________________
(૮) પ્રમાદના સ્વરૂપનો વિશેષ વિચાર
૬ ૫
અને એ જ અધર્મ છે, અર્થાતુ પોતાના આત્માનો તે ધર્મ એટલે સ્વભાવ નથી પણ વિભાવ છે. એ કર્મોને લઈને જીવ અનાદિકાળથી આ સંસારમાં ભમે છે. તથા જન્મ, જરા, મરણાદિના ઘોર દુઃખોને અશરણ એવો આ જીવ અનુભવ્યા કરે છે તથા નવા નવા કર્મો બાંઘી ફરી ફરી તેની સાદિ એટલે નવી નવી શરૂઆત કર્યા કરે છે. “જન્મ, જરા,મરણાદિ દુઃખે કરી સમસ્ત સંસાર અશરણ છે.” (વ.પૃ.૪૫૪) ૧ળા
નિર્મોહીનું દુઃખ ગયું ભળાય, તૃષ્ણા નથી તો નથી મોહ-લાય;
તૃષ્ણા ગઈ જો નહિ લોભ પાંડે, નિર્લોભીને કર્મ કદી ન ભીડે. ૧૮ અર્થ - નિર્મોહી એવા જ્ઞાની પુરુષોનું દુઃખ ચાલ્યું ગયું એમ કહી શકાય. કેમકે તેમને તૃષ્ણા નથી તો મોહની લાય એટલે બળતરા પણ નથી.જો તૃષ્ણા ચાલી ગઈ તો તેને લોભ કષાય પીડી શકતો નથી. એવા નિર્લોભી પુરુષને કર્મ પણ કદી ભીડમાં લેતા નથી. કેમકે –“જન્મ, જરા, મરણ કોનાં છે? કે જે તૃષ્ણા રાખે છે તેનાં જન્મ, જરા, મરણ છે. માટે જેમ બને તેમ તૃષ્ણા ઓછી કરતા જવું.” (વ.પૃ.૪૫૫) I૧૮ના
ઉપાય રાગાદિ નિવારવાને, બોઘેલ વીરે સુણ સાવઘાને -
દૂઘાદિ દીતિકર સૌ રસોને, સેવો નહીં નિત્ય યથેચ્છ, જોને. ૧૯ અર્થ - રાગ દ્વેષાદિ ભાવકને નિવારવાનો ઉપાય શ્રી મહાવીર પ્રભુએ બોઘેલ છે. તેને હું કહું છું તે તું સાવધાનીપૂર્વક સાંભળ. દૂઘ, ઘી, સાકર, મિષ્ટાન્ન આદિ રસોને ઇન્દ્રિયો માટે દીતિકર એટલે ઉત્તેજન આપનાર ગણ્યા છે. માટે તેનું હંમેશાં ઇચ્છા પ્રમાણે સેવન કરવું નહીં. ૧૯ો.
ઝાડે ફળો સુંદર મિષ્ટ દેખી, ટોળે મળી ત્યાં ઘસતાં જ પંખી;
તેવી રીતે કામની વાસનાઓ, ઊઠી ઘસે દીસ દિલે બલાઓ. ૨૦ અર્થ :- ઝાડ ઉપર સુન્દર મીઠા ફળોને જોઈને પક્ષીઓના ટોળેટોળા ત્યાં આવીને ઘસે છે. તેવી રીતે ઉત્તેજિત આહાર વડે કામની વાસનારૂપ બલાઓ પણ દિલમાં આવીને વસી મનને દીપ્ત એટલે ઉત્તેજિત કરે છે. //રા
જો બ્રહ્મચારી જમશે યથેચ્છ, તો વિષયાગ્નિ શમશે ન, વત્સ!
દાવાગ્નિ ગાઢા વનનો શમે ના, જ્યાં વાયુનો વેગ વઘી ઘમે, હા! ૨૧ અર્થ - જો બ્રહ્મચારી મનની ઇચ્છા પ્રમાણે ભોજન લેશે તો હે વત્સ! તેની વિષયરૂપી અગ્નિ કદી શમશે નહીં, અર્થાત્ ઓલવાશે નહીં. જેમ ગાઢા વનનો દાવાનલ ઓલવાય નહીં કે જ્યાં વાયુનો વેગ વઘીને તે દાવાનલને વિશેષ ઘમણની જેમ ઘમ્યા કરે છે તેમ. વાયુના વેગથી જેમ અગ્નિ વધે છે તેમ દૂઘ, મિષ્ટાન્નાદિ વિશેષ ખાવાથી ઇન્દ્રિયોની ઉન્મત્તતા વિશેષ વૃદ્ધિને પામે છે. //ર૧TI
વ્યાધિ સમો રાગ-ર૬ ગણાય, ઇન્દ્રિય જીત્યે ઝટ તે હણાય;
આહાર ઓછો કરજો દવા તે, એકાન્તમાં વાસ ખરી હવા છે. ૨૨ અર્થ :- શરીરમાં વ્યાધિ એટલે રોગ સમાન રાગ પણ જીવનો શત્રુ ગણાય છે. ઇન્દ્રિયોનો જય કરવાથી તે રાગરૂપ શત્રુને શીધ્ર હણી શકાય છે. ઇન્દ્રિયોનો જય કરવા આહારને ઓછો કરજો, એ જ ખરી દવા છે. તથા બ્રહ્મચારીએ એકાન્તમાં વાસ કરવો એ જ આત્માની તંદુરસ્તી માટે ખરી હવા છે. ગારા
બિલાડીનો ત્રાસ સમીપવાસે, માની ભલા ઉંદર દૂર નાસે; માને મુનિ સ્ત્રી-સહવાસ તેવો, સ્ત્રીના મુકામે નહિ વાસ લેવો. ૨૩