________________
(૧૭) પાર્શ્વનાથ પરમાત્માભાગ-૧
૨ ૦ ૭
નિર્મમ, નિર્ભય, નગ્નફૅપ દેખી કોપે ભીલ;
બાણે મુનિતન વીંઘતો તે નિર્દય, કુશીલ. ૯૭ અર્થ - નિર્મમત્વભાવવાળા, નિર્ભય એવા મુનિનું નગ્નરૂપ જોઈને તે ભીલ કોપાયમાન થયો. નિર્દયી અને કુશીલ સ્વભાવવાળા એવા ભીલે તે મુનિ મહાત્માના શરીરને બાણથી વીંધી નાખ્યું.
થીરજ મુનિવર ના તજે, ઘર્મધ્યાનમાં લીન;
દેહ તજી રૈવેયકે ઊપજે મુનિ પ્રવીણ. ૯૮ અર્થ -બાણથી વીંઘાતા છતાં પણ મુનિવરે ઘર્મધ્યાનમાં લીન રહીને ઘીરજનો ત્યાગ કર્યો નહીં. તેથી આ નશ્વર દેહનો ત્યાગ કરી આત્મધ્યાનમાં પ્રવીણ એવા મુનિ મહાત્મા રૈવેયક સ્વર્ગમાં જઈને ઉત્પન્ન થયા. ૯૮.
અવધિજ્ઞાને જાણી લે : ઘર્મતરું સુખદાય
ભાવે, પોષે ત્યાં રહ્યા તંદી સૌ જિનરાય. ૯૯ અર્થ - ત્યાં અવધિજ્ઞાનવડે જાણી લીધું કે ઘર્મરૂપી કલ્પવૃક્ષનું જ આ સુખદાયક ફળ મળ્યું છે. તેથી ત્યાં પણ સર્વ જિનેશ્વરોને વંદન કરીને ઘર્મભાવને જ ભાવે છે અને પોષે છે. II૯૯ાા
અહમિંદ્ર-સુર એકઠા મળતા સહજ સ્વભાવ;
ઘર્મકથા, મુનિગણ-કથન કરે વઘારે ભાવ. ૧૦૦ અર્થ - સહજ સ્વભાવે અહમિંદ્ર દેવો એકઠા મળે ત્યારે ઘર્મકથા કરીને કે મુનિ મહાત્માઓના ગુણોનું સ્તવન કરીને પોતાના ભાવોમાં વૃદ્ધિ કરે છે. ૧૦૦
કામ-દાહ નહિ તેમને, સ્ત્રી-સુખ ચહે ન ચિત્ત;
સમાન અહમિંદ્રો વિષે રૂપ, કળા કે વિત્ત. ૧૦૧ અર્થ - તે અહમિંદ્ર દેવોને કામ વાસનાની બળતરા નથી. તે સ્ત્રી સુખને મનથી ચાહતા નથી. તેથી ત્યાં સ્ત્રીઓ પણ હોતી નથી. સર્વ અહમિંદ્રોના રૂપ, કળા કે રિદ્ધિ સમાન હોય છે. ૧૦૧ાા
રૌદ્ર-ધ્યાનથી ભીલ મરી મુનિ-હત્યાથી જાય,
નરક સાતમી ભયભરી, ત્યાં તે બહુ પસ્તાય. ૧૦૨ અર્થ :- રૌદ્ર ધ્યાન વડે મરીને તે ભીલ મુનિ હત્યાના કારણે ભયથી ભરેલી એવી સાતમી તમને તમપ્રભા નરકમાં જઈને પડે છે. ત્યાં તે બહુ પસ્તાય છે, પણ છૂટવાનો કોઈ ઉપાય નથી. /૧૦૨ાા
ત્યાંના દુઃખ ના કહીં શકે સર્વ પ્રકારે કોય,
જાણે શ્રી ભગવાન કે જે ભોગવતા હોય. ૧૦૩ અર્થ :- નરકના દુઃખો સર્વ પ્રકારે કોઈ કહેવા સમર્થ નથી, કાં તો શ્રી કેવળી ભગવાન પોતાના જ્ઞાન વડે જાણે છે, કાં જે ભોગવતા હોય તે જ અનુભવે છે. /૧૦૩
દુઃખ ખમ્યું નવ જાય પણ નહિ કો શરણ સહાય,
ક્ષણ ક્ષણ ઇચ્છે મરણ પણ મરણ અકાલ ન થાય. ૧૦૪ અર્થ -નરકનું દુઃખ ખમી શકાય એવું નથી. પણ ત્યાં જીવને કોઈ શરણ આપનાર નથી કે સહાય