SearchBrowseAboutContactDonate
Page Preview
Page 512
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૪ પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૧ “શૂરવીર છતાં સ્મરી મૈત્રી તમે, અમ સુત-રમત જોજો નીરખી; વિદ્મ ભયંકર આવી પડ્યે લખજો, તો આર્વીશ હું હરખી.” ૪૬ અર્થ :— રાજા દશરથ હવે મનને કઠણ કરીને લશ્કર સાથે બન્ને વીરને વિદાય આપતાં મિત્ર રાજા જનકના સ્નેહને સ્મરી દૂતને સંદેશો આપે છે. જનકરાજાને દૂત મારફત કહેવરાવે છે. તમે શૂરવીર છતાં અમારી મિત્રતાનું સ્મરણ કર્યું તો અમારા પુત્રોની રમત તમે નીરખી જોજો. અને કોઈ ભયંકર વિા આવી પડે તો લખજો, તો હું પણ હર્ષભેર તમારી પડખે આવી ઊભો રહીશ. ।।૪૬।। મિથિલાપુર પહોંચ્યા કે સામે આવી નૃપ સત્કાર કરે; નગરજનો બહુ કરે પ્રશંસા : “સીતાયોગ્ય શ્રી રામ ખરે! પૂર્વ પુણ્યથી વીર નર બન્ને રૂપ-ગુણના ભંડાર લછો, ઉત્તમ વર-કન્યાના યોગે યાગ યથાર્થ થનાર, અહો!'' ૪૭ અર્થ :– મિથિલાપુરીમાં પહોંચ્યા કે સામે રાજા જનક આવીને સત્કાર કરવા લાગ્યા. નગરજનો પણ બહુ પ્રશંસા કરવા લાગ્યા કે ખરેખર આ શ્રી રામ સીતા સતીને માટે યોગ્ય વર છે. અહો! આશ્ચર્ય છે કે પૂર્વ પુણ્યના બળે બન્ને વીર નર, રૂપ અને ગુણના ભંડાર છે. ઉત્તમ વર અને કન્યાના યોગે આ યાગ એટલે યજ્ઞ પણ યથાર્થ ધનાર જણાય છે. જશા થોડા દિનમાં યજ્ઞવિધિ સૌ નિર્વિઘ્ને સંપૂર્ણ થઈ, લગ્ન કરે શ્રી રામી સાથે સીતા તર્ણી સંમતિ લઈ; સમાચાર દશરથને મળતાં તેડે વર-વહૂઁ નિજ પુરમાં, ઇન્દ્રસમા શ્રી રામ વાજે, સ્નેહસહિત સહોદ૨માં. ૪૮ અર્થ :— થોડા જ દિવસોમાં યશની સર્વ વિધિ નિર્વિઘ્ને સંપૂર્ણ થતાં સીતાના લગ્ન તેની સમ્મતિ લઈને રાજા જનકે શ્રીરામ સાથે કર્યા. આ સમાચાર દશરથ રાજાને મળતાં વર-વધૂને પોતાના નગરમાં આવવા તેડું મોકલ્યું, ઘેર આવ્યા પછી ઇન્દ્ર સમાન શ્રી રામ પોતાના સર્વ ભાઈઓ સાથે પ્રેમસહિત અયોધ્યા નગરીમાં બિરાજે છે. ૫૪૮૫ (૪૩) નિર્દોષ ન૨ - શ્રી રામ ભાગ-૨ * માતપિતાને અતિ સંતોષી રામસીતા નિજ નગર વસે; ભ્રમર-કોયલ સ્વરવાયો લઈને વસંત ઋતુ આવી વિલસે; નવીન અંકુરો ઘરે વનસ્પતિ, પર્ણ નૂતન રૂપ રંગ ઘરે, લતા મુકુલિત સ્મિત કરે, કોઈ પ્રફુલ્લ ફૂલે હાસ્ય કરે. ૧
SR No.009272
Book TitlePragnav Bodh Part 01 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages590
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size286 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy