________________
પ્રજ્ઞાવબોધ-વિવેચન ભાગ-૧
૪૭૦
પરિગ્રહત્યાગ મહાવ્રત પાળવું અતિ આકરું છે. કેમકે અનાદિકાળથી જીવને પરિગ્રહના ગ્રહણમાં સુખબુદ્ધિ રહેલ છે માટે. II૨૦ના
તે વ્રત ટકાવે ભાવના પાંચે વિષય-વિરાગતા : ના દ્વેષ કર કુશબ્દ ૫૨, સુશબ્દ પર કર રાગ ના; સૌન્દર્ય પર કર રાગ ના, ના દ્વેષ ઘર માઠા રૂપે;
દુર્ગંધથી કંટાળ ના, ના થા પ્રસન્ન સુગંધ પે. ૨૧
હવે પરિગ્રહત્યાગવ્રતને સહાયકારી પાંચ ભાવનાઓ જણાવે છે :—
અર્થ :— પાંચમા પરિગ્રહ ત્યાગ વ્રતને ટકાવવા માટે પાંચે ઇન્દ્રિયોના વિષય પ્રત્યેની વૈરાગ્યભાવના હિતકારી છે. કેમકે પાંચે ઇન્દ્રિયના વિષયો માટે જીવ પરિગ્રહને એકઠો કરે છે તેથી (૧) કોઈ કુશબ્દ બોલે તો પણ દ્વેષ કરવો નહીં. જેમકે ગૌતમ બુદ્ધને કોઈએ ગાળો આપી ત્યારે તેમણે કહ્યું કે મેં તો આમાંથી કંઈ લીધું નથી તો તે કોને રહ્યું ? તો કે કહેનાર પાસે જ રહ્યું. એમ કુશબ્દથી ખેદ પામવો નહીં.
તેમજ સુશબ્દ એટલે મીઠી વાણીથી પણ મોહ પામવો નહીં. જંબુકુમાર પોતાની સ્ત્રીઓના ગમે તેવા મીઠા વચનોથી પણ રાગ કે મોહ પામ્યા નહીં. એમ રાગદ્વેષના નિમિત્તોમાં પણ જે ચલાયમાન થાય નહીં તે ખરો પરિગ્રહ ત્યાગ કરી શકે.
(૨) રૂપ અથવા સૌંદર્ય ૫૨ રાગ કરવો નહીં. જેમકે કોશા વેશ્યાના સૌંદર્ય ૫૨ શ્રી સ્થૂલિભદ્રે રાગ કર્યો નહીં. કોઈનું માઠું રૂપ જોઈને પણ તેના પ્રત્યે દ્વેષ કરવો નહીં. કેમકે એ બધું કર્મનું સ્વરૂપ છે.
(૩) નાકનો વિષય સુગંધ, દુર્ગંધ છે. સુગંધથી રાજી થવું નહીં, તેમજ દુર્ગંધથી કંટાળવું નહીં. નંદિષણનું દૃષ્ટાંત :– નંદિષેણ મુનિ એ રોગી મુનિઓની સેવા કર્યા પછી જ છઠ્ઠનું પારણું કરવું એવો અભિગ્રહ લીધો હતો. તેમની પરીક્ષા કરવા દેવ, મુનિનું રૂપ ધારણ કરી નંદિષેણ મુનિ પાસે આવી કહેવા લાગ્યો કે તમે પારણું કરવા બેઠા છો પણ બગીચામાં મુનિ તો પીડા પામે છે. તે સાંભળી તુરંત ત્યાં જઈ મુનિને ખભા ઉપર બેસાડી ઉપાશ્રયમાં લઈને આવે છે. ત્યાં રસ્તામાં તેમના ઉપર ભયંકર દુર્ગંધમય મળ ત્યાગ કર્યો. છતાં તેમણે દુગંછા કરી નહીં. પણ મુનિનો ગુણ જ જોયો કે અહો! એમને હજી કેટલી વ્યાધિ ભોગવવી પડે છે. નંદિષેણ મુનિના આવા ભાવ જાણી દેવ પ્રગટ થઈ સ્તુતિ કરી દેવલોકે ગયો.
તેમજ ફુલોની સુગંધથી પણ રાજી થવા જેવું નથી. કેમકે તે પણ અંતે નાશ પામવાની છે. ।।૨૧।।
૪ઘર ના રતિ રસમાં અતિ, અતિ ન નીરસતા પ્રતિ, ૫ને રાગ ક૨ ના મધુર સ્પર્શે, ખીજ નહિ માટે અતિ; સમભાવ સર્વે સ્થિતિમાં સાચા મુનિ તો સાચવે, પ્રતિકૂળ ને અનુકૂળ પરિષહમાં ઘીરજ ખરી દાખવે. ૨૨
અર્થ :– (૪) કોઈપણ સ્વાદના રસમાં અતિ રાગ કરવો ઉચિત નથી. મંગૂ નામના આચાર્ય રસમાં લુબ્ધ થવાથી મરીને યક્ષ બન્યા. તેમજ નીરસ ભોજનમાં પણ અતિ એટલે અણગમો કરવો નહીં. શુદ્ધ ભોજન મળી આવે તેમાં સંતોષ માનવો.
(૫) સ્પર્શ ઇન્દ્રિયનો વિષય કોમળતા છે. શરીરના સુવાળાપણામાં મોહ કરવો નહીં. તેમજ કઠણ સ્પર્શ, ભૂમિ કે ચટાઈ વગેરેથી અણગમો લાવવો નહીં. સાચા મુનિ આવી સર્વે સ્થિતિમાં સમભાવને