________________
૨ ૦
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
નજરે ન દીઠા હોય તો પણ તેમના પ્રત્યે સુશિષ્યો પ્રીતિને ધારણ કરે છે.
વળી શિષ્યના દોષોને હરવા શ્રી ગુરુ હૃદયને નિષ્ફર પણ કરે. જેમ દયાળુ એવી માતા બાળકનો રોગ હરવા બળ કરીને પણ કડવી દવા બાળકના મુખમાં રેડે છે, કે જેથી તેનો રોગ નાશ પામે. તેમ શ્રી ગુરુ શિષ્યના દોષો કઢાવવા કદી હૃદયને કઠોર કરે, પણ પરિણામમાં તો જેને અનંતી દયા જ વર્તે છે. ર૩મા
વિશ્વાસ ઘર શિષ્ય કહેલા દોષ ગુરુ નહિ ઉચ્ચરે, જાણે, ન જાણે કાન બીજો તેમ ગુણિ તે ઘરે; દ્રષ્ટિ મીઠી પલટાય ના કર્દી, દોષ જાય બઘા ગળી,
પૂરી પ્રતીતિ સંઘને : “નહિ દોષ શકશે નીકળી.” ૨૪ અર્થ - વિશ્વાસ રાખીને શિષ્ય કહેલા દોષને શ્રી ગુરુ બીજાને કદી કહે નહીં. તેમનો બીજો કાન પણ જાણે નહીં એવી ગુપ્તતાને શ્રીગુરુ ઘારણ કરે છે. દોષો કહેવા છતાં પણ શિષ્ય પ્રત્યેની તેમની મીઠી દ્રષ્ટિ કદી પલટાતી નથી. એવા શ્રી ગુરુને બઘા દોષ જણાવવાથી તે દોષો ગળી જાય છે અર્થાત્ નાશ પામે છે. શ્રી સંઘને પણ એવા સગુરુ ભગવંત પ્રત્યે પૂર્ણ પ્રતીતિ એટલે વિશ્વાસ છે કે શ્રી ગુરુના મુખથી અમારા દોષ કદી પણ નીકળી શકશે નહીં, કેમકે શ્રી ગુરુ ભગવંત સાગર જેવા ગંભીર હોય છે. ર૪.
વળી કુશળ નાવિક સમ ગુરું સંસાર પાર ઉતારતા, સઘર્મરૂપ નવી નાવમાં નિશ્ચલપણે બેસારતા.
અંતે સમાધિમરણ સાથે શિષ્ય તેવો બોઘ દે,
નિશ્ચય અને આશ્રય કરી, સ્વ-સ્વરૃપ ભાથું બાંથી લે. ૨૫ અર્થ - કુશળ નાવિક સમાન શ્રી ગુરુ શિષ્યોને સંસાર સમુદ્રથી પાર ઉતારનારા છે. તે માટે આત્મઘÍરૂપી નવી નાવમાં એટલે સફરી જહાજમાં દ્રઢ શ્રદ્ધા કરાવી જિજ્ઞાસુઓને બેસાડે છે. તથા શિષ્યને એવો બોઘ આપે છે કે જેથી પોતાના અંત સમયે તે સમાધિમરણને સાથે છે. તથા સધ્ધર્મનો નિશ્ચય અને દ્રઢ આશ્રય કરી પોતાના આત્મસ્વરૂપના કલ્યાણ માટેનું ભાથું પણ સાથે બાંધી લે છે. ગરપા
ભયભીતને નિર્ભય કરે, નિસ્તેજને જાગ્રત કરે, વળી ખેડછાયા દેખતાં, નિઃખેદ કરી નિજબળ ભરે; ગુરુ મોહમમતાવંતને નિર્મોહીં સમપદમાં ઘરે.
એવા ચમત્કારી ગુરુંથી સુગુમહિમા વિસ્તરે. ૨૬ અર્થ - સંસારમાં રહેલા મરણાદિ ભયથી સહિત જીવોને શ્રી ગુરુ નિર્ભય બનાવે છે, નિસ્તેજ એવા પ્રમાદીને બોથ વડે જાગૃત કરે છે, મુખ પર ખેદની કે દુઃખની છાયા દેખતા શ્રી ગુરુ પોતાનું આત્મબળ તેમાં ભરી તેને ખેદ રહિત કરે છે. વળી મોહ મમતાથી યુક્ત જીવને શ્રી ગુરુ ઉપદેશ આપી નિર્મોહી એવા સમભાવવાળા પદમાં સ્થિતિ કરાવે છે. એવા ચમત્કારી શ્રી ગુરુથી સદ્ગુરુ ભગવંતનો મહિમા જગતમાં વિસ્તાર પામે છે. રજા
નાસે નિરાશા દૂર દૂર, વળી દીનતા દેખાય ના, કાયરપણું ક્યાંથી ટકે? પામરપણું પેખાય ના.