SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૨ ૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ ચોર તજે નહિ ચોરર્ટી વૃત્તિ, અતિ ઘન વૈભવ હોય ભલે જો, પારકી થાળી વિષે રસ કલ્પત જીભ, રસોઈ અનન્ય મળે તો; જે નિજ આત્મસુખે નહિ તૃસ, ચહે પરચીજ અનેક પ્રકારે, ગાય હરાયી સમાન ભમી પર ક્ષેત્ર વિષે બહુ દુઃખ વધારે. ૪ અર્થ :- હવે પંચ મહાવ્રતમાં ત્રીજું અચૌર્ય મહાવ્રત છે. તેમાં બાળક એવી ચોરટી વૃત્તિ વિષે બોઘ આપે છે કે – જીવને ચોરી કરવાની આદત પડી ગઈ હોય તો અતિ ઘન, વૈભવ ભલે હોય તો પણ તે ચોરટી વૃત્તિ જીવમાંથી જતી નથી. જેમ ઘરમાં અનન્ય એવી શ્રેષ્ઠ રસોઈ મળતા છતાં પણ જીભ પારકા ઘરની થાળીમાં રસ કહ્યું છે, અર્થાત્ પારકા ઘરની રસોઈ જીવને મીઠી લાગે છે. તેમ જે જીવ પોતાના આત્મસુખ વડે તૃપ્ત નથી તે જ અનેક પ્રકારે પરવસ્તુને ઇચ્છે છે. અને તેના ફળમાં ચાર ગતિમાં ભમીને અનંત દુઃખ પામે છે. જેમ હરાયા ઢોર સમાન ગાય ભમીને પરના ક્ષેત્રમાં મોટું ઘાલે તો ડફણાનો માર પણ તેને ખાવો પડે છે. જો કામ-વિકાર વશે ઑવ ઝૂર સહે અતિ દુઃખ ભવોભવ ભારી; સ્પર્શ-વિયોગ નહીં કર્દી, તેથી અનાદિ વઘી નીંચ વિષય જારી. મૂળ મહાન પરિગ્રહનું રતિ-વૃત્તિ હણે સત્સંગતિ સાચી, આ કળિકાળ વિષે અતિ દુર્લભ સજ્જનયોગ કરે જ અયાચી. ૫ અર્થ - હવે ચોથા બ્રહ્મચર્ય મહાવ્રતમાં બાઘક એવા કામવિકારો વિષે જણાવે છે – કામ વિકારને વશ થઈને જીવ ઝૂરે છે અને તેના ફળમાં ભવોભવ અત્યંત દુઃખોને સહન કરે છે. કોઈ કાળે જીવને સ્પર્શેન્દ્રિયના વિષયનો વિયોગ થયો નથી. તેથી અનાદિકાળની જીવની નીચ એવી વિષય વાસના છૂટતી નથી. સૌ આરંભ અને પરિગ્રહનું મૂળ તે રતિ-વૃત્તિ એટલે કામવૃત્તિ છે. તે કામવૃત્તિ સાચા પુરુષોની સંગતિથી હણાય છે. સત્સંગ છે તે કામ બાળવાનો બળવાન ઉપાય છે.” -શ્રીમદ્ રાજચંદ્ર આ કળિકાળમાં એવા સજ્જન પુરુષોનો યોગ મળવો અતિ દુર્લભ છે કે જે જીવને સર્વકાળને માટે અયાચી એટલે ભૌતિક સુખના ભિખારીપણાનો નાશ કરી દે. આપણા “ઘર્મ ભેંલે ઘનમાં જનનાં મન, લાભ થતાં બહુ લોભ વધે છે; લોક ગણે ઘન ઉત્તમ શાર્થી? મળે સુખને યશ, લોક વદે છે. એ સુખ ને યશ કાયમ કો નર આજ સુથી ઘનથી નથી પામ્યો, તોય ગમાર વિચાર કરે નહીં, આંઘળી દોડ થકી ન વિરામ્યો.” અર્થ - હવે પંચમ પરિગ્રહ ત્યાગ મહાવ્રતમાં વિદન કરનાર ઘન પ્રત્યેની આસક્તિની વિચિત્રતા જણાછે છે કે – લોકોના મન ઘનમાં આસક્ત થઈને ઘર્મને ભૂલી જાય છે. કેમકે લાભ થતાં જીવનો લોભ બહ વધી જાય છે. તે વિષે “મોક્ષમાળા'માં શ્રીમદ્ રાજચંદ્ર જણાવે છે કે : કોણ જાણે લક્ષ્મી આદિકમાં કેવીયે વિચિત્રતા રહી છે કે જેમ જેમ લાભ થતો જાય છે તેમ તેમ લોભની વૃદ્ધિ થતી જાય છે; ઘર્મ સંબંઘી કેટલુંક જ્ઞાન છતાં, ઘર્મની દૃઢતા છતાં પણ પરિગ્રહના પાશમાં પડેલો પુરુષ કોઈક જ છૂટી શકે છે; વૃત્તિ એમાં જ લટકી રહે છે; પરંતુ એ વૃત્તિ કોઈ કાળે સુખદાયક કે આત્મહિતૈષી થઈ નથી. જેણે એની ટૂંકી
SR No.009272
Book TitlePragnav Bodh Part 01 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages590
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size286 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy