________________
(૨૭) આરંભ-પરિગ્રહની નિવૃત્તિ ઉપર જ્ઞાનીએ આપેલો ઘણો ભાર
૩ ૨ ૧
અનાદિ અસત્સંગવશે મૂંઢમતિને નર્થી ભાન;
આરંભ આદિ ભાવ સહ ઇચ્છે છે નિર્વાણ. ૪૦ અર્થ - અનાદિકાળના અસત્સંગના કારણે મૂઢમતિ એવા આ જીવને પોતાનું ભાન નથી કે સુખ શામાં છે. આરંભ-પરિગ્રહના મમત્વવાળા ભાવ સાથે આ જીવ નિર્વાણને એટલે મોક્ષને ઇચ્છે છે પણ તે કદી શક્ય નથી. //૪૦ાા.
તે ભાવોને ટાળવા કરતો નથી જીંવ યત્ન,
તે ટાળ્યા વિના કદી મળે ન મુક્તિ-રત્ન. ૪૧ અર્થ :- આવા મમત્વભાવ કે મૂચ્છભાવને ટાળવા માટે આ જીવ યત્ન કરતો નથી પણ તે ભાવોને ટાળ્યા વિના જીવને મુક્તિરૂપી રત્નની પ્રાપ્તિ પણ કદી થવાની નથી, એમ તું નિશ્ચય માન. ૪૧||
સૌ આરંભ-પરિગ્રહો નિર્મળ કરવા હોય;
સાઘન પરમ મળે નહીં બ્રહ્મચર્ય સમ કોય. ૪૨ અર્થ - સૌ આરંભ-પરિગ્રહ પ્રત્યેના મૂચ્છભાવને હૃદયમાંથી નિર્મળ કરવા હોય તો બ્રહ્મચર્ય સમાન બીજાં કોઈ ઉત્કૃષ્ટ સાઘન નથી. “સર્વ પ્રકારના આરંભ તથા પરિગ્રહના સંબંઘનું મૂળ છેદવાને સમર્થ એવું બ્રહ્મચર્ય પરમ સાઘન છે. યાવત્ જીવન પર્યત તે વ્રત ગ્રહણ કરવાને વિષે તમારો નિશ્ચય વર્તે છે, એમ જાણી પ્રસન્ન થવા યોગ્ય છે. (વ.પૃ.૫૦૨) //૪રા.
શિખામણ દે ત્રાજવાં જો, નીચે આ જાય
પલ્લું ગ્રહવા ઇચ્છતું ખાલી ઊર્ધ્વ સુહાય.”૪૩ અર્થ - ત્રાજવાં આપણને શિખામણ આપે છે કે પરિગ્રહના ભારથી પલ્લું ભારે થાય છે તે જમીનને ગ્રહવા ઇચ્છે છે, અર્થાત્ તે તે જીવ નીચેની નરકાદિ ગતિઓમાં જાય છે તથા પરિગ્રહના ત્યાગથી જે જીવનું પલ્લું ખાલી રહે છે તે જીવ દેવાદિ ઉર્ધ્વગતિમાં જઈને શોભાને પામે છે. ૪૩
આશા-ખાણ અપૂર્વ છે, ત્રિભુવનથી ન ભરાય;
ખોદી પરિગ્રહ ફેંકતા સપુરુષે પુરાય. ૪૪ અર્થ - જીવની તૃષ્ણારૂપી ખાણ એવી અપૂર્વ છે કે તેમાં ત્રણે લોકમાં રહેલ દેવતા, મનુષ્ય કે ભુવનપતિના સુખો નાખી દેવામાં આવે તો પણ તે ખાણ ભરાય નહીં. પણ બધા પ્રકારના પરિગ્રહને તે તૃષ્ણાની ખાણમાંથી ખોદી ખોદીને બહાર ફેંકવામાં આવે તો તે જરૂર પુરાય એમ છે. પણ આમ બનવું તે માત્ર પુરુષના બોઘે શક્ય છે. સપુરુષના બોઘે જીવને સંતોષભાવ આવવાથી અનાદિનો તૃષ્ણારૂપી ખાડો જરૂર પુરાય એમ છે.
ભોગવૃત્તિ ઉરથી તજો, કરો ન પર-પંચાત;
આત્માને ઉદ્ધારવા કમર કસો, હે! ભ્રાત.૪૫ અર્થ:- ઇન્દ્રિય વિષયોની ભોગ વૃત્તિને હે ભવ્યો! હવે તેના દુઃખદાયક સ્વરૂપને વારંવાર વિચારી કાઢી નાખો. તો પરિગ્રહ પ્રત્યેની મૂચ્છનો ભાવ પણ આપોઆપ સમાઈ જશે તથા આત્માથી પર એવા