________________
લેખો ટાઈમ્સ ઑફ ઇન્ડિયામાં પણ છપાવા લાગ્યા. સંયુક્ત કુટુંબ (Joint Family) ઉપર લખેલો તેમનો લેખ ઘણો જ પ્રસિદ્ધિ પામ્યો હતો.
આદર્શ શિક્ષક તેઓશ્રી હવે ગ્રેજ્યુએટ થયા તેથી માતુશ્રી તેમજ મોટા ભાઈના મનમાં થયું કે હવે તેઓ મોટા અમલદાર બનશે. પણ તેઓશ્રીના મનમાં દેશોદ્ધાર અને જનસેવાની ભાવના નાનપણથી જ ઘર કરી ગયેલી. તેથી તેમને મન તો આખી સૃષ્ટિ જ પોતાનું કુટુંબ હતું. “વસુધૈવ કુટુંબકમ્”
શ્રી મોતીભાઈ અમીનની આગેવાની હેઠળ ચરોતર એજ્યુકેશન સોસાયટીની સ્થાપના થઈ. તેમાં પોતે ઈ.સન્ ૧૯૧૫માં સ્વયંસેવક તરીકે જોડાયા. ત્યાંથી તેઓ માત્ર પોતાના ભરણ પોષણ જેટલું જ મહેનતાણું લેતા. આણંદમાં ઈ.સન્ ૧૯૨૦-૨૧માં દાદાભાઈ નવરોજી (ડી.એન.) હાઈસ્કૂલમાં બે વર્ષ હેડમાસ્તર તરીકે સેવા બજાવી. તે બન્ને વર્ષે મેટિક કક્ષાનું પરિણામ સો ટકા આવ્યું હતું. વિદ્યાર્થીઓને ભણાવવામાં તેઓ એવા તલ્લીન થઈ જતા કે પિરિયડના અંતે ઘંટના ટકોરા પણ તેમને સંભળાતા નહીં.
- વિદ્યાર્થીઓને સુઘારવાની આગવી રીત | વિદ્યાર્થીનો ગમે તેવો ગુનો હોય તો પણ તેને તે વખતે નહીં પણ બીજે દિવસે જ શિક્ષા કરવી એમ શિક્ષકોને ભલામણ કરેલી. આથી શિક્ષકનો તાત્કાલિક આવેશ સમાઈ જતો અને વિદ્યાર્થીને સુઘરવાની તક મળતી. તેમજ શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો સંબંઘ મીઠો બનતો.
છાત્રાલયમાં અમુક વિદ્યાર્થીઓ કૂવે સ્નાન કરી ઘોતિયા ઘોયા વગર ત્યાં ને ત્યાં જ રહેવા દેતા. એક બે વખત તેઓશ્રીએ ઘોતિયા જાતે જ ઘોઈ વિદ્યાર્થીઓની ઓરડીએ સૂકવી દીધા. તેથી શરમાઈને વિદ્યાર્થીઓએ પોતાની ટેવ સુઘારી દીથી.
આચાર્ય થવા સમ્યકજ્ઞાન અને ઉત્તમ આચાર ડી.એન. હાઈસ્કૂલ ‘વિનયમંદિર' બનતાં તેઓ હેડમાસ્તરને બદલે ‘આચાર્ય થયા. તેઓને મન તો આચાર્ય” થવા માટે સાચું જ્ઞાન અને ઉત્તમ આચાર જોઈએ; તેમજ મન, વાણી અને વર્તનની એકતા જોઈએ; તેના વિના ‘આચાર્ય” કહેવડાવવું યોગ્ય નથી. તે યોગ્યતા લાવવા શ્રી અરવિંદ કે તેવા કોઈ મહા પુરુષ પાસે જઈ જીવન ઉન્નત કરવાની તેમને ઝંખના જાગી. અગાઉની દેશોદ્ધારની ભાવના હવે આત્મોદ્ધાર કરવા ભણી વળી.
મહાપુરુષનું મિલન અને જીવનપલટો સંવત્ ૧૯૭૭ની દિવાળીની રજાઓમાં તેઓશ્રી બાંધણી આવેલા. ત્યાં શ્રી ભગવાનભાઈ પાસેથી પરમપૂજ્ય પ્રભુશ્રીજીનું નામ સાંભળી, દશેરાના દિવસે તેમની સાથે અગાસ આશ્રમમાં આવ્યા. આશ્રમમાં રાયણ તળે પ.પૂ.પ્રભુશ્રીજીના પ્રથમ દર્શનથી તેમજ બોઘથી તેમને ઘણો જ સંતોષ થયો. પૂર્વના સંસ્કારે તેમને મનમાં થયું કે પિતાશ્રીની સેવા તો ન મળી; પણ આ મહાપુરુષની જો સેવા મળે તો જીવન સફળ થઈ જાય, કૃતાર્થ થઈ જાય.
મંત્રદીક્ષા પ.પૂ.પ્રભુશ્રીજીએ વાત્સલ્યભાવથી પૂ.શ્રી બ્રહ્મચારીજીને કાળી ચૌદશ જેવા સિદ્ધિયોગને દિવસે મંત્ર
(૬)