________________
(૪૩) નિર્દોષ નર - શ્રી રામ ભાગ-૨
૪૮૫
અર્થ - માતપિતાને અતિ સંતોષ આપતા શ્રી રામ અને સીતા સતી પોતાના નગરમાં જ નિવાસ કરીને રહ્યાં છે. તેટલામાં ચૈત્ર વૈશાખ મહિનાની વસંતઋતુ આવી પહોંચી. ભમરાઓ અને કોયલો પોતાના સ્વરરૂપ વાદ્યો વડે મનોહર અવાજ કરવા લાગ્યા. વનસ્પતિઓએ પણ નવા અંકુરો ઘારણ કર્યા. પર્ણ એટલે પાંદડાઓ પણ જૂના ખરી જઈ નવા આવીને નવીનરૂપ રંગને ઘારણ કરવા લાગ્યા. મુકુલિત એટલે અર્થ ઊઘડેલી કળીવાળી લતા પણ સ્મિત એટલે મનમાં આનંદિત થવા લાગી અને કોઈ લતા ઉપર ફલ આવી જવાથી તે જાણે પ્રફુલ્લિત થઈને હાસ્ય કરવા લાગી. ||૧૫.
નિર્મળ નભથી ચંદ્ર-ચાંદની નયનાનંદ-જનક વર્ષે, દક્ષિણ વાયુ પુષ્પપરાગે સરવર-શૈત્યે ઉર સ્પર્શે;
ઋતુરાજ-સુખ દેવા દશરથ લક્ષ્મણ-લગ્ન-વિધિ રચતા,
પૃથ્વીદેવી સહ શત કન્યા પરણાવી ઉત્સવ કરતા. ૨ અર્થ:- આવી વસંતઋતુમાં નિર્મળ નભ એટલે આકાશમાંથી ચંદ્રમાની ચાંદની આંખોને આનંદજનક વર્ષવા લાગી. દક્ષિણ દિશાનો પવન પુષ્પપરાગની શ્રેષ્ઠ સુગંઘને સ્પર્શી સરોવરના ઠંડા જળની સાથે વહેતો હૃદયને સ્પર્શવા લાગ્યો. આવા ઋતુરાજ એટલે વસંતઋતુના સુખ આપવા રાજા દશરથ લક્ષ્મણના લગ્નવિધિની યોજના કરવા લાગ્યા અને પૃથ્વીદેવીની સાથે એકસો કન્યાઓ શ્રી લક્ષ્મણને પરણાવી ઉત્સવ કરવા લાગ્યા. ||રા)
અવસર દેખી એક દિવસ બન્ને વર દશરથને વીનવે “કાશ-દેશમાં નગર બનારસ કુલક્રમગત અવનતિ સુંચવે,
સ્વામી વગર સમૃદ્ધિ ન ઘરતું, હોય હુકમ તો ત્યાં વર્સીએ,
ઘનસંપન્ન સુશોભિત કરીએ, ભુજબળને પણ કંઈ કસીએ.” ૩ અર્થ - અવસર દેખીને એક દિવસ બન્ને વીર શ્રી રામ અને શ્રી લક્ષ્મણ પોતાના પિતાશ્રી દશરથ પ્રત્યે વિનયસહિત કહેવા લાગ્યા કે કાશી દેશમાં આવેલ નગર બનારસ તે કુલ ક્રમાગત એટલે આપણા પૂર્વજોની પરંપરાથી આપણા જ આધીન વર્તે છે, પણ હાલમાં તે દેશ અવનતિ સૂચવે છે.
સ્વામી વગર તે દેશ સમૃદ્ધિને પામતો નથી. માટે આપનો હુકમ હોય તો અમે ત્યાં જઈને વસીએ. તેને ઘનસંપત્તિ વડે સુશોભિત કરી તથા અમારા ભુજબળને પણ કંઈક કસી જોઈએ કે તે કેવું છે? ગાયા
નૃપ દશરથ કહે: “સહી શકું નહિ વિયોગ બન્ને વીર તણો, ભરતાદિક પૂર્વજ અહીં વસિયા, આ જ અયોધ્યા પ્રથમ ગણો. એક જ નભમાં સૂર્ય-ચંદ્ર વસી વિસ્તારે નિજ તેજ બથે,
તેમ પ્રતાપ તમારો વઘશે; અહીં રહેવાથી સર્વ સશે.”૪ અર્થ - દશરથ રાજા કહે : તમે જવાથી તમારા બન્ને વીરોનો વિયોગ હું સહી શકું એમ નથી. આપણા પૂર્વજો શ્રી ઋષભદેવના પુત્ર ભરત વગેરે રાજાઓ પણ પ્રથમ આ અયોધ્યામાં જ વસ્યા હતા.
એક જ આકાશમાં જેમ સૂર્ય કે ચંદ્ર વસીને પોતાનું તેજ આખી પૃથ્વી ઉપર વિસ્તારે છે તેમ તમારો પ્રતાપ પણ અહીં રહેવા માત્રથી આખી પૃથ્વી પર વૃદ્ધિ પામશે અને સર્વ કાર્યની સિદ્ધિ થશે. [૪