SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૬) ક્રિયા ૩૦૧ જૈનધર્મી બની જાય છે. ઘર્મ જ જગતમાં એક રક્ષક છે. બીજાં કોઈ જીવની રક્ષા કરનાર નથી. /૧ળા ખાન, પાન, વસ્ત્રાદિમાં રે ખામી ન રાખે ખાસ રે-ગુરુજીને વંદીએ રે. શરીર શણગારે ઘણું રે ચણે નવા આવાસ રે,-ગુરુજીને વંદીએ રે. ૧૮ અર્થ - આવા નાસ્તિક લોકો ખાન, પાન, વસ્ત્રાદિ પહેરવામાં કોઈ ખામી રાખતા નથી અને શરીરના ખૂબ શણગાર કરે છે તથા રહેવા માટે નવા નવા મકાન ચણ્યા કરે છે. ||૧૮ના સંશોભિત સામાનથી રે કળા-રસિક ગણાય રે-ગુરુજીને વંદીએ રે. સુંદર સ્ત્રી-પરિવારથી રે મોજ અનેક મણાય રે-ગુરુજીને વંદીએ રે. ૧૯ અર્થ - તેવા લોકો અનેક પૌગલિક સુશોભિત વસ્તુઓ ભેગી કરે છે. જેથી તે લોકોની દ્રષ્ટિમાં કળા રસિક ગણાય છે. સુંદર સ્ત્રી કે પરિવાર હોય તો જ અનેક પ્રકારની મોજ માણી શકાય એમ તેમની માન્યતા હોય છે. ||૧૯ાા રોશની, નાટક, નૃત્યમાં રે ખર્ચ કરી ખુશ થાય રે-ગુરુજીને વંદીએ રે. કામ ભોગ અર્થે જીંવે રે તે પરમાર્થ મનાય રે-ગુરુજીને વંદીએ રે. ૨૦ અર્થ – ઘરમાં અનેક પ્રકારની રોશની બનાવીને કે નાટક, સિનેમા, નૃત્ય વગેરે જોવામાં પૈસાનો ખર્ચ કરીને ખુશી થાય છે તથા કામ ભોગ અર્થે તેઓ માત્ર જીવન જીવે છે અને તેને જ જીવનમાં પરમાર્થ અર્થાત્ પરમ પ્રયોજનરૂપ તત્ત્વ માને છે. ૨૦ના. અણસમજું એવું લવે રે: “એ જ ખરા છે દેવ રે-ગુરુજીને વંદીએ રે. એના આઘારે જીંવતા રે બહુ જીવો કરી સેવ રે-ગુરુજીને વંદીએ રે. ૨૧ અર્થ :- તેમાં વળી અજ્ઞાની અણસમજા જીવો તો એવી લવારી કર્યા કરે છે કે પૃથ્વી પર આ રાજા, મંત્રી કે શેઠ વગેરે તો દેવ જેવા છે. એના આઘારે ઘણા જીવો એમની સેવા કરીને જીવન જીવે છે. ર૧ાા આર્ય જનો એવું વદે રે, “પાપજીંવી એ જીવ રે-ગુરુજીને વંદીએ રે. આત્મવિચાર કરે નહીં રે પરમાં લીન અતીવ રે-ગુરુજીને વંદીએ રે. ૨૨ અર્થ - પણ આર્યપુરુષો એવું કહે છે કે એ બઘા પાપ વડે જીવનારા જીવો છે. તેઓ આત્મવિચાર કરતા નથી પણ પર એવા ભૌતિક પદાર્થોમાં જ અતીવ એટલે અત્યંત લીન બનીને પોતાનું અમૂલ્ય જીવન નિરર્થક ગુમાવી દે છે. રરા ભવ ભમતાં થાક્યો નહીં રે કરે અથર્મ-ઉપાય રે-ગુરુજીંને વંદીએ રે ભૂંડા મોતે મરી જશે રે નરકે એ અસહાય રે-ગુરુજીને વંદીએ રે. ૨૩ અર્થ – ચારગતિરૂપ સંસારમાં ભમતાં હજી આ જીવ થાક્યો નથી. તેથી હજુ અઘર્મ એટલે પાપ વઘવાના જ ઉપાયો કર્યા કરે છે. એવા જીવો ભૂંડા મોતે મરી જઈ નરકમાં જઈ પડશે. ત્યાં તેમની સહાય કરનાર કોણ છે? ારકા ગૃહસ્થો, ત્યાગી ઘણા રે ઇચ્છે એવાં સુખ રે-ગુરુજીને વંદીએ રે. તૃષ્ણારૂપ દીવે પડે રે પતંગ સમ ભેલી દુઃખ રે-ગુરુજીને વંદીએ રે. ૨૪ અર્થ - સંસારમાં આ કાળમાં ગૃહસ્થો કે ત્યાગી સાધુઓ પણ એવા ઘણા છે કે જે અજ્ઞાનવશ
SR No.009272
Book TitlePragnav Bodh Part 01 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages590
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size286 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy