SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ (૪) દયાની પરમ ઘર્મતા ૨ ૧ તે થિંગથર્ટીનું શરણ ઘરતાં ઘરજ દ્રઢ હૃદયે રહે, મરણાંત સંકટ વિકટ તોયે વીર્ય સમભાવે વહે. ૨૭ અર્થ :- ચમત્કારી એવા શ્રી ગુરુના શરણથી નિરાશાઓ દૂર દૂર ભાગી જાય, દીનતા એટલે લઘુગ્રંથિ નાશ પામે તથા પામરપણું પણ જણાય નહીં તો ત્યાં કાયરપણું ક્યાંથી ટકી રહે? અર્થાત સદ્ગુરુનો આશ્રિત તેમના બોઘબળે શૂરવીર બની જાય છે. ધીંગઘણી એવા સગુરુ ભગવંતનું સાચું શરણ લેતાં હૃદયમાં એવી દ્રઢ ઘીરજ આવે કે જે મરણાંત વિકટ સંકટ આવી પડે તો પણ તેનું આત્મવીર્ય સમભાવમાં જ વહ્યા કરે. એવો શ્રી ગુરુનો મહિમા જગતમાં સદા પ્રસિદ્ધ છે. શા અરિહંત-સિદ્ધ-સ્વરૂપ-ભોગી સગુરું હૃદયે રમે, જેના વચનબળથી જીંવો ભ્રાંતિ અનાદિની વમે; યુક્તિ-પ્રયુક્તિ પ્રેમ ને દ્રષ્ટાંત ચેષ્ટા સહજ જ્યાં, વ્યસની ભેંલે વ્યસનો બઘાં, પ્રભુપ્રેમરસ રેલાય ત્યાં. ૨૮ અર્થ - અરિહંત, સિદ્ધ ભગવંતને પ્રાપ્ત એવા સહજાત્મસ્વરૂપના ભોગી શ્રી સદ્ગુરુ ભગવંત જેના હૃદયમાં રમે છે, તે જીવો તેમના વચનબળે અનાદિકાળથી ચાલી આવતી એવી આત્મભ્રાંતિને જરૂર વમે છે. શ્રી સદગુરુ ભગવંતના વચનમાં આવતી અનેક યુક્તિ પ્રયુક્તિઓ અને સત્ પ્રત્યેનો પ્રેમ અને દ્રષ્ટાંતો તેમજ શ્રી ગુરુની સહજ આત્મચેષ્ટા જાણીને વ્યસની પણ બઘા વ્યસનોને ભૂલી જાય છે અને તેમાં પણ પ્રભુ પ્રેમનો રસ રેલાતો થઈ જાય છે, અર્થાત્ તે પણ પ્રભુ પ્રત્યેની ભક્તિમાં તન્મય બને છે. એવા પરમાત્મપદ પ્રાપ્ત શ્રી સદ્ગુરુ દેવના ઉપકારનો મહિમા અનહદ છે કે જેનું વર્ણન કોઈપણ પ્રકારે થઈ શકે એમ નથી. એવા નિગ્રંથ સદગુરુ ભગવંતને અમારા કોટિશઃ પ્રણામ હો, પ્રણામ હો. બીજા અને ત્રીજા પાઠમાં સાચા દેવ અને સાચા ગુરુનું સ્વરૂપ સમજાવી હવે આ ચોથા પાઠમાં સાચાઘર્મનું સ્વરૂપ સમજાવવામાં આવે છે. કેમ કે સાચો ઘર્મ દયામૂળ છે. જ્યાં દયા નથી ત્યાં ઘર્મ નથી. અહિંસા પરમો ઘર્મ' અહિંસા એટલે દયા એ જ પરમ ઘર્મ છે. સર્વ જીવો પ્રત્યે દયા રાખી તેમને મન વચન કાયાથી હણવા નહીં એ જ સર્વોત્કૃષ્ટ ઘર્મ છે. તે દયાનું યથાર્થ સ્વરૂપ હવે આ પાઠમાં વર્ણવવામાં આવે છે. - (૪). દયાની પરમ ઘર્મતા (દોહરા) દીનદયાળ દયા કરો, પરમ ઘર્મ-આઘાર; તુમ સમ સમર્થ કોઈ નહિ, આત્મબોઘા-દાતાર ૧
SR No.009272
Book TitlePragnav Bodh Part 01 Full Book
Original Sutra AuthorN/A
AuthorBramhachari, Paras Jain
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages590
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size286 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy