________________
પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૧
શાશ્વત સુખશાંતિને પામીએ એવી આપ પ્રભુ પ્રત્યે અમારી પ્રાર્થના છે તે સફળ થાઓ. ઘરા ત્રિવિધિના તાપે અશરણ બધો લોક બળતો, ભૂલી અજ્ઞાને હા! સ્વપ નિજ, દુ:ખે ઊકળતો; તમારી વાણી ને શરણ વિણ ના તાપ ટળતો, તથાપિ ના શોધે શરણ તુજ, એ ખેદ ૨ળતો. ૩
૨
-
અર્થ :– હે પ્રભુ! ઊર્ધ્વ, અથો અને મધ્ય એવા ત્રણેય લોકમાં જેને કોઈનું શરણ નથી એવા અશરણ પ્રાણીઓ આધિ, વ્યાધિ અને ઉપાધિના ત્રિવિધ તાપથી જગતમાં બળી રહ્યા છે. હા! આશ્ચર્ય છે. કે અનાદિકાળથી પોતાના સ્વસ્વરૂપને અજ્ઞાનના કારણે ભુલી જઈ, જન્મ, જરા, મરણના કે ત્રિવિદ્ય તાપાગ્નિના દુઃખમાં જ તે ઊકાળ્યા કરે છે. તે ત્રિવિદ્ય તાપ માત્ર તમારી વીતરાગ વાણી કે તમારા અન્ય શરણ વિના ટળી શકે એમ નથી. તો પણ હે નાથ ! મારો આત્મા ભારે કર્મવશાત્ આપનું શરણ લેવાને શોધતો નથી એ જ મોટો ખેદ વર્તમાનમાં મને દુઃખ આપે છે તેને હે નાથ ! તું નિવાર, નિવાર.
‘શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથમાં પત્રાક ૨૧૩માં પરમકૃપાળુદેવે ઉપરોક્ત ભાવ વ્યક્ત કર્યો છે. તેને આ કડીમાં વણી લેવામાં આવ્યો છે. તે આ પ્રમાણે છે :
“આ લોક ત્રિવિધ તાપથી આકુળવ્યાકુળ છે. ઝાંઝવાના પાણીને લેવા દોડી તૃષા છિપાવવા ઇચ્છે છે, એવો દીન છે. અજ્ઞાનને લીધે સ્વરૂપનું વિસ્મરણ થઈ જવાથી ભયંકર પરિભ્રમણ તેને પ્રાપ્ત થયું છે. સમયે સમયે અતુલ ખેદ, જ્વરાદિક રોગ, મરણાદિક ભય, વિયોગાદિક દુઃખને તે અનુભવે છે; એવી અશરણતાવાળા આ જગતને એક સત્પુરુષ જ શરણ છે; સત્પુરુષની વાણી વિના કોઈ એ તાપ અને તૃષા છેદી શકે નહીં એમ નિશ્ચય છે. માટે ફરી ફરી તે સત્પુરુષના ચરણનું અમે ધ્યાન કરીએ છીએ.” (વ.પૃ.૨૬૯)
અસાતા સંસારે ભરપૂર ભરી ત્યાંય સુખી જો કદી કોઈ પ્રાણી, અનુભવી શકે પુણ્યન્સી જો; તમે બોધેલું તે અનુસરી કમાણી શુભતણી, કરીને પામ્યો છે સુખ, પણ ભૂંલે છે Ăળ ઘણી. ૪
અર્થ :— આ સંસારમાં અશાતા વેદનીય ભરપૂર ભરેલી છે. ત્યાં પણ કદી કોઈ પ્રાન્ની સુખી દેખાય છે અથવા પુણ્યરૂપી સખી સાથે સુખ અનુભવતા નજરે પડે છે, તે પણ હે કૃપાળુ ! તમારા બોધેલા બોધને અનુસરીને જે પુણ્યની કમાણી જીવોએ કરી છે તેથી જ તે બાહ્ય સુખ સામગ્રીને પામ્યા છે. છતાં તે સુખના મૂળભૂત કારણ એવા આપ ઘણીને જ ભૂલી જાય છે; એ આશ્ચર્ય છે.
ઉપરોક્ત ભાવ ‘શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથના પત્રાંક-૨૧૩માં નીચે પ્રમાણે છે :
“સંસાર કેવળ અશાતામય છે. કોઈ પણ પ્રાણીને અલ્પ પણ શાતા છે, તે પણ સત્પુરુષનો જ અનુગ્રહ છે; કોઈ પણ પ્રકારના પુણ્ય વિના શાતાની પ્રાપ્તિ નથી; અને એ પુણ્ય પણ સત્પુરુષના ઉપદેશ વિના કોઈએ જાણ્યું નથી; પણે કાળે ઉપદેશેલું તે પુણ્ય રૂઢિને આધીન થઈ પ્રવર્તે છે; તેથી જાણે ને ગ્રંથાદિકથી પ્રાપ્ત થયેલું લાગે છે, પણ એનું મૂળ એક સત્પુરુષ જ છે; માટે અમે એમ જ જાણીએ છીએ કે એક અંશ શાતાથી કરીને પૂર્ણકામતા સુધીની સર્વ સમાધિ, તેનું સત્પુરુષ જ કારણ છે.' (પૃ.૨૯)
કરી સત્કાર્યોને પરભવ વિષે નૃપતિ થયો, છતાં ભુલ્યો હેતુ સફળ ભવ મોહે નહિ થયો;