________________
(૩૬) સદ્ગુણ
૪૨૯
અર્થ :— આત્માના ગુણો જે દયા, ક્ષમા, સંતોષ વગેરે છે તેને જે હણે તે જીવો ક્રુર અને અવિચારી છે. કેમકે આત્મઘાતી મહાપાપી કહેવાય છે. પણ આત્માના ગુણોને ઘાતવારૂપ શિકારનો જે ત્યાગ કરશે તે જ મોક્ષમાર્ગને અનુસરનાર થશે. II૪૩।।
આત્મબુદ્ધિ દેહાર્દિકમાં જે તે પરસ્ત્રી-રતિ જાણોજી,
એ જ અનાદિ ભૂલે ભમિયો, કાયા ઘરી ન ઘરાણોજી. વિનય
અર્થ :— દેશમાં આત્મબુદ્ધિ અને આત્મામાં દે બુદ્ધિ આદિ છે તે પરસ્ત્રીમાં રમાતા સમાન જાણો. એ જ અનાદિકાળની ભૂલથી જીવ સંસારમાં ભમ્યા કરે છે. આ દેહમાં આત્મબુદ્ધિના કારણે અનંતકાળથી જીવ નવા નવા ઠેઠ ધારણ કરીને હજી સુધી ધરાયો નથી.
“બીજા દેહો તણું બીજ, આ ઠેકે આત્મભાવના;
વિદેહ મુક્તિનું બીજ, આત્મામાં આત્મભાવના.’ સમાધિશતક।।૪૪॥ કાયા-પરનારીમાં માયા ક્રેમે કરી નહિ છૂટેજી, બળવંતા શાનીનો આશ્રય મળતાં તાંતો તૂટે. વિનય
અર્થ :— કાયારૂપી પરસ્ત્રી પ્રત્યેનો માથામો કેમે કરીને હજી સુધી છૂટતો નથી. પણ બળવાન એવા જ્ઞાનીનો આશ્રય મળતાં જરૂર તે સ્નેહનો તાંતણો તૂટી જાય છે, અર્થાત્ કાયા પ્રત્યેનો માયામોહ હટી જાય છે. આર્દ્રકુમાર પોતાના અનુભવથી કહે છે કે હાથીની સાંકળ તોડવી સહેલી છે પણ સ્નેહના કાચા તાંતણા તોડવા દુષ્કર છે. ।।૪૫।।
ઘન-વૈભવમાં અતિ પ્રીતિ તે ભાવ ચોરી, મન આણોજી
અધિક અધિક ગ્રહવાની આશા, પાપતણું મૅળ જાણોજી. વિનય
અર્થ :– ધન એ પરવસ્તુ છે, ધન વૈભવમાં અત્યંત આસક્તિ છે તેને ભાવથી ચોરી જાણો, ઘનાદિને અધિક અધિક ગ્રહણ કરવાની જે આશા-તૃષ્ણા છે તેને તમે સર્વ પાપનું મૂળ જાણો.
“ઘનવૃત્તિમાં કાળ જાય, નરભવે આયુ ખપાય; ઇચ્છે છે ધનવાન ઘન, ભલે મરણ પણ થાય. દાનાદિ પુણ્ય હેતુથી, ઘન ઉપાર્જતો દીન;
કાદવ ખરડી ન્હાઈશું, કહે તે બુદ્ધિહીન, નોપદેશ ||૪||
સર્વ મૂકતાં મોક્ષ મળે તો સંગ્રહભાવ જ ઊંઘોજી, દ્રવ્ય-ભાવથી સર્વ પ્રકારે છૂટવા યોજ પ્રબંધોજી. વિનય
અર્થ :— સર્વ પરિગ્રહને મૂકતા જો મોક્ષ મળે અર્થાત્ સર્વ દુઃખથી મુક્ત થવાય તો પરિગ્રહને સંગ્રહ કરવાનો ભાવ તે જરૂર ઊંચો છે, અર્થાત્ સંસાર વધારનાર છે. માટે દ્રવ્ય અને ભાવ સર્વ પ્રકારે બધા વ્યસનોથી છૂટવા માટેના જ પ્રબંધોની યોજના કરો. ।।૪૭ાા
દયા, ક્ષમા, ધીરજ, સમતા ને મરણ-સમાધિ વિચારીજી, અપ્રતિબંઘ, અસંગ, પ્રશાંતિ; સદ્ગુણ લે ઉર ઘારીજી. વિનય
દ્રવ્ય અને ભાવ વ્યસનોથી છૂટવા કેમ કરવું તેનો ઉપાય આ અંતિમ ગાથામાં જણાવે છે ઃ—