________________
૨ ૦૪
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
અર્થ - હવે શરીરનું સ્વરૂપ કેવું છે તે ચક્રવર્તી વિચારે છે :
આ શરીર અસ્થિર છે, નાશવંત છે. ધૃણા ઉત્પન્ન કરે તેવા મળ-મૂત્રની ખાણ છે. તેમાં કંઈ સારભૂત તત્ત્વ નથી. સમુદ્ર જેટલા પાણીથી એને ઘોવામાં આવે તો પણ તે પવિત્ર થાય એમ નથી. /૭૭ળા.
સત ઘાતુમય મળ-ભરી ચર્મ કોથળી કાય;
ઉલટાવી જરી જો જુઓ અતિ અપવિત્ર જણાય. ૭૮ અર્થ :- ચામડાની કોથળી એવી આ કાયામાં સાત ઘાતુમય મળ ભરેલ છે. એને જરા ઉલટાવીને જુઓ અર્થાત્ અંદરનું બહાર લાવીને જુઓ તો હાડ, માંસ, મળ, મૂત્રાદિ એવા અતિ અપવિત્ર પદાર્થો જ દ્રષ્ટિગોચર થશે. ૭૮
નિશદિન નવ તારો મલિન, ત્રિવિથ તાપનું મૂલ;
તેમાં સુખ શું શોઘવું? હે! જીંવ, હવે ન ભૂલ. ૭૯ અર્થ - શરીરના મલિન એવા નવે દ્વારમાંથી રાતદિવસ મેલ જ નિકળે છે. એ આધિ, વ્યાધિ અને ઉપાધિનું મૂળ છે, અર્થાત્ શરીર છે તો આધિ, વ્યાધિ અને ઉપાધિ છે. સિદ્ધોને શરીર નથી તો આ ત્રિવિધ તાપ પણ નથી. માટે આવા મળમૂત્રની ખાણ સમા શરીરમાં શું સુખ શોધવું? હે જીવ! હવે તું ભૂલ મા. //૭૯ાાં
પોષાતાં દુખ-દોષ દે, શોષાતાં સુખકાર;
દુર્જન-દેહ-સ્વભાવ સમ, ઉપકારે અપકાર. ૮૦ અર્થ - આ શરીરને પોષતાં તે વિકારનું કારણ થઈ દુઃખરૂપ એવા અનેક દોષ ઊભા કરે છે. અને એને તપાદિ વડે શોષતા શાંત પડ્યું રહી સુખનું કારણ થાય છે. દુર્જન અને આ દેહનો સ્વભાવ બરાબર છે. ઉપકારનો અપકાર આપે એવો આ કૃતધ્રી દેહ છે. ૮૦ના
નરતન પામી તપ કરું, એ નહિ મમતા કાજ;
આત્મયોગ ઉપજાવીને કરું સફળ શિવ-સાજ. ૮૧ અર્થ - માનવ દેહ પામીને હવે હું ઇચ્છાઓને રોકવારૂપ તપ કરું. આ શરીર મમતા એટલે મારાપણું કરવાને લાયક નથી. પણ આ દેહ વડે આત્મયોગ એટલે આત્મજ્ઞાન પ્રગટે એવા જ્ઞાની પુરુષનો યોગ મેળવી તેની આજ્ઞાથી મોક્ષ પ્રાપ્તિના સાઘન સેવી તેને સફળ કરું. ૮૧ાા
અરે! અરિ જગ જીવના ભોગ જ દે ભવ-રોગ;
ભોગવતાં લાગે ભલા, પછી પડાવે પોક. ૮૨ અર્થ - હવે ચક્રવર્તી રાજા ભોગની ભયંકરતાને ચિંતવે છે -
અરે! આશ્ચર્ય છે કે આ ભોગ જ જગત જીવોના શત્રુ છે. એ જ સંસાર રોગને વઘારે છે. ભોગવતાં તે મીઠા લાગે પણ તેના ફળમાં દુઃખ આપીને પોક પડાવે છે.
“કામ ભોગ પ્યારા લગે, ફળ કિંયાક સમાન;
મીઠી ખાજ મુજાવતા, પછે દુઃખી ખાન!” -બૃહદ આલોચના ૮૨ાા વિષથર-વિષથી પણ વધું, દુખદાયી બહુ કાળ; ઘર્મ રત્ન હર જાય વળી, પોષે લાલચ-લાળ. ૮૩