________________
પરમપૂજ્ય શ્રી બ્રહ્મચારીજીનું
જીવનચરિત્રા “(સંક્ષિપ્ત)
જન્મ પરમપૂજ્ય શ્રી બ્રહ્મચારીજીનો જન્મ વિક્રમ સંવત ૧૯૪પના જન્માષ્ટમીના શુભ દિને ગુજરાતના ચારુતર પ્રદેશમાં બાંઘણી નામના ગામમાં થયો હતો. જન્માષ્ટમી, મહાત્મા શ્રી કૃષ્ણનો જન્મ દિવસ છે. શ્રી કૃષ્ણનું બીજું નામ ગોવર્ઘનઘર છે, તેને અનુસરતું એમનું નામ પણ ગોવર્ધન રાખવામાં આવ્યું.
તેમના પિતાશ્રીનું નામ શ્રી કાળિદાસ દ્વારકાદાસ હતું. તેઓ મહાત્મા શ્રી કૃષ્ણના પરમભક્ત હતા. મંદિરના જીર્ણોદ્ધાર વગેરેમાં દ્રવ્ય ખર્ચતા. મથુરાની ત્રીજી યાત્રા કરી મર્યાદા (મરજાદ) લઈ આવ્યા, અને પોતાની અંતિમ અવસ્થા કુટુંબથી દૂર રહી તેમણે ભગવભક્તિમાં પૂર્ણ કરી.
તેમના માતુશ્રીનું નામ જીતાબા હતું. તેઓ પણ ભક્તહૃદયી હતા. પુત્રનો જન્માષ્ટમીનો જન્મ તેમજ જન્મથી જ તેને પરમ શાંત, આનંદી જોઈને તેમને થતું કે આ કોઈ દૈવીપુરુષ છે. એક વખત જોષીએ પુત્રના જમણા પગના ઢીંચણે લાક્ષણિક ચિહ્ન જોઈને ઊમળકાથી કહ્યું–આ તો કોઈ મહાપુરુષ છે! આ વચનો સાંભળી માતાની એ માન્યતા વિશેષ દ્રઢ થઈ, અને જન્માષ્ટમીએ જન્મેલા પોતાના પુત્રમાં તેમને બાલકૃષ્ણ ગોવર્ધનના દર્શન થયા.
બાલ્યાવસ્થા ઉંમર વધતા તેમનું વિશાળ ભાલ, ગાલે ખંજન, કાનની ભરાવદાર બટ્ટીઓ તેમજ ગૌર વદન પર નિર્દોષ હાસ્ય સૌને આનંદનું કારણ થતું. બાળવયથી જ તેઓ સ્વભાવે શાંત, વિનયી, બુદ્ધિશાળી અને આજ્ઞાંકિત હતા.
અભ્યાસકાળ મેટ્રિક સુધીનો અભ્યાસ તેમણે પેટલાદ બોર્ડિંગમાં રહી કર્યો. ત્યાં આદર્શ શિક્ષક તરીકે નામાંકિત થયેલ શ્રી કરુણાશંકર માસ્તરના સાહિત્યપ્રેમ અને ઉચ્ચ આદર્શોથી પ્રભાવિત થઈ પોતે સુંદર કાવ્યો લખતા થયા અને વાંચનનો શોખ પણ વધ્યો. તેમજ ત્યાં શ્રી મોતીભાઈ અમીનની નિઃસ્વાર્થ સેવાથી અંજાઈ, દેશોદ્ધારની ભાવના પણ જન્મી. બાલવયથી કરુણાળુ સ્વભાવ હોવાથી તેઓ પોતાને મળતા ઈનામો અને સ્કૉલરશિપનો ઉપયોગ ગરીબ વિદ્યાર્થીઓની મદદ માટે કરતા. મેટ્રિક પછી વડોદરામાં આર્ટ્સ કૉલેજમાં જોડાયા. અભ્યાસ ઉપરાંત, બીજાં ઘણું વાંચતા. તેમને મન સમય અમૂલ્ય હતો. તેથી પળેપળનો તેઓ ઉપયોગ કરી જાણતા. તે જોઈ બીજા ઘણા વિદ્યાર્થીઓ પણ તેમનાથી પ્રભાવિત થતા.
વડોદરાથી ઈન્ટર આર્ટ્સ પાસ કરી પેટલાદ બોર્ડિંગનાં જૂના મિત્રોને મળવાનું થયું. દેશને સ્વતંત્ર કરવા કાયદાની કલમે નહીં પણ ઉચ્ચ પ્રકારનું શિક્ષણ મેળવી, દેશભરમાં પ્રજાને જાગૃત કરી, સ્વતંત્રતાનું ખમીર રેડવું એમ સંકલ્પ કર્યો. સર્વત્ર અંગ્રેજીનું વિશેષ મહત્ત્વ હોવાથી તે સંબંધી ઉચ્ચ કોટીનું જ્ઞાન પ્રાપ્ત કરવા મુંબઈની વિલ્સન કૉલેજમાં જોડાયા. ઈસ્વી સન્ ૧૯૧૪માં બી.એ. પાસ કરી બોમ્બે પ્રેસિડેન્સીમાં પ્રસિદ્ધ થયેલ વિદ્વાન પ્રોફેસર સ્કૉટ પાસેથી અંગ્રેજી સાહિત્યનું એવું ઉચ્ચ કક્ષાનું જ્ઞાન મેળવ્યું કે તેમના * શ્રી શાંતિભાઈ પટેલ દ્વારા રચિત “જીવનરેખા”ના આઘારે સંક્ષિપ્ત કરનાર - શ્રી પારસભાઈ જૈન, અગાસ આશ્રમ