SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૦ ૨. પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧ પણ તપ વડે જે પાપ રોકે શુભ મને આસ્રવ કરે, તે મોક્ષ પામે ના કદી; મનશુદ્ધિથી સિદ્ધિ વરે. ૪૯ અર્થ - આત્મજ્ઞાની મુનિ પંચ મહાવ્રત અને ત્રણ ગુતિ વડે જ્ઞાનધ્યાનમાં વર્તતા, કર્મ આવવાના સત્તાવન આસ્ત્રવધારને રૂંઘે છે. અને તેથી સ્વરૂપ-સંવર થાય છે અર્થાત્ નવીન કમ આવીને તેમના આત્મા સાથે જોડાઈ શકતા નથી. પણ જે આત્મજ્ઞાન વગર માત્ર બાહ્ય તપવડે પાપોને રોકે છે તે તો શુભભાવથી ફરી નવીન કમોંનો આસ્રવ કરે છે; તેથી તે કદી મોક્ષ પામી શકે નહીં. પણ મનના શુદ્ધભાવથી જીવ મોક્ષસિદ્ધિને પામે છે. “તેહ શુભાશુભ છેદતાં ઊપજે મોક્ષ સ્વભાવ.” -શ્રીમદ્ રાજચંદ્ર ૪૯ો. હવે નવમી નિર્જરાભાવનાનો વિચાર કરે છે : પ્રત્યેક ઑવને કર્મ ફળ આપી હૂંટે તે નિર્જરા, પણ તે જ કાળે નવન કર્મો બાંઘતા જન નિર્બળાસવિપાક નામે નિર્જરા તે મોક્ષનો હેત નથી; અવિપાક નામે નિર્જરા સંવર વડે તપથી થતી. ૫૦ અર્થ :- પ્રત્યેક જીવને કર્મનું ફળ આપી જે છૂટે તે નિર્જરા તત્ત્વ છે. પણ તે જ સમયે નિર્બળ એવો જીવ ફરી રાગદ્વેષના ભાવો કરીને નવીન કર્મનો બંઘ કરે છે. ઉદયમાં આવીને કર્મ નિર્જરે તે સવિપાક નામની નિર્જરા છે. તે જીવને મોક્ષનું કારણ થતી નથી. પણ અવિપાક નામની જે નિર્જરા છે તે મોક્ષનો હેતુ થાય છે. પણ તે જ્ઞાનસહિત તપવડે નવીન કમનો સંવર કરવાથી થાય છે. ૫૦ગા. હવે દસમી લોકભાવનાનું ચિંતવન કરે છે : નીચે નરક છે સાત લોકે, મધ્ય લોકે આપણે, છે ઊર્ધ્વ લોકે દેવ ગણ ને સિદ્ધ લોકાંતે ભણે. ચારે ગતિમાં ભટકતાં બહુ લોકયાત્રા તો કરી; પણ બોધિરૃપ ત્રણ રત્નની પ્રાપ્તિ થવી બહુ આકરી. ૫૧ અર્થ :- આ લોકમાં નીચે સાત નરકો છે. મધ્યલોકમાં આપણે છીએ. તથા ઊર્ધ્વલોકમાં દેવોનો સમૂહ વસે છે. તેમજ સિદ્ધ ભગવંતો લોકના અંતમાં બિરાજમાન છે. મારા આત્માએ ચારે ગતિમાં ભટકતા ઘણી લોકયાત્રા કરી, તો પણ સમ્યદર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ બોધિ-રત્નની પ્રાપ્તિ થઈ નહીં. તે રત્નત્રયની પ્રાપ્તિ થવી આ સંસારમાં બહુ આકરી છે. ૫૧ાા. હવે અગિયારમી બોધિદુર્લભ ભાવનાને વિચારે છે : વળી બોધિલાભ થયા છતાં તપ ના પ્રમાદે જે કરે, તો તે રખે! બોધિ-જહાજ તજી પડે રત્નાકરે. દુર્લભ અતિ યતિઘર્મ દશ, મુમુક્ષુને તે મોક્ષ દે; સર્વોપરી પુરુષાર્થ સાથું–થર્મ-મર્મ અલક્ષ છે.” પર અર્થ - વળી રત્નત્રય૩૫ બોધિની પ્રાપ્તિ થયા છતાં પણ પ્રમાદવશ જે બાર પ્રકારના અનશન, ઊણોદરી કે સ્વાધ્યાય, ધ્યાન, કાયોત્સર્ગ વગેરે તપનું આચરણ કરતા નથી, તો તે રખે! એટલે કદાચ બોધિરૂપ જહાજને છોડી દઈ પાછા રત્નાકર એટલે સંસારરૂપી સમુદ્રમાં પડી જશે.
SR No.009272
Book TitlePragnav Bodh Part 01 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages590
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size286 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy