________________
(૪૫) નિર્દોષ નર - શ્રી રામ ભાગ-૪
૫ ૧૫
નીચ દેવતા નહીં હોય તો યુદ્ધ નહીં તેથી અટકે,
સિંહ સમા મુજ ભુજબળ આગળ શિયાળ સમ શું રામ ટકે?” ૨ અર્થ :- અભિમાની જીવને ઊંધુ જ સૂઝે અને સત્ય શિખામણને ગણે નહીં. તેમ રાવણ પણ ક્રોઘ કરીને કહેવા લાગ્યો : જાઓ, તમારા કોઈનું મારે કામ નથી. નીચ એવા દેવતા નહીં હોય તો મારું યુદ્ધ અટકી શકે નહીં. સિંહ સમાન મારા ભુજબળ આગળ આ રામ જેવા શિયાળ શું ટકી શકે? ારા
સિંહનાદ કરી સેનાપતિ રવિ-કીર્તિને આ હુકમ કર્યો - “રણભેરી વગડાવો, ચાલો, સેના સૌ તૈયાર કરો; સિંહગુફા હરણો ઘેરી લે, લંકા તેમ દીસે આજે,
શિયાળ, સસલાં જેવા આવ્યા રામાદિક મરવા કાજે.” ૩ અર્થ - સિંહ જેવો અવાજ કરીને રવિ-કીર્તિ સેનાપતિને રાવણે હુકમ કર્યો કે રણભેરી વગડાવો, બઘા ચાલો, સર્વ સેનાને તૈયાર કરો. સિંહ ગુફાને જેમ હરણો ઘેરી લે, તેમ આ રામના હરણ જેવા સૈનિકોએ આજે લંકાને ઘેરી હોય એમ જણાય છે. તથા શિયાળ અને સસલાં જેવાં આ રામ-લક્ષ્મણાદિ આજે મરવા માટે જ અહીં આવ્યા છે. સંસા
થોલ મારી મુખ રાતું રાખે, તેમ બઘો દેખાવ કરે, પણ અંતરમાં સંશય સાલે ઉર અમંગલ તર્ક ભરે : “રાવણ વણ જગ આજ બનો, પણ રામસહિત નહિ રાજ્ય કરું.”
એમ વિચારી કરી તૈયારી, ચક્રરત્નને અગ્ર કર્યું. ૪ અર્થ - જેમ અસમર્થ પ્રાણી ઘોલ મારીને મુખ રાતું રાખે તેમ રાવણ બધો દેખાવ કરે છે. પણ અંતરમાં શંકા દુઃખ આપી રહી છે કે રામ મને જીતી જશે તો? એવા અમંગળ અશુભ તકથી તેનું હૃદય હવે ભરાવા લાગ્યું.
રાવણ વગરનું આ જગત ભલે બની જાય અર્થાતુ ભલે મરી જાઉં, પણ રામની આણ સ્વીકારીને તો હું રાજ્ય નહીં જ કરું. એમ વિચારીને રાવણે યુદ્ધની તૈયારી કરી અને ચક્રરત્નને આગળ કર્યું. ૪
હય, હાથી, રથ, વિમાન પર સૌ શૂરવીર શોભે શૌર્યભર્યા. વાગે નોબત વિવિઘ વાજાં લડવા લંકાથી નીસર્યા. રાવણના લશ્કરને દેખી, રામસૈન્ય પણ સજ્જ થયું,
વંદન કરી વિતરાગ પ્રભુને રામ-હૃદય તે જોઈ રહ્યું. ૫ અર્થ :- હય એટલે ઘોડા, હાથી, રથ, વિમાન ઉપર સૌ શૂરવીરો પોતાના શૌર્ય વડે શોભવા લાગ્યા. અનેક પ્રકારના જુદા જુદા વાજાં અને નોબત વાગતાં લંકાથી રાવણ વગેરે બધા લડવા માટે નીકળી પડ્યા. રાવણના લશ્કરને દેખી શ્રીરામની સેના પણ સજ્જ બની ગઈ. પ્રથમ વીતરાગ પ્રભુના દર્શન હૃદયથી શ્રીરામે કરીને જે થાય તે જોવા માંડ્યું. પા.
અંજન-પર્વત નામે ગજ પર આરૂંઢ રામ થઈ ચાલે, વિજય-પર્વત નામે ગજ પર ચઢીં લક્ષ્મણ રિપુગણ ભાળે.