્તિને મૂકીને બહાર દૃષ્ટિએ એટલે ચર્મચક્ષુવડે ચામડાને નહીં જોઉં, તે તો ચમારની દૃષ્ટિ ગણાય. જે ચમાર હોય તે જ ચામડાને વિષે રંજન થાય. હું તો દિવ્ય નેત્રવાળો દેવ છું. એટલે જ્ઞાનમૂર્તિ શુદ્ધ ચૈતન્યને જોઈશ-ગુરુગમે.” -૫.પૂ.પ્રભુશ્રીજી દ્વારા લખાવેલ પત્રમાંથી ।।૩૭।। દેહાધ્યાસ અનાદિ પોષે માંસ-વ્યસન ભયકારીજી,
માંસ વધે તેવા આહારે રુચિ પણ માંસાહારીજી. વિનય
અર્થ :— અનાદિકાળથી જીવ દેહાધ્યાસને પોષે છે. તે ભાવથી ભયંકર એવા માંસ-વ્યસનને સેવનાર જાણવો. શરીરનું માંસ વધે તેવા ભાવથી આહારમાં જે રુચિ છે તે પણ માંસાહાર જાણવો. “જો દેહાર્થમાં જ તે મનુષ્યપણું વ્યતીત થયું તો તો એક ફૂટી બદામની કિંમતનું નથી.” (વ.પૃ.૫૬૧) સ્વરૂપ-ભેદ-વિજ્ઞાન વિનાનો મદિરાપાની માનોજી, મોહમદિરા-વ્યસન તજે તે લહે શિવ-સુખ-ખજાનોજી. વિનય
અર્થ ઃ— જેને સ્વ-૫૨નો ભેદ પડ્યો નથી અર્થાત્ જેને સ્વ એટલે પોતે કોણ છે? અને પોતાથી પર એવા પદાર્થો કયા કયા છે? એમ જે યથાર્થ જાણતો નથી તેને મોહરૂપી મદિરાને પીનાર ભાન ભૂલેલો જાણવો. જે મોહરૂપી દારૂના વ્યસનને તજશે તે જ પ્રાણી મોક્ષસુખના અનંત ખજાનાને પામશે; બીજો નહીં. કહ્યું છે કે —મોદ નીવ નવ ઉપશમે, તવ છુ વને છપાય, વર્લ્ડ વોર બાવત રુ.’ ।।૩૯।।
૪૨૮
વિપરીત બુદ્ધિ વેશ્યા જાણો, સંગ અનાદિ તેનોજી,
કુમતિ કલ્પના-નાચ નચાવે લૌકિક હેતુ જેનોજી. વિનય૰
અર્થ = ઇન્દ્રિયોમાં સુખ છે એવી વિપરીત બુદ્ધિને ભાવથી વેશ્યાના વ્યસન સમાન જાણો. અનાદિકાળથી જીવને આવી વિપરીત બુદ્ધિરૂપી વેશ્યાનો સંગ ચાલ્યો આવે છે. આવી પરમાં સુખબુદ્ધિની કલ્પનારૂપ કુબુદ્ધિ જીવને ચારે ગતિઓમાં અનેક પ્રકારનાં દુઃખો આપી નાચ નચાવે છે. એવી કુમતિ માત્ર તાત્કાલિક ક્ષણિક એવા આ લોકના ભૌતિક સુખોમાં જ જીવને ગરકાવ કરાવે છે. ૪૦ના
સદ્ગુરુ-શરણે બુદ્ધિ રાખે, કર્દી ૫રમાર્થ ન ભૂલેજી,
તે વેશ્યા-વ્યસને નહિ રાચે એક લક્ષ શિવ-મૂલેજી. વિનય
અ – જે ભવ્ય પ્રાણી સદ્ગુરુના શરણમાં બુદ્ધિ રાખીને જીવે છે તે કદી પરમાર્થ અર્થાત્ આત્માર્થને ભૂલશે નહીં. તે ૫૨૫દાર્થમાં સુખ માનવારૂપ વેશ્યાના વ્યસનમાં રાચશે નહીં. પણ એક માત્ર શિવમૂલ એટલે મોક્ષનું મૂલ ગુરુકૃપા છે એમ જાણીને તેને મેળવવાના જ પુરુષાર્થમાં રહેશે. ॥૪૧।।
દયા ન હૃદયે ઘરતા તે જન ભાવ-શિકારી જાણોજી,
કામ, ક્રોથ રૂપ વનમાં મ્હાલે, પરભવ-ભય-ભુલાણોજી. વિનય૰
અર્થ ઃ— જેના હૃદયમાં સ્વઆત્મા પ્રત્યે દયાભાવ નથી અને રાગદ્વેષ કર્યા કરે છે. તે જીવોને ભાવથી શિકારી જાણો. જે નિશદિન કામ, ક્રોધાદિ ભાવરૂપ વનમાં વિચરણ કરીને આનંદ માણી રહ્યા છે, તેમને પરભવનો ભય ભુલાઈ ગયો છે. પરભવમાં તે કેટલું દુઃખ પામશે તેનું તેમને ભાન નથી.
‘ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં અહો રાચી રહો.’ -શ્રીમદ્ રાજચંદ્ર ।।૪૨।। દયા, ક્ષમા, સંતોષ હણે તે ક્રૂર જીવો અવિચારીજી, આત્મઘાત-શિકાર તજે તે મોક્ષ-માર્ગ–અનુસારીજી. વિનય૦